દાદા વાસવાણીના અવસાન પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન મોદી

July 12th, 02:12 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદા વાસવાણીના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને કહ્યું હતું કે, “દાદા વાસવાણી સમાજ માટે જીવ્યા અને ગરીબો અને જરૂરીયાતમંદોની કરુણાથી સેવા કરી હતી. તેમને અદભુત જ્ઞાનના આશિર્વાદ મળ્યા હતા, તેઓ બાળકીઓને શિક્ષણ આપવા, સ્વચ્છતા અને શાંતિ ફેલાવવા તેમજ ભાઈચારા અંગે ખુબ ઉત્સાહિત હતા.”

આપણે નસીબદાર છીએ કે ભારતના વડાપ્રધાન તરીકે આપણને શ્રી નરેન્દ્ર મોદી જેવા નેતા મળ્યા: દાદા વાસવાણી

August 02nd, 06:25 pm

“આપણે નસીબદાર છીએ કે ભારતના વડાપ્રધાન તરીકે આપણને શ્રી નરેન્દ્ર મોદી જેવા નેતા મળ્યા. છેલ્લા ત્રણ વર્ષમાં ભારત ઘણું આગળ વધી ગયું છે. તમારી જન ધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, મેઇક ઇન ઇન્ડિયા જેવી પહેલ દેશમાં બદલાવ લાવી રહી છે અને હું દેશના લોકો વતી વડાપ્રધાનને અભિનંદન આપું છું.” – દાદા વાસવાણી

વિડીયો કોન્ફરન્સ દ્વારા દાદા વાસવાણીના 99માં જન્મદિવસ સમારંભને સંબોધતા વડાપ્રધાન મોદી

August 02nd, 02:01 pm

વડાપ્રધાન મોદીએ દાદા વાસવાણીના 99માં જન્મદિવસે આયોજીત એક સમારંભને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાને સમાજના કલ્યાણ અને સેવા માટે કરેલા કાર્યો પર પ્રકાશ ફેંક્યો હતો. વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત અભિયાન અંગે પણ ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે આજે આપણું લક્ષ્ય ‘સ્વચ્છાગ્રહ’ હોવું જોઈએ. વડાપ્રધાને તેમના 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયા બનાવવાની દ્રષ્ટિ પર પણ ખુલાસો કર્યો હતો અને લોકોને વિનંતી કરી હતી કે તેઓ તેમના લક્ષ્યોને પાર પાડવા માટેની તકલીફોને દૂર કરીને કાર્ય કરે.