છેલ્લા 7 વર્ષોમાં, આપણે બધા 'ટીમ ઇન્ડિયા' તરીકે કામ કર્યું: મન કી બાત દરમિયાન પીએમ મોદી

May 30th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, પડકાર ગમે તેટલો મોટો હોય, ભારતના વિજયનો સંકલ્પ હંમેશાં એટલો જ મોટો રહ્યો છે. દેશની સામૂહિક શક્તિ અને આપણા સેવા ભાવે દેશને દરેક તોફાનમાંથી બહાર કાઢ્યો છે. તાજેતરના દિવસોમાં આપણે જોયું છે કે આપણા ડૉક્ટરો, નર્સો અને અગ્ર હરોળના યોદ્ધાઓએ પોતાની ચિંતા છોડીને દિવસ-રાત કામ કર્યું છે અને આજે પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એવા લોકો પણ છે જેમની કોરોનાના બીજા મોજા સામે લડવામાં ઘણી મોટી ભૂમિકા રહી છે. મને ‘મન કી બાત’ના અનેક શ્રોતાઓએ NamoApp પર અને પત્ર દ્વારા આ યૌદ્ધાઓ વિશે ચર્ચા કરવાનો અનુરોધ કર્યો છે.

પ્રધાનમંત્રીએ વાવાઝોડા યાસને કારણે થયેલાં નુક્સાનની સમીક્ષા કરી

May 28th, 03:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 28મી મે, 2021, શુક્રવારના રોજ વાવાઝોડા યાસને કારણે ઉદભવેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. તેમણે ઓડિશાના ભદ્રક અને બલેશ્વર જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળના પુર્બા મેડિનિપુરના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.

પ્રધાનમંત્રી ચક્રવાત ‘યાસ’ની અસર અંગેની સમીક્ષા માટે 28 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળ જશે

May 27th, 04:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 મે. 2021ના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ બંને રાજ્યો પર ચક્રવાત યાસની અસરનો અંદાજ મેળવવા માટેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી બંને રાજ્યોમાં ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કરશે.

પ્રધાનમંત્રીએ વાવાઝોડા યાસને કારણે થયેલાં નુક્સાનની સમીક્ષા કરી

May 27th, 04:02 pm