ઓડિશા પર્વ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 24th, 08:48 pm

ઓડિશા પર્વ નિમિત્તે હું તમને અને ઓડિશાના તમામ લોકોને અભિનંદન આપું છું. આ વર્ષે સ્વભાવ કવિ ગંગાધર મેહેરની પુણ્યતિથિની શતાબ્દી પણ છે. આ પ્રસંગે હું તેમના ગુણોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું ભક્ત દાસિયા બાઉરીજી, ભક્ત સાલબેગજી અને ઉડિયા ભાગવતના રચયિતા શ્રી જગન્નાથ દાસજીને પણ આદરપૂર્વક નમસ્કાર કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ‘ઓડિશા પર્વ 2024’ ઉજવણીમાં સહભાગી થયા

November 24th, 08:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે 'ઓડિશા પર્વ 2024'ની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ઓડિશાનાં તમામ ભાઈઓ અને બહેનોને શુભેચ્છા પાઠવી હતી, જેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે નોંધ્યું હતું કે, આ વર્ષે સ્વભાવ કવિ ગંગાધર મેહરની પુણ્યતિથિની શતાબ્દી ઉજવવામાં આવી છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમણે આ પ્રસંગે ભક્તદાસીયા ભાઉરી, ભક્ત સાલાબેગા અને ઉડિયા ભાગવતના લેખક શ્રી જગન્નાથદાસને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તમારો ઉત્સાહ કહી રહ્યો છે કે ઓડિશા 25 વર્ષ પછી નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે: કટકમાં પીએમ મોદી

May 20th, 10:56 am

કટકમાં પોતાની બીજી જાહેર સભામાં પીએમે બીજેડીની આલોચના કરતા કહ્યું કે, ઓડિશા તેમના ભ્રષ્ટાચારથી કંટાળી ગયું છે. ચિટફંડ જેવા કૌભાંડોથી ગરીબોને છેતરે છે. બીજેડીએ શું આપ્યું છે? જમીન, રેતી, કોલસો અને ખનન માફિયાઓ તેમના ધારાસભ્યો અને મંત્રીઓ હેઠળ ખીલે છે. આવી પરિસ્થિતિમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને નોકરીઓ કેવી રીતે વિકસી શકે?

બીજેડીના નાના નેતાઓ પણ હવે કરોડપતિ બની ગયા છે: ઢેંકનાલમાં પીએમ મોદી

May 20th, 10:00 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.

પીએમ મોદીએ ઢેંકનાલ અને ઓડિશાના કટકમાં મેગા જાહેર સભાઓને સંબોધન કર્યું

May 20th, 09:58 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.

ઓડિશામાં અનેક રેલવે પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 18th, 01:00 pm

હવે વંદે ભારતની આ ગતિ અને પ્રગતિ બંગાળ અને ઓડિશામાં દસ્તક આપવા જઈ રહી છે. આ સાથે રેલ યાત્રાનો અનુભવ પણ બદલાશે અને વિકાસનો અર્થ પણ બદલાશે. હવે દર્શન માટે કોલકાતાથી પુરી જવું હોય કે કોઈ કામ માટે પુરીથી કોલકાતા જવાનું હોય, આ મુસાફરીમાં માત્ર સાડા છ કલાકનો સમય લાગશે. આનાથી સમય પણ બચશે, વેપાર-ધંધો પણ વધશે અને યુવાનો માટે નવી તકો પણ ઉભી થશે. આ માટે હું ઓડિશા અને પશ્ચિમ બંગાળના લોકોને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ઓડિશામાં રૂ. 8000 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને દેશને અર્પણ કર્યા

May 18th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઓડિશામાં રૂ. 8000 કરોડથી વધારે મૂલ્યનાં કેટલાંક રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કર્યા હતા. આ પ્રોજેક્ટમાં પુરી અને હાવરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ, પુરી અને કટક રેલવે સ્ટેશનોના નવિનીકરણ માટે શિલાન્યાસ, ઓડિશામાં રેલવે નેટવર્કના 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન (વીજળીકરણ) દેશને અર્પણ કરવું, સમ્બલપુર-ટિટલગઢ રેલવે લાઇનનું ડબલિંગ, અંગુલ-સુકિન્દા વચ્ચે એક નવી બ્રોડગેજ રેલવે લાઇન, મનોહરપુર-રાઉરકેલા-ઝારસુગુડા-જમ્ગાને જોડતી ત્રીજી લાઇન અને બિચ્છુપાલી-ઝારતર્ભા વચ્ચે એક નવી બ્રોડગેજ લાઇન સામેલ છે.

કટકમાં ઈનકમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (આઈટીએટી)ના ઓફિસ તથા રહેણાંકના અદ્યતન સંકુલના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 11th, 05:01 pm

ઓડિશાના મુખ્યમંત્રી, અમારા વરિષ્ઠ સાથીદાર શ્રીમાન નવીન પટનાયકજી, કેન્દ્રિય મંત્રીમંડળના મારા સહયોગી રવિશંકર પ્રસાદજી, ઓડિશાની ધરતીના જ સંતાન અને મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન ધર્મેન્દ્ર પ્રધાનજી, ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્લુનલના પ્રેસિડેન્ટ માનનીય ન્યાયાધીશ પી. પી. ભટ્ટજી, ઓડિશાના સંસદ સભ્યો, ધારાસભ્યો તથા કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો અને સાથીઓ.

India has Moved from Tax-Terrorism to Tax-Transparency: Prime Minister

November 11th, 05:00 pm

Prime Minister Shri Narendra Modi inaugurated Office-cum-Residential Complex of Cuttack Bench of Income Tax Appellate Tribunal through video conference today. Speaking on the occasion, the Prime Minister said this bench would now provide modern facilities not only to Odisha, but to millions of taxpayers of Eastern and North Eastern India and help in disposing off all the pending cases in this region.

પ્રધાનમંત્રી આવકવેરા અપીલ ટ્રિબ્યુનલની કટક બેંચના ઓફિસ તથા રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કરશે

November 09th, 08:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 નવેમ્બર, 2020ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંજે 4:30 કલાકે કટક ખાતે આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (આઇટીએટી) ના અત્યાધુનિક ઓફિસ તથા રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી, ઓડિસાના મુખ્યમંત્રી, મુખ્ય ન્યાયાધીશ અને ઓરિસ્સા હાઈકોર્ટના ન્યાયાધીશો અને અન્ય મહાનુભાવો પણ હાજર રહેશે. આ પ્રસંગે, આઇટીએટી પર ઇ-કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.

1લી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 22nd, 06:12 pm

મંચ પર ઉપસ્થિત ઓડીશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રી કિરણ રિજ્જુજી, ઓડીશા સરકારમાં મંત્રી શ્રી અરુણ કુમાર સાહુજી, શ્રી તુષાર કાંતિ બેહરાજી અને દેશભરમાંથી આવેલા યુવા સાથીઓ !!

પ્રધાનમંત્રીએ પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો શુભારંભ કરાવ્યો

February 22nd, 06:09 pm

પ્રધાનમંત્રીએ આજે ઓડિશામાં પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો વીડિયો લિંકથી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે માત્ર એક ટુર્નામેન્ટનો પ્રારંભ નથી થઇ રહ્યો પરંતુ ભારતમાં રમતગમતની ચળવળના આગામી તબક્કાની શરૂઆત થઇ રહી છે. અહીં તમે માત્ર એકબીજા સાથે સ્પર્ધા નથી કરી રહ્યા પરંતુ તમે તમારી જાત સાથે પણ સ્પર્ધામાં ઉતર્યા છો.

અમારા માટે સારા રાજકારણનો મતલબ, વિકાસ અને સુશાસન: કટકમાં વડાપ્રધાન મોદી

May 26th, 06:16 pm

NDA સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડાપ્રધાન મોદીએ આજે કટક, ઓડીશામાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ભાજપ એક એવો પક્ષ બન્યો છે જેની પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી હાજરી છે. ‘સાફ નિયત, સહી વિકાસ’ સાથે વડાપ્રધાને ટિપ્પણી કરી હતી કે દેશ વિકાસના માર્ગ પર આગેકદમ કરતો રહેશે.

PM Modi addresses public meeting at Cuttack Odisha

May 26th, 06:15 pm

Upon completion of four years of the NDA Government, PM Narendra Modi today addressed a huge public meeting in Cuttack, Odisha. Speaking at the event, he said that in last four years, the BJP had become a party which had presence from Panchayat to Parliament. With ‘Saaf Niyat, Sahi Vikas’, the PM remarked that the country would continue to march on the path of development.