પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયન પીએમની ભારતીય અને પીએમ XI ક્રિકેટ ટીમો સાથેની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી
November 28th, 07:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝની ભારતીય અને PM XI ક્રિકેટ ટીમો સાથેની બેઠક પર ખુશી વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ટેસ્ટ મેચ શ્રેણીમાં શાનદાર શરૂઆત કરવા બદલ ભારતીય ક્રિકેટરોની પ્રશંસા પણ કરી હતી.પ્રધાનમંત્રીએ ગુયાનાના પ્રમુખ ક્રિકેટ ખેલાડીઓ સાથે વાતચીત કરી
November 22nd, 05:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના પ્રમુખ ક્રિકેટ ખેલાડીઓ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ક્રિકેટે ભારત અને ગુયાનાને નજીક લાવ્યા છે અને સાંસ્કૃતિક જોડાણોને વધુ ગાઢ બનાવ્યા છે.ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
November 22nd, 03:02 am
આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું
November 22nd, 03:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi
November 21st, 08:00 pm
Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.પ્રધાનમંત્રીએ ગુયાનાની સંસદને સંબોધિત કર્યું
November 21st, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાની સંસદની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. સંબોધન માટે માનનીય સ્પીકર શ્રી મંજૂર નાદિર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીએ સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રીને સાથે મુલાકાત કરી
November 21st, 10:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત 20 નવેમ્બરના રોજ સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફિલિપ જે. પિયર સાથે મહત્વની ચર્ચા કરી હતી.દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય
November 21st, 02:15 am
મારા મિત્રો, રાષ્ટ્રપતિ ઇરફાન અલી અને પ્રધાનમંત્રી ડિકોન મિશેલ સાથે બીજી ઇન્ડિયા-કેરિકોમ સમિટનું આયોજન કરવાની મને અત્યંત ખુશી છે. હું કેરિકોમ (CARICOM) પરિવારના તમામ સભ્યોને હાર્દિક આવકાર આપું છું અને આ સમિટના ઉત્કૃષ્ટ આયોજન માટે રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો ખાસ કરીને આભાર માનું છું.બીજું ભારત-કારિકોમ શિખર સંમેલન
November 21st, 02:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી અને કેરિકોમના હાલના અધ્યક્ષ મહામહિમ શ્રી ડિકોન મિશેલે, 20 નવેમ્બર, 2024ના રોજ જ્યોર્જટાઉનમાં આયોજિત બીજા ભારત-કારિકોમ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ ગયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ઇરફાન અલીનો આ શિખર સંમેલનના ભવ્ય આયોજન માટે આભાર માન્યો હતો. સૌપ્રથમ ઇન્ડિયા-કેરિકોમ સમિટ વર્ષ 2019માં ન્યૂયોર્કમાં યોજાઈ હતી. આ શિખર સંમેલનમાં ગુયાનાના પ્રમુખ અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી ઉપરાંત નીચેની બાબતો સામેલ થઈ હતી.નિષ્કર્ષની યાદીઃ જમૈકાના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. એન્ડ્રુ હોલનેસની ભારતની સત્તાવાર મુલાકાત (30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, 2024)
October 01st, 12:30 pm
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય મારફતે કાર્યરત પ્રજાસત્તાક ભારતની સરકાર અને જમૈકા સરકાર વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ), જે નાણાકીય સર્વસમાવેશકતા અને સામાજિક અને આર્થિક પરિવર્તનને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે સફળ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા જમૈકાનાં પ્રધાનમંત્રી કાર્યાલય મારફતે કામ કરે છેજમૈકાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
October 01st, 12:00 pm
ભારત અને જમૈકાના સંબંધોના મૂળમાં આપણા સહિયારા ઇતિહાસ, સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેનાં મજબૂત સંબંધો રહેલાં છે. આપણી ભાગીદારીની લાક્ષણિકતા ચાર 'સી' – કલ્ચર, ક્રિકેટ, કોમનવેલ્થ અને કેરિકોમ (CARICOM) છે. આજની બેઠકમાં અમે તમામ ક્ષેત્રોમાં અમારા સહકારને મજબૂત કરવા ચર્ચા કરી હતી અને કેટલીક નવી પહેલોની ઓળખ કરી હતી. ભારત અને જમૈકા વચ્ચે વેપાર અને રોકાણ વધી રહ્યાં છે. જમૈકાની વિકાસ યાત્રામાં ભારત હંમેશા વિશ્વસનીય અને પ્રતિબદ્ધ વિકાસનું ભાગીદાર રહ્યું છે. આ દિશામાં અમારા તમામ પ્રયાસો જમૈકાના લોકોની જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત છે. આઇટીઇસી અને આઇસીસીઆર શિષ્યાવૃત્તિઓ મારફતે અમે જમૈકાનાં લોકોનાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણમાં પ્રદાન કર્યું છે.ન્યુયોર્ક, યુએસએમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 22nd, 10:00 pm
હેલો યુ.એસ. , હવે આપણું નમસ્તે પણ બહુરાષ્ટ્રીય બની ગયું છે, સ્થાનિકથી વૈશ્વિક, અને તમે આ બધું કર્યું છે. દરેક ભારતીય જેણે ભારતને પોતાના હૃદયમાં રાખ્યું છે તેમણે કર્યું છે.પ્રધાનમંત્રીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
September 22nd, 09:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી.પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ શ્રી અંશુમાન ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 31st, 11:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ શ્રી અંશુમન ગાયકવાડના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પીએમએ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાના યોગદાનની પ્રશંસા કરી
June 30th, 07:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને વર્ષોથી રમતના વિવિધ વિભાગોમાં તેના પ્રદર્શન માટે બિરદાવ્યા હતા.પીએમ મોદીએ ટી-20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમને ફોન પર અભિનંદન પાઠવ્યા
June 30th, 02:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફોન પર વાત કરી હતી અને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ આ ટુર્નામેન્ટમાં ટીમના સભ્યો દ્વારા પ્રદર્શિત અનુકરણીય કૌશલ્ય અને જુસ્સાની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રીએ ટી-20 વિશ્વકપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા
June 29th, 11:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટી-20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ ક્રિકેટર મોહમ્મદ શમીના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
February 27th, 12:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રિકેટર મોહમ્મદ શમીના ઝડપી સ્વસ્થ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી છે.મન કી બાત, ડિસેમ્બર 2023
December 31st, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' અર્થાત્ તમારી સાથે મળવાનો એક શુભ અવસર, અને પોતાના પરિવારજનોને જ્યારે મળીએ તો, કેટલું સુખદ હોય છે, કેટલું સંતોષજનક હોય છે ! 'મન કી બાત' દ્વારા તમને મળીને, હું, આવી અનુભૂતિ કરું છુ અને આજે તો આપણી સંયુક્ત યાત્રાનો આ 108મો એપિસૉડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ, તેની પવિત્રતા, એક ગહન અધ્યયનનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ, 108નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી 'મન કી બાત'નો આ 108મો એપિસૉડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે. આ 108 એપિસૉડમાં આપણે જનભાગીદારીનાં અનેક ઉદાહરણ જોયાં છે. તેમાંથી પ્રેરણા મેળવી છે. હવે આ પડાવ પર પહોંચ્યા પછી, આપણે નવી રીતે, નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે, વધવાનો સંકલ્પ લેવાનો છે. અને તે કેટલો સુખદ સંયોગ છે કે કાલનો સૂર્યોદય, 2024નો પ્રથમ સૂર્યોદય હશે- આપણે વર્ષ 2024માં પ્રવેશ કરી ચૂક્યા હોઈશું. તમને સહુને 2024ની ખૂબ ખૂબ શુભકામના.પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી
December 24th, 07:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરનાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિમંડળ સાથે તેમનાં નિવાસ સ્થાને 7, લોક કલ્યાણ માર્ગ પર વાતચીત કરી હતી. જમ્મુ અને કાશ્મીરનાં તમામ જિલ્લાઓમાંથી આશરે 250 વિદ્યાર્થીઓએ ફ્રીવ્હિલિંગ અને અનૌપચારિક વાતચીતમાં ભાગ લીધો હતો.