સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
July 31st, 11:02 am
શ્રેયા ગુપ્તા: જય હિન્દ શ્રીમાન! હું શ્રેયા ગુપ્તા ભારતીય પોલીસ સેવાના 2019 બૅચની પ્રોબેશનર અધિકારી છું. હું મૂળ દિલ્હીની છું અને મને તમિલનાડુ કૅડર ફાળવવામાં આવી છે. મહોદય, સર્વ પ્રથમ પ્રશિક્ષિત અધિકારીઓની સાથે સંવાદના આ કાર્યક્રમમાં હું આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. આ સંવાદ કાર્યક્રમને આગળ વધારતા હું મારા સાથી શ્રી અનુજ પાલીવાલને આમંત્રિત કરું છું કે તેઓ પોતાનો પરિચય આપીને આપ સાથે સંવાદ શરૂ કરે.સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને પ્રધાનમંત્રીએ આપેલા પ્રવચનનો મૂળપાઠ
July 31st, 11:01 am
તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીત
July 31st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન પ્રોબેશનર્સ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને દેશને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
July 16th, 04:05 pm
મંત્રીમંડળમાં મારી સાથીદાર અને ગાંધીનગરના સાંસદ શ્રીમાન અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીમતી દર્શના જરદોશજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો, સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રીમાન સી આર પાટિલજી, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમને બધાને નમસ્કાર.પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વિવિધ રાષ્ટ્રીય બહુવિધ પ્રોજેક્ટસનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું
July 16th, 04:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતમાં રેલવેના કેટલાક ચાવીરૂપ રાષ્ટ્રીય પ્રોજેક્ટસના ઉદઘાટન તથા લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક્સ તથા રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગાંધીનગર પાટનગરથી વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તથા ગાંધીનગર પાટનગરથી વરેઠા વચ્ચેની મેમુ એમ બે ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.