સરકારે નિકાસકારો તેમજ બેંકોને સહકાર આપવા માટે 5 વર્ષમાં ECGC લિમિટેડમાં રૂ. 4,400 કરોડના રોકાણને મંજૂરી આપી

September 29th, 04:18 pm

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં સરકારે નિકાસ ક્ષેત્રને વધારે વેગવાન બનાવવા માટે સંખ્યાબંધ પગલાં લીધા છે. આ પ્રયાસોને આગળ ધપાવતા સરકારે આજે, ECGC લિમિટેડ (અગાઉ ભારતીય નિકાસ ધીરાણ બાંયધરી નિગમ લિમિટેડ તરીકે ઓળખાતી હતી)માં વધુ રૂપિયા 4,400 કરોડના મૂડી ઉમેરાની મંજૂરી આપી દીધી છે. આવનારા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે, નાણાકીય વર્ષ 2021-2022થી નાણાકીય વર્ષ 2025-2026 સુધીમાં આ મૂડી ઉમેરો કરવામાં આવશે. મંજૂરી આપવામાં આવેલા મૂડી ઉમેરાની સાથે સાથે, ઇનિશિઅલ પબ્લિક ઓફર (IPO)ના માધ્યમથી ECGCની લિસ્ટિંગની પ્રક્રિયા સાથે યોગ્ય તાલમેલ બેસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાથી તેના કારણે નિકાસને વધારે સહકાર આપવા માટે ECGCની સ્વીકૃત ક્ષમતામાં વધારો થશે.

3 Is – ઇન્સેન્ટીવઝ,ઈમેજીનેશન અને ઇન્સ્ટીટ્યુશન બિલ્ડીંગ એ જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રના સફળતાના મંત્રો છે: વડાપ્રધાન

April 09th, 09:57 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝીસ (CPSEs)ના વરિષ્ઠ અધિકારીઓ અને ટોચના મંત્રાલય અધિકારીઓને વિજ્ઞાન ભવન ખાતે CPSE કોન્કલેવમાં સંબોધિત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ ‘સીપીએસઈ સંમેલન’ને સંબોધન કર્યું

April 09th, 07:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં આયોજિત ‘સીપીએસઈ સંમેલન’માં હાજરી આપી હતી.

સોશિયલ મીડિયા કોર્નર 9 એપ્રિલ 2018

April 09th, 07:38 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પ્રધાનમંત્રી આવતીકાલે વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના એકમોની સભાને સંબોધન કરશે

April 08th, 03:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 એપ્રિલ, 2018 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના એકમોની સભામાં હાજરી આપશે.