"ત્રણ નવા ફોજદારી કાયદા" ના સફળ અમલીકરણના સમર્પણ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 03rd, 12:15 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદાર શ્રી અમિત શાહ, ચંદીગઢના પ્રશાસક શ્રી ગુલાબચંદ કટારિયાજી, મારા સાથી રાજ્યસભાના સાંસદ સતનામ સિંહ સંધુજી, ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિઓ, બહેનો અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સફળતાપૂર્વક અમલ દેશને સમર્પિત કર્યો
December 03rd, 11:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદીગઢમાં ત્રણ પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમ – ના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ચંદીગઢની ઓળખ દેવી મા ચંડી સાથે સંકળાયેલી છે, જે સત્ય અને ન્યાયની સ્થાપના કરનારી સત્તાનું એક સ્વરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ જ ફિલસૂફી ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના સંપૂર્ણ બંધારણનો આધાર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય બંધારણની ભાવનાથી પ્રેરિત થઈને ભારતીય ન્યાય સંહિતાનું અમલીકરણ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી, કારણ કે દેશ વિકસિત ભારતનાં પ્રસ્તાવ સાથે આગળ વધવાનાં મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને સાથે-સાથે ભારતીય બંધારણનાં 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા બંધારણમાં દેશના નાગરિકો માટે જે આદર્શોની કલ્પના કરવામાં આવી છે, તેને પરિપૂર્ણ કરવાની દિશામાં આ એક નક્કર પ્રયાસ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમને હમણાં જ એની એક ઝલક જોવા મળી હતી કે, આ કાયદાનું જીવંત પ્રદર્શન કરીને તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ લોકોને કાયદાનાં લાઇવ ડેમોની મુલાકાત લેવા અપીલ કરી હતી. તેમણે ત્રણ નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણ પ્રસંગે તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ચંદીગઢના વહીવટના તમામ હોદ્દેદારોને અભિનંદન પણ પાઠવ્યા હતા.