
મહાકુંભ પર લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 18th, 01:05 pm
હું પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર વક્તવ્ય આપવા ઉપસ્થિત થયો છું. આજે આ ગૃહ દ્વારા હું કરોડો દેશવાસીઓને કોટિ-કોટિ નમન કરું છું, જેમના કારણે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયું. મહાકુંભની સફળતામાં ઘણા લોકોએ ફાળો આપ્યો છે. હું સરકાર, સમાજ અને બધા કર્મયોગીઓને અભિનંદન આપું છું. હું દેશભરના ભક્તોનો, યુપીના લોકોનો અને ખાસ કરીને પ્રયાગરાજના લોકોનો આભાર માનું છું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભના સફળ સમાપન પર લોકસભાને સંબોધન કર્યું
March 18th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં મહાકુંભનાં સફળ સમાપન પર આજે લોકસભાને સંબોધન કર્યું હતું. તેમણે રાષ્ટ્રના અસંખ્ય નાગરિકોને હૃદયપૂર્વક વંદન કર્યા હતા, જેમના પ્રયત્નોથી મહાકુંભની ભવ્ય સફળતા સુનિશ્ચિત થઈ હતી. મહાકુંભને સફળ બનાવવામાં વિવિધ વ્યક્તિઓ અને જૂથોના સામૂહિક યોગદાન પર પ્રકાશ પાડતા તેમણે સરકાર, સમાજ અને તેમાં સામેલ તમામ સમર્પિત કાર્યકરોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ ઉત્તરપ્રદેશનાં લોકો અને ખાસ કરીને પ્રયાગરાજનાં નાગરિકોનો અમૂલ્ય સાથ-સહકાર અને સહભાગીતા બદલ સમગ્ર દેશનાં શ્રદ્ધાળુઓનો વિશેષ ઉલ્લેખ કરીને તેમનો આભાર માન્યો હતો.
દાંડી કૂચમાં ભાગ લેનારાઓને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
March 12th, 09:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના સ્વતંત્રતા સંગ્રામના એક નિર્ણાયક પ્રકરણ, ઐતિહાસિક દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. શ્રી મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની દાંડી કૂચે આત્મનિર્ભરતા અને સ્વતંત્રતા માટે રાષ્ટ્રવ્યાપી ચળવળને પ્રજ્વલિત કરી. શ્રી મોદીએ કહ્યું, દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ લોકોની હિંમત, બલિદાન અને સત્ય અને અહિંસા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા પેઢી દર પેઢી પ્રેરણા આપતી રહેશે.