પ્રધાનમંત્રી શ્રી 17 અને 18 જૂને ગુજરાતની મુલાકાતે આવશે
June 16th, 03:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 અને 18 જૂને ગુજરાતની મુલાકાતે આવશે. 18મી જૂનના રોજ સવારે લગભગ 9:15 વાગ્યે, પ્રધાનમંત્રી પાવાગઢ ઉપર શ્રી કાલિકા માતાના પુનઃવિકસિત મંદિરની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે, જે પછી લગભગ 11:30 વાગ્યે વિરાસત વનની મુલાકાત લેશે. ત્યારબાદ, લગભગ 12:30 વાગ્યે, તેઓ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે, જ્યાં તેઓ રૂ. 21,000 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.સરદાર પટેલના પ્રયાસોને કારણે આપણે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું સ્વપ્ન સાકાર કરી શક્યા છીએ: વડાપ્રધાન મોદી
September 17th, 12:26 pm
વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતના ડભોઇ ખાતે 'નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમ'ની આધારશીલા રાખી હતી.એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આપણે આપણા ટ્રાઇબલ સમાજમાંથી આવેલા આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ જેમણે સંસ્થાનવાદને મજબૂત ટક્કર આપી હતી.સરદાર સરોવર ડેમને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન, નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમની આધારશીલા રાખી
September 17th, 12:25 pm
વડાપ્રધાન મોદીએ આજે 'નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમ'ની ડભોઇ ખાતે આધારશીલા રાખી હતી. એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણે આપણા ટ્રાઇબલ સમાજમાંથી આવતા આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ જેમણે અત્યંત મજબૂત સંસ્થાનવાદને મજબૂત લડાઈ આપી હતી.