વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 14th, 02:30 pm
વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં મુખ્ય ભાષણ આપવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. અને મને બીજી વખત આ સૌભાગ્ય મળી રહ્યું છે. આ આમંત્રણ અને ઉષ્માભર્યા સ્વાગત માટે હું મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ જીનો ખૂબ આભારી છું. હું મારા ભાઈ હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદનો પણ આભાર વ્યક્ત કરું છું. મને તાજેતરના સમયમાં ઘણી વખત તેમને મળવાની તક મળી છે. તેઓ માત્ર વિઝનના નેતા જ નહીં પણ સંકલ્પના નેતા અને પ્રતિબદ્ધતાના નેતા પણ છે.વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટ 2024માં પ્રધાનમંત્રીની સહભાગિતા
February 14th, 02:09 pm
મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ પ્રધાન અને દુબઈના શાસકના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરી 2024ના રોજ દુબઈમાં વિશ્વ સરકારોની સમિટમાં ગેસ્ટ ઑફ ઓનર તરીકે ભાગ લીધો હતો. તેમણે સમિટની થીમ - શેપિંગ ધ ફ્યુચર ગવર્મેન્ટ્સ પર વિશેષ મુખ્ય ભાષણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ 2018માં વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટમાં, ગેસ્ટ ઓફ ઓનર તરીકે પણ હાજરી આપી હતી. આ વખતે સમિટમાં 20 વિશ્વ નેતાઓની સહભાગિતા જોવા મળી હતી, જેમાં વૈશ્વિક મેળાવડામાં 10 રાષ્ટ્રપતિઓ અને 10 પ્રધાનમંત્રીઓ, 120થી વધુ દેશોની સરકારો અને પ્રતિનિધિઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું.ગુજરાતમાં ઇન્ફિનિટી ફોરમ 2.0ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
December 09th, 11:09 am
આજે સમગ્ર દુનિયા ભારત પાસેથી અપેક્ષા રાખીને બેઠી છે. અને આ બધું એમ જ નથી થઇ ગયું. આ ભારતની મજબૂત બની રહેલી અર્થવ્યવસ્થા અને છેલ્લાં 10 વર્ષમાં હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓનું પ્રતિબિંબ છે. આ સુધારાઓએ દેશનો આર્થિક પાયો મજબૂત બનાવ્યો છે. મહામારી દરમિયાન, જ્યારે મોટાભાગના દેશો માત્ર આર્થિક અને નાણાકીય રાહત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, ત્યારે અમે લાંબા ગાળાની વૃદ્ધિ અને આર્થિક સામર્થ્યના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.પ્રધાનમંત્રીએ ઇન્ફિનિટી ફોરમ 2.0માં સંબોધન કર્યું
December 09th, 10:40 am
પ્રધાનમંત્રીએ સંમેલનને સંબોધન કરતાં ડિસેમ્બર, 2021માં ઇન્ફિનિટી ફોરમની પ્રથમ એડિશનના આયોજન દરમિયાન મહામારીને કારણે વૈશ્વિક આર્થિક સ્થિતિની અનિશ્ચિતતાનો સામનો કરતી દુનિયાને યાદ કરી હતી. હજુ પણ આ ચિંતાજનક સ્થિતિનું સંપૂર્ણપણે સમાધાન થયું નથી એ બાબત પર ભાર મૂકીને અને ભૂરાજકીય તણાવો, ઊંચી મોંઘવારી અને ઋણનું ઊંચું સ્તરના પડકારનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ મજબૂતી અને પ્રગતિના પ્રતીક તરીકે ભારતના વિકાસ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારનાં સ્થિતિસંજોગોમાં ગિફ્ટ સિટીમાં આ પ્રકારની બેઠકનું આયોજન ગુજરાત માટે ગર્વની વાત છે અને તેના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જાય છે. પ્રધાનમંત્રીએ યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક સાંસ્કૃતિક વારસા અંતર્ગત ‘ગરબા’ને સામેલ કરવા પર ગુજરાતના લોકોને અભિનંદન આપવાની તક પણ ઝડપી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુજરાતની સફળતા રાષ્ટ્રની સફળતા છે.”પ્રધાનમંત્રીની સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સાથે બેઠક
December 01st, 07:55 pm
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાનને આગામી મહિને ભારતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ આપ્યું હતું.પ્રધાનમંત્રીનું COP-28 ખાતે લીડરશીપ ગ્રુપ ફોર ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન ઈવેન્ટમાં સંબોધન
December 01st, 07:29 pm
આપણે બધા એક સામાન્ય પ્રતિબદ્ધતા દ્વારા જોડાયેલા છીએ - ગ્લોબલ નેટ ઝીરો. નેટ ઝીરોના લક્ષ્યોને હાંસલ કરવા માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચેની ભાગીદારી જરૂરી છે. અને, ઔદ્યોગિક નવીનતા એ એક મહત્વપૂર્ણ ઉત્પ્રેરક છે. ગ્રહ સંક્રમણ માટે સલામત ભવિષ્ય માટે ઉદ્યોગ માટેનું નેતૃત્વ જૂથ , એટલે કે લીડ-આઈટી, સરકારો અને ઉદ્યોગો વચ્ચેની ભાગીદારીનું સફળ ઉદાહરણ છે.પ્રધાનમંત્રીનું COP-28 ખાતે 'ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ' પર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં સંબોધન
December 01st, 07:22 pm
આટલા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ તેમનું અહીં આવવું, અમારી સાથે થોડો સમય વિતાવવો અને તેમનો સહકાર મેળવવો એ પોતાનામાં જ મોટી વાત છે. UAE સાથે આ ઈવેન્ટનું સહ-આયોજન કરવાનો મને ઘણો આનંદ છે. આ પહેલમાં જોડાવા બદલ હું સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર-શોનનો પણ આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રી શ્રીની સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ સાથે બેઠક
December 01st, 06:45 pm
બંને નેતાઓએ આબોહવાની કામગીરી, આબોહવા ધિરાણ, ટેકનોલોજી અને સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીય શાસન અને નાણાકીય સંસ્થાઓમાં સુધારા સાથે સંબંધિત ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ અને ચિંતાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.COP-28ના HoS/HoGના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીનું વિશેષ સંબોધન
December 01st, 03:55 pm
ક્લાઈમેટ જસ્ટિસ, ક્લાઈમેટ ફાઈનાન્સ અને ગ્રીન ક્રેડિટ જેવા મેં જે મુદ્દા ઉઠાવ્યા છે તેને તમે સતત સમર્થન આપ્યું છે.PM Modi arrives in Dubai to attend the COP 28 Summit
November 30th, 11:30 pm
Prime Minister Narendra Modi arrived in Dubai to attend the COP 28 Summit. He will join special events including on climate finance, Green Credit initiative and LeadIT.