વિશ્વએ સ્વીકાર્યું છે કે યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે ખૂબ જ અસરકારક છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન
September 25th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, વિતેલા દિવસોમાં જે વાતે આપણા બધાંનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે, ચિત્તા. ચિત્તા વિશે વાત કરવા માટે ઢગલાબંધ સંદેશા આવ્યા છે. પછી તે ઉત્તરપ્રદેશના અરૂણકુમાર ગુપ્તાજીનો હોય કે, તેલંગણાના એન. રામચંદ્રન રઘુરામજીનો, ગુજરાતના રાજનજીનો હોય કે પછી, દિલ્હીના સુબ્રતજીનો. દેશના ખૂણેખૂણાથી લોકોએ ભારતમાં ચિત્તાના પુનરાગમન પર આનંદ વ્યક્ત કર્યો છે. ૧૩૦ કરોડ ભારતવાસી ખુશ છે, ગર્વથી ભરેલા છે – આ છે ભારતનો પ્રકૃતિપ્રેમ. તેના વિષે લોકોનો એક સર્વસામાન્ય સવાલ એ જ છે કે, મોદીજી અમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે ?ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે મહિલાલક્ષી યોજનાની પહેલ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 21st, 04:48 pm
પ્રયાગરાજ હજારો વર્ષોથી આપણી માતૃશક્તિના પ્રતિક સમાન, મા ગંગા- યમુના- સરસ્વતીના સંગમની ધરતી છે. આજે આ તીર્થ નગરી નારી શક્તિના આ અદ્દભૂત સંગમની પણ સાક્ષી બની છે. અમારૂ સૌનું એ સૌભાગ્ય છે કે તમે સૌ અમને પોતાનો સ્નેહ આપવા, તમારા આશીર્વાદ આપવા માટે અહીં આવ્યા છો. માતાઓ અને બહેનો, હું અહીંયા મંચ પર આવ્યો તે પહેલાં બેંકીંગ સખીઓ મારફતે, સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાયેલી બહેનો અને કન્યા સુમંગલા યોજનાની લાભાર્થી દીકરીઓ સાથે વાત કરી હતી. તેમણે એવા એવા ભાવ તથા આત્મવિશ્વાસ ભરેલી વાતો કરી હતી! માતાઓ અને બહેનો, આપણાં ત્યાં એક કહેવત છે કે પ્રત્યક્ષે કિમ્ પ્રમાણમ્.પ્રધાનમંત્રીએ પ્રયાગરાજની મુલાકાત લીધી અને લાખો મહિલાઓની હાજરીવાળા એક કાર્યક્રમમાં ભાગ લીધો
December 21st, 01:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી અને ખાસ કરીને પાયાના સ્તરે મહિલાઓના સશક્તીકરણ માટે યોજવામાં આવી રહેલા કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સ્વ-સહાય સમૂહો (SHG)ના બેંક ખાતાઓમાં રૂપિયા 1000 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. સ્વ-સહાય મહિલા સમૂહો લગભગ 16 લાખ મહિલા સભ્યોને લાભ આપી રહ્યા છે. દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જેમાં અંદાજે 80,000 SHGને પ્રત્યેક SHG દીઠ રૂ. 1.10 લાખ લેખે સામુદાયિક રોકાણ ભંડોળ (CIF) અને અંદાજે 60,000 SHGને પ્રત્યેક SHG દીઠ રૂ. 15,000 લેખે રિવોલ્વિંગ (ફરતા) ભંડોળ તરીકે પ્રાપ્ત થઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ – સખીઓ (B.C. - સખીઓ)ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે 20,000 B.C.- સખીઓના બેંક ખાતામાં પહેલા મહિનાના સ્ટાઇપેન્ડ તરીકે પ્રત્યેકને રૂ. 4000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ 1 લાખ કરતાં વધારે લાભાર્થીઓને પણ કુલ રૂપિયા 20 કરોડથી કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરી હતી. પ્રધાનમંત્રીએ 202 પૂરક પોષણ વિનિર્માણ એકમોનો શિલાન્યાસ પણ કર્યો હતો.પ્રધાનમંત્રી 21મી ડિસેમ્બરે પ્રયાગરાજની મુલાકાત લેશે અને એ પ્રકારના એક કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં 2 લાખથી વધુ મહિલાઓ હાજરી આપશે
December 20th, 10:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21મી ડિસેમ્બર 2021ના રોજ પ્રયાગરાજની મુલાકાત લેશે અને બપોરે 1 વાગ્યે લગભગ 2 લાખથી વધુ મહિલાઓ હાજરી ધરાવતા એક કાર્યક્રમમાં ભાગ લેશે.ઇન્ફિનિટી ફોરમ, 2021ના ઉદઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 03rd, 11:23 am
પ્રથમ ‘ઇન્ફિનિટી ફોરમ’નું ઉદઘાટન કરતા અને આપ સૌને આવકારતા મને આનંદ થાય છે. ‘ઇન્ફિનિટી ફોરમ’ ભારતમાં ફિનટેક પાસે જે અમાપ સંભાવનાઓ છે એનું પ્રતિનિધિત્વ કરે છે. સમગ્ર વિશ્વને લાભ પૂરો પાડવા ભારતના ફિનટેક માટે જે વિશાળ સંભાવના છે એ પણ તે દર્શાવે છે.પ્રધાનમંત્રીએ ફિનટેક પર વિચારશીલ નેતૃત્વ મંચ ‘ઇન્ફિનિટી ફોરમ’નું ઉદ્ઘાટન કર્યું
December 03rd, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિચારશીલ નેતૃત્વ મંચ ‘ઇન્ફિનિટી ફોરમ’નું ઉદ્ધાટન કર્યું હતું.‘આત્મનિર્ભર નારીશક્તિ સાથે સંવાદ’ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 12th, 12:32 pm
આજે જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો આ આયોજન ખૂબ મહત્વપૂર્ણ છે. આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારતને, આપણી આત્મનિર્ભર નારી શક્તિ એક નવી ઊર્જા આપવા જઈ રહી છે. આપ સૌની સાથે વાત કરીને આજે મને પણ પ્રેરણા મળી છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગીગણ, રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રીજી, રાજ્ય સરકારોના મંત્રીગણ, સાંસદ વિધાયક સાથી, જિલ્લા પરિષદના ચેરમેન અને સભ્યગણ, દેશની લગભગ લગભગ 3 લાખ જગ્યાઓ પરથી જોડાયેલ સ્વ સહાય જૂથની કરોડો બહેનો અને દીકરીઓ, અન્ય તમામ મહાનુભવો!આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં પ્રધાનમંત્રીએ મહિલા સ્વ સહાય જૂથો સાથે વાતચીત કરી
August 12th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લીધો હતો અને દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ સ્થપાઇ અને પ્રોત્સાહિત કરાયેલાં મહિલા સ્વ-સહાય જૂથો (SHG)નાં સભ્યો/સામુદાયિક સંસાધન વ્યક્તિઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સમગ્ર દેશમાંથી મહિલા સ્વ-સહાય જૂથ સભ્યોની સાફલ્ય ગાથાઓનો એક સંગ્રહ અને કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું પ્રધાનમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી 12 ઓગસ્ટના રોજ 'આત્મનિર્ભર મહિલા શક્તિ સાથે સંવાદ' માં ભાગ લેશે
August 11th, 01:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટ, 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગે 'આત્મનિર્ભર મહિલા શક્તિ સાથે સંવાદ' ભાગ લેશે અને દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત પ્રમોટ થયેલ મહિલા સ્વ-સહાય જૂથ (SHG) ના સભ્યો/સમુદાય સંસાધન વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરશે. કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી મહિલા SHG સભ્યોની સફળતાની વાર્તાઓનું સંકલન, પ્રધાનમંત્રી દ્વારા કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવશે.Cabinet approves Special Package for UT of Jammu & Kashmir and Ladakh under the Deendayal Antyodaya Yojana - National Rural Livelihoods Mission
October 14th, 06:32 pm
The Union Cabinet, chaired by PM Narendra Modi has approved a Special Package worth Rs. 520 crore in the Union Territories of Jammu, Kashmir and Ladakh for a period of five years till FY 2023-24; and ensure funding of Deendayal Antyodaya Yojana - National Rural Livelihoods Mission (DAY-NRLM) on a demand driven basis without linking allocation with poverty ratio during this extended period.Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.ગ્રામીણ વિદ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
July 19th, 10:30 am
આજે મને દેશના તે 18,000 ગામડાઓના આપ સૌ બંધુઓને મળવાનું સૌભાગ્ય મળ્યું છે, જેમને ત્યાં સૌપ્રથમવાર વીજળી પહોંચી છે. સદીઓ વીતી ગઈ અંધારામાં ગુજારો કર્યો અને કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તમારા ગામમાં ક્યારેય અજવાળું પણ આવશે કે નહીં આવે. આજે મારા માટે પણ આ ખુશીની વાત છે કે મને તમારી ખુશીઓમાં સામેલ થવાનો મોકો મળી રહ્યો છે. તમારા ચહેરાનું સ્મિત વીજળી આવ્યા પછી જીવનમાં આવેલા બદલાવની વાતો તે પોતાનામાં જ એક ઘણી મોટી વાત છે. જે લોકો જન્મતાની સાથે જ અજવાળું જોતા આવ્યા છે, જેમણે ક્યારેય અંધારું જોયું જ નથી, તેમને એ ખબર જ નથી હોતી કે અંધારું દુર થવાનો અર્થ શું હોય છે. રાત્રે ઘરમાં કે ગામમાં વીજળી હોવી તેનો અર્થ શું હોય છે. જેમણે ક્યારેય અંધારામાં જિંદગી વિતાવી જ નથી, તેમને ખબર નથી પડતી હોતી. આપણે ત્યાં ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, “तमसो मा ज्योतिर्गमय” અર્થાત અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ.પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી દેશભરમાં ગ્રામીણ વિદ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાઓનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
July 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 પછી વિદ્યુતીકરણ થયેલા દેશભરનાં ગામડાંઓનાં નાગરિકોની સાથે આજે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સહજ બીજલી હર ઘર યોજના – ‘સૌભાગ્ય યોજના’નાં લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીના વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથેના વાર્તાલાપની શ્રૃંખલાનો આ 10મો સંવાદ હતો.પ્રધાનમંત્રીના વીડિયો બ્રિજના માધ્યમથી દેશભરના સ્વ-સહાય જૂથોના સભ્યો સાથે કરેલા વાર્તાલાપનો મૂળપાઠ
July 12th, 10:30 am
તમે આજે આટલી મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા માટે આવ્યા, દૂર-દૂર તમારા ગામડેથી આજે કરોડો માતાઓ બહેનો મને આશીર્વાદ આપી રહ્યા છો. કોણ હશે કે જેમને એક સૌભાગ્યના કારણે ઊર્જા ન મળતી હોય, કામ કરવાની હિમ્મત ન મળતી હોય. એ તમે જ લોકો છો જેમના આશીર્વાદ, જેમનો પ્રેમ મને દેશને માટે કંઈક ને કંઈક કરવા માટે હંમેશા નવી તાકાત આપતો રહે છે. આપ સૌ તમારામાં પોતાનામાં સંકલ્પ માટે સમૃદ્ધ છો, ઉદ્યમશીલતા માટે સમર્પિત છો અને તમે જૂથના રૂપમાં કઈ રીતે કામ કરો છો, એક સામુહિક પ્રયાસ કઈ રીતે કરવામાં આવે છે. હું સમજુ છું કે દુનિયાની મોટી-મોટી યુનિવર્સિટીઓને આ મારી હિન્દુસ્તાનની ગરીબ માતાઓ બહેનોજેમાંથી કદાચ ખૂબ ઓછા લોકોને ભણવાનું સૌભાગ્ય મળ્યું હશે, પરંતુ એ ટીમ સ્પીરીટ શું હોય છે, સાથે મળીને કામ કેવી રીતે કરવાનું હોય છે, કામનું વિભાજન કઈ રીતે કરવાનું હોય છે, કદાચ કોઈ તેની કલ્પના પણ નથી કરી શકતું.પ્રધાનમંત્રીએ વીડિયો બ્રીજ દ્વારા દેશના સમગ્ર સ્વસહાય જૂથના સભ્યો સાથે વાતચીત કરી
July 12th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (12-07-2018) વીડિયો બ્રીજના માધ્યમથી દેશના સમગ્ર સહસહાય જૂથના સભ્યો અને દીનદયાળ અંત્યોદય યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. આ સંવાદમાં વિવિધ સ્વસહાય જૂથોનું પ્રતિનિધિત્વ કરતી એક કરોડથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરવાની શ્રેણીમાં પ્રધાનમંત્રીનો આ નવમો સંવાદ હતો.પ્રધાનમંત્રીએ નર્મદા નદી પરના બેરેજનું ભૂમિપૂજન કર્યું, ભરુચમાં જનસભાને સંબોધન કર્યું
October 08th, 03:15 pm
આ જનસભામાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અંત્યોદય એક્સપ્રેસ પ્રશંસનીય પહેલ છે, જે લોકોને એકબીજા સાથે જોડે છે અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ કે બિહારનાં લોકોને મદદરૂપ છે, જેઓ તેમનાં ઘરથી દૂર કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકોને છઠ પૂજા માટે તેમનાં વતન જવા માટે સરળતા ઊભી કરશે.Address by the President of India, Shri Pranab Mukherjee to members of both houses of Parliament
January 31st, 03:44 pm
President Pranab Mukherjee addressed a joint session of Parliament today. President Mukherjee appreciated the Government for its policies aimed at welfare of the countrymen. The President said, “Indians today have a deep sense of pride in the awakening of India caused by the momentous steps my government has undertaken.”PM reviews progress of rural development schemes
March 22nd, 02:14 pm