The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi

November 21st, 08:00 pm

Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.

પ્રધાનમંત્રીએ ગુયાનાની સંસદને સંબોધિત કર્યું

November 21st, 07:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુયાનાની સંસદની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. સંબોધન માટે માનનીય સ્પીકર શ્રી મંજૂર નાદિર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.

આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.

90મી ઈન્ટરપોલ જનરલ એસેમ્બલીમાં પીએમના ભાષણનો મૂળપાઠ

October 18th, 01:40 pm

90મી ઈન્ટરપોલ જનરલ એસેમ્બલી માટે હું દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. ભારત અને ઈન્ટરપોલ બંને માટે મહત્ત્વપૂર્ણ એવા સમયે તમને અહીં આવવું ખૂબ જ સારું છે. ભારત 2022માં સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. તે આપણા લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓની ઉજવણી છે. આપણે ક્યાંથી આવ્યા છીએ તે જોવાનો સમય છે. અને આપણે જ્યાં જવા માંગીએ છીએ તે આગળ જોવા માટે પણ. INTERPOL પણ એક ઐતિહાસિક સીમાચિહ્નની નજીક પહોંચી રહ્યું છે. 2023માં, INTERPOL તેની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી કરશે. આનંદ અને પ્રતિબિંબિત કરવા માટે આ સારો સમય છે. આંચકામાંથી શીખો, જીતની ઉજવણી કરો અને પછી, આશા સાથે ભવિષ્ય તરફ જુઓ.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીનાં પ્રગતિ મેદાનમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધન કર્યું

October 18th, 01:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધન કર્યું હતું.

ઉપયોગી માહિતી: ક્વાડ નેતાઓનું શિખર સંમેલન

September 25th, 11:53 am

24 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ્ટ મોરિસન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા સાથે વ્હાઇટ હાઉસમાં ક્વાડના નેતાઓનાં સૌપ્રથમ પ્રત્યક્ષ કે વ્યક્તિગત શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં નેતાઓએ મહત્વાકાંક્ષી પહેલો પર ભાર મૂક્યો છે, જેમાં 21મી સદીના પડકારો ઝીલવા સંસ્થાના સભ્ય દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા અને વધારે વ્યવહારિક સાથસહકાર માટેની પહેલો સામેલ છે. આ પડકારોમાં સલામત અને અસરકારક રસીનું ઉત્પાદન અને સુલભતા વધારીને કોવિડ-19 મહામારીનો અંત લાવવો, ઉચ્ચ પ્રમાણભૂત માળખાને પ્રોત્સાહન આપવું, આબોહવાની કટોકટીનો સામનો કરવો, વિકસતી ટેકનોલોજીઓ પર જોડાણ, અંતરિક્ષ અને સાયબર સુરક્ષા સામેલ છે. વળી તમામ સભ્ય દેશોમાં નવી પેઢીની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની બાબત પણ સામેલ છે.

સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

July 31st, 11:02 am

શ્રેયા ગુપ્તા: જય હિન્દ શ્રીમાન! હું શ્રેયા ગુપ્તા ભારતીય પોલીસ સેવાના 2019 બૅચની પ્રોબેશનર અધિકારી છું. હું મૂળ દિલ્હીની છું અને મને તમિલનાડુ કૅડર ફાળવવામાં આવી છે. મહોદય, સર્વ પ્રથમ પ્રશિક્ષિત અધિકારીઓની સાથે સંવાદના આ કાર્યક્રમમાં હું આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. આ સંવાદ કાર્યક્રમને આગળ વધારતા હું મારા સાથી શ્રી અનુજ પાલીવાલને આમંત્રિત કરું છું કે તેઓ પોતાનો પરિચય આપીને આપ સાથે સંવાદ શરૂ કરે.

સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને પ્રધાનમંત્રીએ આપેલા પ્રવચનનો મૂળપાઠ

July 31st, 11:01 am

તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.

સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીત

July 31st, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન પ્રોબેશનર્સ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

G7 શિખર મંત્રણાના બીજા દિવસે પ્રધાનમંત્રીએ બે સત્રમાં ભાગ લીધો

June 13th, 08:06 pm

જી7 શિખર મંત્રણાના બીજા દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિલ્ડિંગ બેક ટુગેધર - ઓપન સોસાયટીઝ અને ઇકોનોમિઝ તથા બિલ્ડિંગ બેક ગ્રીનરઃ આબોહવા અને કુદરત એમ બે ચર્ચા સત્રમાં ભાગ લીધો હતો.

List of the documents announced/signed during India - Australia Virtual Summit

June 04th, 03:54 pm

List of the documents announced/signed during India - Australia Virtual Summit, June 04, 2020

નવી દિલ્હીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ન્યાયિક પરિષદ 2020માં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન સંબોધનનો મૂળપાઠ

February 22nd, 10:35 am

ભારતના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે, કાયદા મંત્રી શ્રી રવિશંકર પ્રસાદજી, મંચ પર ઉપસ્થિત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશગણ, એટૉર્ની જનરલ ઑફ ઇન્ડિયા, આ પરિષદમાં આવેલા દુનિયાની અન્ય ઉચ્ચ અદાલતોના ન્યાયમૂર્તિઓ, ભારતની સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના સન્માનિત ન્યાયમૂર્તિઓ, અતિથીગણ, દેવીઓ અને સજ્જનો !!

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ન્યાયિક પરિષદને સંબોધન કર્યું

February 22nd, 10:34 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક પરિષદને સંબોધન કર્યું હતું. સર્વોચ્ચ ન્યાયાલય તેમજ વિવિધ ઉચ્ચ ન્યાયાલયના આદરણીય ન્યાયધીશો, પ્રતિષ્ઠિત વકીલો અને વિદેશમાંથી આવેલા પ્રતિનિધીઓએ આ પરિષદમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ લખનૌમાં ડિફેન્સ એક્ષ્પોનું ઉદ્ઘાટન કર્યું

February 05th, 01:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં લખનૌમાં ડિફેન્સએક્ષ્પોની 11મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનાં દ્વિવાર્ષિક સૈન્ય પ્રદર્શનમાં ગ્લોબલ સંરક્ષણ નિર્માણ કેન્દ્ર સ્વરૂપે બહાર આવવાની દેશની સંભાવનાઓને પ્રદર્શિત કરવામાં આવી છે. ડિફેન્સએક્ષ્પો, 2020 ભારતનો સૌથી મોટો સંરક્ષણ પ્રદર્શન મંચ અને દુનિયાનાં ટોચનાં ડિફેન્સએક્ષ્પોમાંથી એક બની ગયો છે. આ આવૃત્તિમાં દુનિયાભરનાં 1,000થી વધારે સંરક્ષણ ઉત્પાદકો અને 150 કંપનીઓએ ભાગ લીધો છે.