સંયુક્ત રાષ્ટ્રમાં માનનીય પ્રધાનમંત્રીનું સંબોધન

September 25th, 06:31 pm

તમારૂં અધ્યક્ષ બનવું તે તમામ વિકાસશીલ દેશ અને ખાસ કરીને નાના ટાપુ જેવા વિકાસમાન દેશો માટે ખૂબ જ ગૌરવની બાબત છે.

પીએમ મોદીનું સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન

September 25th, 06:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધિત કર્યું.પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોવિડ -19 મહામારી,આતંકવાદ અને જળવાયુ પરિવર્તન દ્વારા ઉભા થયેલા વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે મહામારી સામે લડવામાં વૈશ્વિક તબક્કે ભારત દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને ભારતમાં રસી બનાવવા માટે વિશ્વને આમંત્રણ આપ્યું.

75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો

August 15th, 03:02 pm

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.

75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 15th, 07:38 am

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.

ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે

August 15th, 07:37 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.

ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 13th, 11:01 am

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી નીતિન ગડકરી જી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી જી, ઓટો ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ હિસ્સેદારો, તમામ OEM સંગઠનો, મેટલ અને સ્ક્રેપિંગ ઉદ્યોગના તમામ સભ્યો, મહિલાઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં સંબોધન કર્યું

August 13th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં સંબોધન કર્યું હતું. આ સંમેલનનું આયોજન સ્વૈચ્છિક વાહન-કાફલા આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ અંતર્ગત વાહન સ્ક્રેપિંગ માળખાકીય સુવિધા ઉભી કરવા માટે રોકાણને આમંત્રિત કરવાના ઉદ્દેશથી યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં એકીકૃત સ્ક્રેપિંગ હબના વિકાસ માટે અલંગમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ દ્વારા રજૂ કરવામાં આવેલા સહયોગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

વાહન સ્ક્રેપેજ નીતિનો આજે શુભારંભ ભારતની વિકાસ યાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ પગલું છે: પ્રધાનમંત્રી

August 13th, 10:22 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વાહન સ્ક્રેપેજ નીતિની શરૂઆત ભારતની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે.

પ્રધાનમંત્રી 13 ઓગસ્ટે ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધશે

August 11th, 09:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ઓગસ્ટ 2021 ના ​​રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધિત કરશે. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે સંકલિત સ્ક્રેપિંગ હબના વિકાસ માટે અલંગ ખાતે શિપ બ્રેકિંગ ઉદ્યોગ દ્વારા પ્રસ્તુત સમન્વય પર પણ ધ્યાન આકર્ષિત કરશે.

“મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો વિષય” પર યુએનએસસીની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચા ખાતે પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ

August 09th, 05:41 pm

મૅરિટાઇમ સલામતી પર આ મહત્વની ચર્ચામાં સામેલ થવા બદલ આપ સૌનો ધન્યવાદ. હું સેક્રેટરી જનરલના સકારાત્મક સંદેશ અને યુ.એન.ઓ.ડી.સીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા બ્રીફિંગ માટે આભાર વ્યક્ત કરું છું. કૉંગો લોકતાંત્રિક ગણરાજ્યના રાષ્ટ્રપતિએ આફ્રિકન યુનિયનના અધ્યક્ષ તરીકે પોતાનો સંદેશ આપ્યો. હું ખાસ કરીને એમનો આભારી છું. હું રશિયાના રાષ્ટ્રપતિ, કેન્યાના રાષ્ટ્રપતિ અને વિયેટનામના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ માટે પણ હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.