India is not a follower but a first mover: PM Modi in Bengaluru
April 20th, 04:00 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.PM Modi addresses public meetings in Chikkaballapur & Bengaluru, Karnataka
April 20th, 03:45 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Chikkaballapur and Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.શ્રીલંકા અને મોરેશિયસમાં યૂપીઆઈ સેવાઓના લોન્ચ પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ
February 12th, 01:30 pm
મહામહિમ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેજી, તમારા મહામહિમ પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથજી, ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકરજી, શ્રીલંકા, મોરેશિયસ અને ભારતની સેન્ટ્રલ બેંકોના ગવર્નરો અને આજના આ મહત્વપૂર્ણ સમારોહ સાથે સંકળાયેલા તમામ સાથીદારો!પ્રધાનમંત્રીએ મોરેશિયસનાં પ્રધાનમંત્રી અને શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ સાથે સંયુક્તપણે યુપીઆઈ સેવાઓનું ઉદઘાટન કર્યું
February 12th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિન્દ જગન્નાથ સાથે સંયુક્તપણે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો.G20 ડિજિટલ અર્થતંત્ર મંત્રી સ્તરીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ આપેલા વીડિયો સંદેશનો મૂળપાઠ
August 19th, 11:05 am
છેલ્લાં નવ વર્ષમાં ભારતનું ડિજિટલ પરિવર્તન અભૂતપૂર્વ રહ્યું છે. આ બધું જ 2015માં શરૂ કરવામાં આવેલી અમારી ડિજિટલ ઇન્ડિયા પહેલ સાથે શરૂ થયું હતું. આવિષ્કારમાં અમારા અડગ વિશ્વાસ દ્વારા તે સંચાલિત છે. તે ઝડપી અમલીકરણ માટેની અમારી પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત છે. અને, તે કોઇને પાછળ ન રાખીને સર્વસમાવેશીતાની અમારી ભાવનાથી પ્રેરિત છે. આ પરિવર્તનની વ્યાપકતા, ઝડપ અને અવકાશ કલ્પના બહારના છે. આજે, ભારતમાં 850 મિલિયન કરતાં વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે, જે વિશ્વમાં સૌથી સસ્તા ડેટા ખર્ચનો આનંદ માણી રહ્યાં છે. અમે શાસનને વધુ કાર્યક્ષમ, સમાવેશી, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેક્નોલોજીનો લાભ લીધો છે. અમારું અનન્ય ડિજિટલ ઓળખ પ્લેટફોર્મ, આધાર, અમારા 1.3 અબજ કરતાં વધુ લોકોને આવરી લે છે. અમે ભારતમાં નાણાકીય સમાવેશીતામાં ક્રાંતિ લાવવા માટે JAM ટ્રિનિટી - જન ધન બેંક ખાતા, આધાર અને મોબાઇલની શક્તિનો ઉપયોગ કર્યો છે. અમારી ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ, UPI પર દર મહિને, લગભગ 10 અબજ લેવડદેવડો થાય છે. વાસ્તવિક સમયમાં સમગ્ર વિશ્વમાં થતી કુલ ચુકવણીઓમાંથી 45%થી વધુ ચુકવણીઓ ભારતમાં જ થાય છે. સરકારી સહાય તરીકે આપવામાં આવતા ડાયરેક્ટ બેનિફિટ્સ ટ્રાન્સફરમાં રહેલા લિકેજને દૂર કરવામાં આવી રહ્યા છે, અને 33 બિલિયન ડૉલરથી વધુની બચત થઇ શકી છે. CoWIN (કો-વિન) પોર્ટલે ભારતના કોવિડ રસીકરણ અભિયાનને સમર્થન આપ્યું છે. ડિજિટલ રીતે ચકાસણી કરી શકાય તેવા પ્રમાણપત્રોની સાથે સાથે આ પોર્ટલે 2 અબજથી વધુ રસીના ડોઝની આપવામાં મદદ કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સનું મેપિંગ કરવા માટે ગતિ-શક્તિ પ્લેટફોર્મ દ્વારા ટેકનોલોજી અને સ્પેટિઅલ પ્લાનિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આનથી આયોજન, ખર્ચમાં ઘટાડો અને ડિલિવરીની ઝડપમાં વૃદ્ધિ કરવામાં મદદ મળે છે. અમારું ઑનલાઇન જાહેર ખરીદી પ્લેટફોર્મ- સરકારી ઇ-માર્કેટપ્લેસ- આવાથી પ્રક્રિયામાં પારદર્શિતા અને પ્રામાણિકતા આવી છે. ડિજિટલ કોમર્સ માટેના ઓપન નેટવર્કથી ઇ-કોમર્સનું લોકશાહીકરણ થઇ રહ્યું છે. સંપૂર્ણ ડિજિટાઇઝ્ડ કરવેરા વ્યવસ્થાતંત્ર પારદર્શિતા અને ઇ-ગવર્નન્સને પ્રોત્સાહન આપી રહ્યું છે. અમે AI-સંચાલિત ભાષા અનુવાદ પ્લેટફોર્મ ભાષિની બનાવી રહ્યા છીએ. તેનાથી ભારતની તમામ વિવિધ ભાષાઓમાં ડિજિટલ સમાવેશીતાને સમર્થન મળશે.પ્રધાનમંત્રીએ જી20 ડિજિટલ અર્થતંત્ર મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું
August 19th, 09:00 am
સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ વિજ્ઞાન, ટેક્નૉલોજીનું ઘર અને ઉદ્યોગસાહસિકતાની ભાવના ધરાવતાં બેંગલુરુ શહેરમાં મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે, ડિજિટલ અર્થતંત્રની ચર્ચા કરવા માટે આનાથી શ્રેષ્ઠ સ્થળ અન્ય કોઈ ન હોઈ શકે.જી20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
August 18th, 02:15 pm
ગાંધીજીએ આરોગ્યને એટલો મહત્ત્વનો મુદ્દો માન્યો કે તેમણે આ વિષય પર ''કી ટુ હેલ્થ'' નામનું પુસ્તક લખ્યું. તેમણે કહ્યું હતું કે, સ્વસ્થ હોવું એટલે વ્યક્તિનાં મન અને શરીર સંવાદિતા અને સંતુલનની સ્થિતિમાં હોય. ખરેખર, આરોગ્ય એ જીવનનો પાયો છે. ભારતમાં સંસ્કૃતમાં આપણી એક કહેવત છે :પ્રધાનમંત્રી શ્રીએ જી20 આરોગ્ય મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું
August 18th, 01:52 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતમાં હેલ્થકેર ક્ષેત્ર સાથે સંકળાયેલા 2.1 મિલિયન ડૉક્ટર્સ, 35 લાખ નર્સો, 1.3 મિલિયન પેરામેડિક્સ, 1.6 મિલિયન ફાર્માસિસ્ટ્સ અને લાખો અન્ય લોકો વતી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.પ્રધાનમંત્રી બિલ ગેટ્સને મળ્યા
March 04th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં શ્રી બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી.'ટેક્નૉલોજીનો ઉપયોગ કરીને ઈઝ ઑફ લિવિંગ-જીવન જીવવાની સરળતા' વિષય પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 28th, 10:05 am
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર આજના બજેટ વેબિનારનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે. 21મી સદીનું બદલાતું ભારત પોતાના નાગરિકોને ટેક્નૉલોજીની તાકાતથી સતત નાગરિકોને સશક્ત બનાવી રહ્યું છે. વીતેલાં વર્ષોમાં, અમારી સરકારનાં દરેક બજેટમાં, ટેક્નૉલોજીની મદદથી દેશવાસીઓની ઈઝ ઑફ લિવિંગ- જીવન જીવવાની સરળતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં પણ ટેક્નૉલોજીને પરંતુ સાથે સાથે માનવીય સ્પર્શને પણ પ્રાધાન્ય આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે.પ્રધાનમંત્રીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજાયેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન કર્યું
February 28th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ પાંચમો વેબિનાર યોજાયો હતો.લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને પ્રધાનમંત્રીના જવાબનો મૂળપાઠ
February 08th, 04:00 pm
સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિજીનાં સંબોધન માટે તેમનો આભાર માનું છું અને તે મારું સૌભાગ્ય રહ્યું છે કે મને અગાઉ પણ ઘણી વખત રાષ્ટ્રપતિનાં સંબોધન પર તેમનો આભાર માનવાની તક મળી છે. પરંતુ આ વખતે ધન્યવાદની સાથે-સાથે હું રાષ્ટ્રપતિ મહોદયાજીને અભિનંદન પણ આપવા માગું છું. પોતાનાં દૂરંદેશી ભાષણમાં રાષ્ટ્રપતિજીએ આપણને સૌને અને કરોડો દેશવાસીઓને માર્ગદર્શન આપ્યું છે. પ્રજાસત્તાકનાં વડાં તરીકે તેમની હાજરી ઐતિહાસિક પણ છે અને દેશની કરોડો બહેનો અને દીકરીઓ માટે મહાન પ્રેરણાની તક પણ છે.લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને પ્રધાનમંત્રીનો જવાબ
February 08th, 03:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંસદને રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો.કેરળના લોકો હવે ભાજપને નવી આશા તરીકે જોઈ રહ્યા છેઃ પીએમ મોદી
September 01st, 04:31 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ઓણમના અવસર પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવીને કરી, પીએમ મોદીએ કહ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ઓણમના ખાસ અવસર પર કેરળ આવ્યો છું. આપ સૌને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”પ્રધાનમંત્રી મોદીએ કેરળના કોચીમાં જનસભાને સંબોધિત કરી
September 01st, 04:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ઓણમના અવસર પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવીને કરી, પીએમ મોદીએ કહ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ઓણમના ખાસ અવસર પર કેરળ આવ્યો છું. આપ સૌને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”ગાંધીનગર, ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ 2022 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 04th, 10:57 pm
નમસ્તે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી રાજીવ ચંદ્રશેખરજી, અલગ અલગ રાજ્યો સાથે સંકળાયેલા તમામ પ્રતિનિધિ, ડિજિટલ ઇન્ડિયાના તમામ લાભાર્થી, સ્ટાર્ટ અપ્સ અને ઇન્ડસ્ટ્રી સાથે સકળાયેલા તમામ સાથીઓ, નિષ્ણાતો, એકેડમીડિશિયન, સંશોધકો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું
July 04th, 04:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું હતું, જેની થીમ ‘Catalyzing New India’s Techade’ છે. કાર્યક્રમ દરમિયાન, તેમણે ટેકનોલોજીની સુલભતા વધારવા, જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી બહુવિધ ડિજિટલ પહેલ પણ શરૂ કરી હતી. તેમણે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (C2S) પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી 30 સંસ્થાઓના પ્રથમ સમૂહની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ અને આ ક્ષેત્રના અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 4 જુલાઈએ ભીમાવરમ અને ગાંધીનગરની મુલાકાત લેશે
July 01st, 12:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4મી જુલાઈ, 2022ના રોજ ભીમાવરમ, આંધ્રપ્રદેશ અને ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે. સવારે 11 વાગ્યે, પ્રધાનમંત્રી ભીમાવરમમાં સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભરની 125મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરશે. ત્યારપછી સાંજે 4:30 વાગ્યે પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કરશે.વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીના ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ સંબોધનનો મૂળપાઠ
January 17th, 08:31 pm
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એકત્ર થયેલા દુનિયાભરના દિગ્ગજોને, હું 130 કરોડ ભારતીયો વતી અભિનંદન પાઠવું છું. આજે જ્યારે હું આપ સૌની સાથે વાત કરી રહ્યો છું, ત્યારે ભારત કોરોનાની વધુ એક લહેરનો તકેદારી અને સાવધાનીપૂર્વક સામનો કરી રહ્યું છે. સાથે જ, ભારત આર્થિક ક્ષેત્રમાં પણ કેટલાય નવા આશાસ્પદ પરિણામો સાથે આગળ વધી રહ્યું છે. ભારતમાં આજે પોતાની આઝાદીના 75 વર્ષની ઉજવણીનો ઉત્સાહ પણ છે અને ભારત માત્ર એક વર્ષમાં જ 160 કરોડ કોરોનાની રસીના ડોઝ આપવાના આત્મવિશ્વાસથી પણ છલકાઇ રહ્યું છે.PM Modi's remarks at World Economic Forum, Davos 2022
January 17th, 08:30 pm
PM Modi addressed the World Economic Forum's Davos Agenda via video conferencing. PM Modi said, The entrepreneurship spirit that Indians have, the ability to adopt new technology, can give new energy to each of our global partners. That's why this is the best time to invest in India.