ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાની માન્યતા બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ સ્કોટ મોરિસનનો આભાર માન્યો
November 01st, 10:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની કોવેક્સિનને ઓસ્ટ્રેલિયા દ્વારા માન્યતા આપવા બદલ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ સ્કોટ મોરિસનનો આભાર માન્યો છે.દરેકને રસી લેવી પડશે અને સંપૂર્ણ કાળજી લેવી પડશે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
April 25th, 11:30 am
સાથીઓ, વિતેલા દિવસોમાં આ સંકટ સાથે લડવા માટે, મારી અલગ અલગ સેક્ટરના એક્સપર્ટ્સ સાથે, તજજ્ઞો સાથે લાંબી ચર્ચા થઈ છે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રીના લોકો હોય, વેક્સિન મેન્યુફેક્ચરર્સ હોય, ઓક્સિજનના પ્રોડક્શન સાથે જોડાયેલા લોકો હોય કે પછી મેડિકલ ફિલ્ડના જાણકાર, તેમણે પોતાના મહત્વપૂર્ણ સૂચનો સરકારને આપ્યા છે. આ સમયમાં, આપણે આ લડાઈને જીતવા માટે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિક સલાહને પ્રાથમિકતા આપવાની છે. રાજ્ય સરકારના પ્રયત્નોને આગળ વધારવામાં, ભારત સરકાર પૂર્ણ ક્ષમતા સાથે જોડાઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ તેમની જવાબદારી નિભાવવાની પૂરી કોશિશ કરી રહી છે.પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને કોવિડ-19 રસીકરણની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી
January 09th, 05:42 pm
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના રસીકરણ માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, આરોગ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા