ઉત્તર- પૂર્વનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીની ચર્ચાનો મૂળપાઠ
July 13th, 03:53 pm
આપ સૌને નમસ્કાર ! સૌ પ્રથમ તો કેટલાક નવી જવાબદારી સંભાળનારા લોકો છે તો હું તેમનો પરિચય કરાવી દઉ કે જેથી આપને પણ સુગમતા રહેશે.શ્રીમાન મનસુખ ભાઈ માંડવિયા, તે હવે આપણા નવા આરોગ્ય મંત્રી બન્યા છે. તેમની સાથે તેમની સાથે રાજય મંત્રી તરીકે ડો. ભારતી પવારજી પણ બેઠાં છે. બે અન્ય લોકો પણ છે, કે જેમની સાથે તમારે નિયમિત સંબંધ રહેવાનો છે અને તે ઉત્તર- પૂર્વ વિસ્તાર મંત્રાલયના નવા મંત્રી શ્રીમાન જી. કિશન રેડ્ડીજી અને તેમની સાથે રાજ્ય મંત્રી બેઠેલા છે તે શ્રીમાન બી. એલ. વર્માજી છે. આ પરિચય પણ આપ સૌ માટે જરૂરી છે.કોવિડ-19ની પરિસ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ ઇશાન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા કરી
July 13th, 01:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ની પરિસ્થિતિને અનુલક્ષીને ઇશાનના (ઉત્તર–પૂર્વ) રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા હાથ ધરી હતી. આ મંત્રણામાં નાગાલેન્ડ, ત્રિપૂરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મણીપુર અને આસામના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીઓએ કોવિડની મહામારી સામે સમયસર પગલાં ભરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે ઇશાનના રાજ્યો પ્રત્યે ખાસ દરકાર લેવા તથા ચિંતા દાખવવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીઓ ઉપરાંત ગૃહ, સંરક્ષણ, આરોગ્ય મંત્રાલયના કેન્દ્રીય મંત્રીઓ, દાતાઓ અને અન્ય મંત્રી પણ આ મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ દેશભરમાં ઓક્સિજન પુરવઠો વધારવાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
July 09th, 01:10 pm
અધિકારીઓએ પ્રધાનમંત્રીને દેશભરમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવાની પ્રગતિ વિશે માહિતી આપી. દેશભરમાં ૧00૦૦થી વધુ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ આવી રહ્યા છે, જેમાં પીએમ કેર તેમજ વિવિધ મંત્રાલયો અને પીએસયુનું યોગદાન શામેલ છે.સુપાત્ર આગેવાનો અને યોધ્ધાઓનુ સન્માન થતું ના હોય તેવી ઈતિહાસની ભૂલો અમે સુધારી રહ્યા છીએ : પ્રધાનમંત્રી
February 16th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે આપણે જ્યારે દેશની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણા ઐતિહાસિક વીર પુરૂષો અને વીરાંગનાઓએ દેશને આપેલું અપાર યોગદાન ભૂલાય નહીં તે ઘણું મહત્વનું બની રહે છે. તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો કે જે લોકોએ પોતાનું સર્વસ્વ ભારત અને ભારતીયતા માટે સમર્પિત કરી દીધું તેમને ઈતિહાસનાં પુસ્તકોમાં યોગ્ય સ્થાન મળ્યું નથી. ભારતમાં ઈતિહાસ સર્જનારા લોકોને ઈતિહાસ લેખકો તરફથી થયેલો આ અન્યાય અને ક્ષતિઓ આપણે જ્યારે આપણી આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે તેમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમના યોગદાનને યાદ કરવું તે આ તબક્કે ખૂબ જ મહત્વનું બની રહે છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સ મારફતે ઉત્તર પ્રદેશમાં બહેરાઈચ ખાતે મહારાજા સુહેલ દેવ સ્મારક અને વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યા પછી તેમણે વાત કરતાં આજે આ મુજબ જણાવ્યું હતું.ઉત્તર પ્રદેશમાં બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ મેમોરિયલના શિલાન્યાસ અને ચિતૌરા લેકના વિકાસ કાર્યના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના ઉદબોધનનો મૂળપાઠ
February 16th, 11:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો
February 16th, 11:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.2% Interest Subvention approved on prompt repayment of Shishu Loans under Pradhan Mantri MUDRA Yojana for a period of 12 months
June 24th, 04:02 pm
Union Cabinet chaired by PM Narendra Modi approved a scheme for interest subvention of 2% for a period of 12 months, to all Shishu loan accounts under Pradhan Mantri Mudra Yojana (PMMY) to eligible borrowers. The scheme will help small businesses brace the disruption caused due to COVID-19.