ગુજરાતમાં 11મા ખેલ મહાકુંભના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 06:40 pm
ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, અહિંના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી, સંસદમાં મારા સાથી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર પાટીલજી, ગુજરાત સરકારમાં ખેલ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીજી, સંસદમાં મારા સહયોગી શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરિ અમીન અને અમદાવાદના મેયર ભાઈ શ્રી કિટીટકુમાર પરમારજી, અન્ય મહાનુભવો અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મારા યુવા દોસ્તો!પ્રધાનમંત્રીએ 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી
March 12th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.100 કરોડ રસી ડોઝ પછી, ભારત નવા ઉત્સાહ અને ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 24th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, તમને સહુને નમસ્કાર. કોટિ-કોટિ નમસ્કાર. અને હું કોટિ-કોટિ નમસ્કાર એટલા માટે પણ કહી રહ્યો છું કે સો કરોડ રસીના ડૉઝ પછી આજે દેશ નવા ઉત્સાહ, નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણા રસીકરણના કાર્યક્રમની સફળતા, ભારતના સામર્થ્યને દર્શાવે છે. સહુના પ્રયાસના મંત્રની શક્તિને દર્શાવે છે.આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થી અને સહયોગીઓ સાથેના સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
October 23rd, 11:01 am
आत्मनिर्भर भारताचे सपन, स्वयंपूर्ण गोवा येव-जणे-तल्येन, साकार करपी गोयकारांक येवकार। तुमच्या-सारख्या, धड-पड-करपी, लोकांक लागून, गोंय राज्याचो गरजो, गोयांतच भागपाक सुरू जाल्यात, ही खोशयेची गजाल आसा।પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિતધારકો સાથે વાર્તાલાપ કર્યો
October 23rd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને કરેલા સંબોધનનો મૂળપાઠ
October 22nd, 10:02 am
100 કરોડ રસીને ડોઝ એ માત્ર એક આંકડો જ નથી, તે દેશના સામર્થ્યનું પ્રતિબિંબ છે. ઈતિહાસના નવા પ્રકરણની રચના છે. તે એવા નવા ભારતની તસવીર છે કે જે આકરાં લક્ષ્ય નિર્ધારિત કરીને તેને હાંસલ કરવાનું જાણે છે. આ એ નવા ભારતની તસવીર છે કે જે પોતાના સંકલ્પોની સિધ્ધિ માટે પરિશ્રમની પરાકાષ્ઠા સુધી પહોંચે છે.100 કરોડ રસીકરણનું સીમાચિહ્ન પાર પડતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું
October 22nd, 10:00 am
100 કરોડ રસીકરણનું સીમાચિહ્ન પાર પડવા અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ 100 કરોડ રસીકરણ પાર કરવા બદલ ડોકટરો અને નર્સોનો આભાર વ્યક્ત કર્યો
October 21st, 11:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોકટરો, નર્સો અને એ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો કે જેઓએ 100 કરોડ રસીકરણ પાર કરવા માટે કામ કર્યું.28મા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) સ્થાપના દિવસ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 12th, 11:09 am
આપ સૌને નવરાત્રીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ! કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના ચેરપર્સન જસ્ટિસ શ્રી અરુણ કુમાર મિશ્રાજી, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયજી, માનવ અધિકાર આયોગના અન્ય સન્માનિત સભ્યગણ, રાજ્ય માનવ અધિકાર આયોગોના તમામ અધ્યક્ષ ગણ, ઉપસ્થિત સર્વોચ્ચ અદાલતના તમામ માન્ય આદરણીય ન્યાયાધીશ મહોદય, સભ્યગણ, યુએન સંસ્થાના તમામ પ્રતિનિધિ, સિવિલ સોસાયટી સાથે જોડાયેલ સાથીઓ, અન્ય તમામ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ 28મા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC)ના સ્થાપના દિવસ કાર્યક્રમમાં સહભાગી થયા
October 12th, 11:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 28મા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના પરામર્શનો મૂળપાઠ
September 18th, 10:31 am
ગોવાના ઉર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી ગોવાના સપૂત શ્રીપાદ નાયકજી, કેન્દ્ર સરકારના મંત્રી પરિષદના મારાં સાથી ડોકટર ભારતી પવારજી ગોવાના તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અન્ય લોક પ્રતિનિધિઓ, તમામ કોરોના વૉરિયર, ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
September 18th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં પુખ્ત વયના લોકોની વસ્તીમાં તમામ 100% લોકોને કોવિડ-19ના રસીના પ્રથમ ડોઝ હેઠળ આવરી લેવાની સિદ્ધિના પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગોવાના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ-19 વિરોધી રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.પ્રધાનમંત્રી 18 સપ્ટેમ્બરના રોજ ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
September 17th, 04:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવામાં પુખ્ત વસ્તી માટે 100% પ્રથમ ડોઝ કવરેજ પૂર્ણ કરવા નિમિત્તે આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.હિમાચલ પ્રદેશમાં આરોગ્ય કર્મચારીઓ અને કોવિડ રસીના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલ સંવાદનો મૂળપાઠ
September 06th, 11:01 am
હિમાચલ પ્રદેશે આજે એક પ્રધાન સેવક તરીકે જ નહિ પરંતુ એક પરિવારના સભ્ય તરીકે પણ મને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કર્યો છે. મેં નાની નાની સુવિધાઓ માટે સંઘર્ષ કરતા હિમાચલને પણ જોયું છે અને આજે વિકાસની ગાથાને લખી રહેલા હિમાચલને પણ જોઈ રહ્યો છું. આ બધુ જ દેવી દેવતાઓના આશીર્વાદ વડે, હિમાચલ સરકારની કર્મ કુશળતા દ્વારા અને હિમાચલનાં જન-જનની જાગૃતિ વડે જ સંભવ થઈ શક્યું છે. હું ફરી એકવાર જેમની જેમની સાથે મને વાતચીત કરવાનો અવસર મળ્યો અને જે રીતે બધાએ વાતો કરી તેના માટે હું તેમનો તો આભાર વ્યક્ત કરું છું. હું સંપૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કરું છું. હિમાચલે એક ટીમના રૂપમાં કામ કરીને અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!!પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
September 06th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હિમાચલ પ્રદેશના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણના લાભાર્થીઓ સાથે રસીકરણ કાર્યક્રમમાં સંવાદ કર્યો હતો. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, શ્રી અનુરાગસિંહ ઠાકુર, સાંસદો, ધારાસભ્યો, પંચાયતના નેતાઓ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
July 31st, 11:02 am
શ્રેયા ગુપ્તા: જય હિન્દ શ્રીમાન! હું શ્રેયા ગુપ્તા ભારતીય પોલીસ સેવાના 2019 બૅચની પ્રોબેશનર અધિકારી છું. હું મૂળ દિલ્હીની છું અને મને તમિલનાડુ કૅડર ફાળવવામાં આવી છે. મહોદય, સર્વ પ્રથમ પ્રશિક્ષિત અધિકારીઓની સાથે સંવાદના આ કાર્યક્રમમાં હું આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. આ સંવાદ કાર્યક્રમને આગળ વધારતા હું મારા સાથી શ્રી અનુજ પાલીવાલને આમંત્રિત કરું છું કે તેઓ પોતાનો પરિચય આપીને આપ સાથે સંવાદ શરૂ કરે.સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને પ્રધાનમંત્રીએ આપેલા પ્રવચનનો મૂળપાઠ
July 31st, 11:01 am
તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીત
July 31st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન પ્રોબેશનર્સ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.કોવિડ-19 અગ્રહરોળના કાર્યકરો માટેના કસ્ટમાઈઝ ક્રેશ કોર્સ પ્રોગ્રામના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 18th, 09:45 am
કોરોના વિરૂધ્ધના મહાયુધ્ધમાં આજે એક મહત્વના અભિયાનના આગળના ચરણનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર દરમ્યાન દેશમાં હજારો પ્રોફેશનલ્સ કૌશલ્ય વિકાસના અભિયાન સાથે જોડાયા. આ પ્રયાસને કારણે દેશમાં કોરોના સામે મુકાબલા કરવામાં દેશને મોટી તાકાત મળી. હવે કોરોનાની બીજી લહેર પછી, જે અનુભવો મળ્યા છે, તે અનુભવો આજના આ કાર્યક્રમનો મુખ્ય આધાર બન્યા છે. કોરોનાની બીજી લહેરમાં આપણા લોકોએ જોયું કે કોરોના વાયરસનું બદલાવુ અને વારંવાર સ્વરૂપ બદલવું તે આપણી સામે કેવા પ્રકારના પડકારો લાવી શકે છે. આ વાયરસ આપણી વચ્ચે હાલમાં પણ છે જ, અને જ્યાં સુધી એ છે, ત્યાં સુધી એના મ્યુટન્ટ હોવાની સંભાવના પણ રહે છે ત્યાં સુધી આપણે દરેક ઈલાજ, દરેક સાવધાની સાથે આવનારા પડકારોનો સામનો કરવા માટે દેશની તૈયારીઓને વધુ વધારવાની રહેશે. આ લક્ષ્ય સાથે આજે દેશમાં 1 લાખથી પણ વધુ કોરોના અગ્રહરોળના કાર્યકરો તૈયાર કરવાનુ મહા અભિયાન શરૂ થઈ રહ્યું છે.કોવિડ 19ના અગ્રહરોળના કાર્યકરો માટે પ્રધાનમંત્રીએ ‘કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો
June 18th, 09:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ‘ કસ્ટમાઈઝ્ડ કોર્સ પ્રોગ્રામ ફોર કોવિડ 19 ફ્રન્ટલાઇન વર્કર્સ’નો શુભારંભ કર્યો હતો. આ તાલીમ કાર્યક્રમ 26 રાજ્યોના 111 તાલીમ કેન્દ્રો દ્વારા ચલાવવામાં આવશે. આ પહેલ હેઠળ આશરે એક લાખ જેટલા કોવિડ-19 માટેના અગ્રહરોળના કાર્યકરો- ફ્રન્ટલાઇન વર્કર્સને તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે અને બીજા ઘણા કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મંત્રીઓ, નિષ્ણાતો અને અન્ય હિતધારકો પણ ઉપસ્થિત રહ્યા હતા.