17મી લોકસભાની છેલ્લી બેઠકને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 10th, 04:59 pm

આજનો આ દિવસ લોકશાહીની એક મહાન પરંપરાનો મહત્વપૂર્ણ દિવસ છે. સત્તરમી લોકસભાએ જે રીતે દેશની સેવામાં તેનાં પાંચ વર્ષ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. અનેક પડકારોને પાર કરીને સૌએ પોતાનાં સામર્થ્યથી દેશને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ કર્યો, એક રીતે જોઈએ તો, આજનો આ દિવસ આપણા સૌની તે પાંચ વર્ષની વૈચારિક યાત્રાનો, રાષ્ટ્રને સમર્પિત એ સમયનો, દેશને ફરી એક વાર પોતાના સંકલ્પોને રાષ્ટ્રનાં ચરણોમાં સમર્પિત કરવાનો આ અવસર છે. આ પાંચ વર્ષમાં દેશમાં રિફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ, એવું બહુ જ ઓછું બને છે કે રિફોર્મ પણ થાય, પરફોર્મ પણ થાય અને ટ્રાન્સફોર્મ થતા આપણે આપણી નજર સામે જોઈ શકતા હોઈએ, એક નવો વિશ્વાસ ભરતા હોય. આનો અનુભવ આજે સત્તરમી લોકસભાથી દેશ કરી રહ્યો છે. અને હું નિશ્ચિતપણે માનું છું કે દેશ ચોક્કસપણે સત્તરમી લોકસભાને આશીર્વાદ આપતો રહેશે. આ તમામ પ્રક્રિયામાં ગૃહના તમામ માનનીય સભ્યોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અને આ સમય છે કે હું આ ગ્રૂપના નેતા તરીકે અને તમારા બધાના સાથી તરીકે પણ તમામ માનનીય સાંસદોને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ 17મી લોકસભાની છેલ્લી બેઠકને સંબોધન કર્યું

February 10th, 04:54 pm

ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનો પ્રસંગ ભારતની લોકશાહી માટે મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી મોદીએ મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને દેશને દિશા આપવા માટે 17મી લોકસભાના તમામ સભ્યોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે રાષ્ટ્રની વૈચારિક સફર અને તેની સુધારણા માટેનો સમય સમર્પિત કરવાનો વિશેષ પ્રસંગ છે. રિફોર્મ, પર્ફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ એ છેલ્લાં 5 વર્ષથી મંત્ર રહ્યો છે, તેમણે એમ કહેતા નોંધ્યું હતું કે, આજે આખો દેશ તેનો અનુભવ કરી શકે છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતની જનતા 17મી લોકસભાને તેના પ્રયાસો માટે આશીર્વાદ આપવાનું ચાલુ રાખશે. ગૃહના તમામ સભ્યોનાં યોગદાન પર ભાર મૂકતા શ્રી મોદીએ તેમના પ્રત્યે, ખાસ કરીને ગૃહના સ્પીકર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ સ્પીકરનો આભાર માન્યો હતો અને ગૃહનાં સતત હસતા, સંતુલિત અને નિષ્પક્ષ સંચાલન માટે તેમની પ્રશંસા કરી હતી.

વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 10th, 01:40 pm

કેમ છો... મજા મા! આજે વિકસિત ભારત – વિકસિત ગુજરાત નામનું એક બહુ મોટું અભિયાન શરૂ થઈ રહ્યું છે. અને મને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતની તમામ 182 વિધાનસભાઓની બેઠકો પર એકસાથે, ગુજરાતનાં દરેક ખૂણામાં લાખો લોકો ટેકનોલોજીનાં માધ્યમથી જોડાયેલા છે. વિકસિત ગુજરાતની સફરમાં તમે તમામ લોકોને આટલા ઉત્સાહ સાથે સામેલ થયા છો..આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું

February 10th, 01:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અને અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામેલા 1.3 લાખથી વધુ મકાનોનું ભૂમિ પૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

The soil of India creates an affinity for the soul towards spirituality: PM Modi

October 31st, 09:23 pm

PM Modi participated in the programme marking the culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra at Kartavya Path in New Delhi. Addressing the gathering, PM Modi said, Dandi March reignited the flame of independence while Amrit Kaal is turning out to be the resolution of the 75-year-old journey of India’s development journey.” He underlined that the 2 year long celebrations of Azadi Ka Amrit Mahotsav are coming to a conclusion with the ‘Meri Maati Mera Desh’ Abhiyan.

PM participates in program marking culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra

October 31st, 05:27 pm

PM Modi participated in the programme marking the culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra at Kartavya Path in New Delhi. Addressing the gathering, PM Modi said, Dandi March reignited the flame of independence while Amrit Kaal is turning out to be the resolution of the 75-year-old journey of India’s development journey.” He underlined that the 2 year long celebrations of Azadi Ka Amrit Mahotsav are coming to a conclusion with the ‘Meri Maati Mera Desh’ Abhiyan.

લોકોએ 'મન કી બાત' માટે જે સ્નેહ દર્શાવ્યો છે તે અભૂતપૂર્વ છેઃ પીએમ મોદી

May 28th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર, આપ સહુનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ વખતે ‘મન કી બાત’નો આ હપ્તો બીજી સદીનો પ્રારંભ છે. ગત મહિને આપણે બધાંએ તેની વિશેષ સદીની ઉજવણી કરી હતી. તમારી ભાગીદારી જ આ કાર્યક્રમની સૌથી મોટી શક્તિ છે. ૧૦૦મા હપ્તાના પ્રસારણના સમયે, એક રીતે, સમગ્ર દેશ એક સૂત્રમાં બંધાઈ ગયો હતો. આપણાં સફાઈ કર્મચારી ભાઈ-બહેન હોય કે પછી અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજો, ‘મન કી બાત’એ બધાંને એક સાથે લાવવાનું કામ કર્યું છે. તમે બધાંએ જે આત્મીયતા અને સ્નેહ ‘મન કી બાત’ માટે દર્શાવ્યો છે, તે અભૂતપૂર્વ છે, ભાવુક કરી દેનારો છે. જ્યારે ‘મન કી બાત’નું પ્રસારણ થયું તો તે સમયે દુનિયાના અલગ-અલગ દેશોમાં, અલગ-અલગ ટાઇમ-ઝૉનમાં ક્યાંક સાંજ પડી રહી હતી તો ક્યાંક મોડી રાત હતી, તેમ છતાં, મોટી સંખ્યામાં લોકોએ ૧૦૦મા હપ્તાને સાંભળવા માટે સમય કાઢ્યો. મેં હજારો કિમી દૂર ન્યૂઝીલન્ડનો તે વિડિયો પણ જોયો જેમાં ૧૦૦ વર્ષનાં એક બા પોતાના આશીર્વાદ આપી રહ્યાં છે. ‘મન કી બાત’ સંદર્ભે દેશ-વિદેશના લોકોએ પોતાના વિચારો રાખ્યા છે. ઘણા બધા લોકોએ Constructive Analysis પણ કર્યું છે. લોકોએ એ વાતની પ્રશંસા કરી કે ‘મન કી બાત’માં દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓની જ ચર્ચા થાય છે. હું ફરી એક વાર આપ સહુને આ આશીર્વાદ માટે પૂરા આદર સાથે ધન્યવાદ આપું છું.

સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

July 31st, 11:02 am

શ્રેયા ગુપ્તા: જય હિન્દ શ્રીમાન! હું શ્રેયા ગુપ્તા ભારતીય પોલીસ સેવાના 2019 બૅચની પ્રોબેશનર અધિકારી છું. હું મૂળ દિલ્હીની છું અને મને તમિલનાડુ કૅડર ફાળવવામાં આવી છે. મહોદય, સર્વ પ્રથમ પ્રશિક્ષિત અધિકારીઓની સાથે સંવાદના આ કાર્યક્રમમાં હું આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. આ સંવાદ કાર્યક્રમને આગળ વધારતા હું મારા સાથી શ્રી અનુજ પાલીવાલને આમંત્રિત કરું છું કે તેઓ પોતાનો પરિચય આપીને આપ સાથે સંવાદ શરૂ કરે.

સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને પ્રધાનમંત્રીએ આપેલા પ્રવચનનો મૂળપાઠ

July 31st, 11:01 am

તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.

સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીત

July 31st, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન પ્રોબેશનર્સ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

'મન કી બાત'માં સકારાત્મકતા અને સંવેદનશીલતા છે. તેમાં એક સંગ્રહ છે :- વડાપ્રધાન મોદી

July 25th, 09:44 am

બે દિવસ પહેલાં જ કેટલીક અદ્ભૂત તસવીરો, કેટલીક યાદગાર પળો, હજુ પણ મારી આંખોની સામે છે. આથી આ વખતે ‘મન કી બાત’ની શરૂઆત એ જ પળોથી કરીએ છીએ. ટૉક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને હું જ નહીં, સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. સમગ્ર દેશે જાણે કે એક થઈને પોતાના આ યૌદ્ધાઓને કહ્યું,

પ્રધાનમંત્રીએ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લેનારી તમામ મહાન હસ્તીઓને સ્મરણાંજલી અર્પણ કરી

March 12th, 03:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચળવળો, વિદ્રોહ અને સ્વતંત્રતાની ચળવળના સંગ્રામને સ્મરણાંજલી અર્પણ કરી હતી. તેમણે ખાસ કરીને, એવી ચળવળો, સંઘર્ષો અને હસ્તીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી જેમણે ભારતની સ્વતંત્રતાના સંઘર્ષની ગાથામાં પૂરતું સન્માન અને સ્વીકૃતિ પ્રાપ્ત થયા નથી. આજે, અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ (India@75)ના શુભારંભ બાદ તેમણે સંબોધન આપ્યું ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.

'આઝાદીના અમૃત મહોત્સવ' ના શુભારંભની પ્રવૃત્તિઓના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 12th, 10:31 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

છેલ્લાં છ વર્ષમાં ઇતિહાસમાં વિસરાઈ ગયેલા નાયકોની ગાથાને જાળવવા માટે સતત પ્રયાસ થયા છેઃ પ્રધાનમંત્રી

March 12th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રી 12 માર્ચના રોજ 'આઝાદી કા અમૃત મહોત્સવ' સંબંધિત પ્રવૃત્તિઓનો શુભારંભ કરાવશે

March 11th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2021ના રોજ અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમથી 'પદયાત્રા' (સ્વતંત્રતાની કૂચ)નો પ્રારંભ કરાવશે અને 'આઝાદી કા અમૃત મહોત્સવ' (India@75) અંતર્ગત વિવિધ પૂર્વાવલોકન પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે India@75 ની ઉજવણી માટે વિવિધ અન્ય સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલનો પણ પ્રારંભ કરાવશે અને સાબરમતી આશ્રમ ખાતે ઉપસ્થિત લોકોને સંબોધિત કરશે. સવારે 10:30 કલાકથી શરૂ થનારા આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.