મૈસુરુમાં પ્રોજેક્ટ ટાઇગરનાં 50 વર્ષના સ્મૃતિ કાર્યક્રમનાં ઉદ્‌ઘાટન સત્ર પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

April 09th, 01:00 pm

સૌ પ્રથમ, હું તમારા બધાની માફી માગવા માગું છું કે હું સવારે 6 વાગ્યે નીકળ્યો હતો, મેં વિચાર્યું હતું કે હું સમયસર જંગલોનું ભ્રમણ કરીને પાછો આવી જઈશ, પરંતુ હું 1 કલાક મોડો હતો. આપ સૌએ રાહ જોવી પડી એ માટે હું આપ સૌની ક્ષમા માગું છું. મારી વાત, પહેલા તો આપણે જે વાઘની સંખ્યાના આંકડાને સ્પર્શ કર્યો છે, આપણે જે જોયું છે, આપણા આ પરિવારનો વિસ્તાર થઈ રહ્યો છે, તે એક ગર્વની ક્ષણ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે આ વાઘનાં સન્માનમાં તમારા સ્થાને ઊભા થઈને આપણે વાઘને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. આભાર!

પ્રધાનમંત્રીએ કર્ણાટકના મૈસુરમાં ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું

April 09th, 12:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન (IBCA)નો પણ પ્રારંભ કર્યો હતો. તેમણે ‘અમૃતકાળ વિઝન ફોર ટાઇગર કન્ઝર્વેશન’ પ્રકાશનોનું પણ વિમોચન કર્યું હતું જે વાઘના વન આરક્ષિત વિસ્તારોના સંચાલનની અસરકારકતાના મૂલ્યાંકનના 5મા રાઉન્ડનો સારાંશ અહેવાલ છે, તેમજ વાઘની સંખ્યા જાહેર કરી હતી અને ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન (5મો રાઉન્ડ)નો સારાંશ અહેવાલ પણ બહાર પાડ્યો. તેમણે પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગને અંકિત કરવા માટે એક સ્મૃતિ સિક્કો પણ બહાર પાડ્યો હતો.

ગુજરાતના ગાંધીનગરમાં સુઝુકીના 40 વર્ષની ઉજવણી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

August 28th, 08:06 pm

ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલજી, ઉપમુખ્યમંત્રી ભાઈ શ્રીકૃષ્ણ ચૌટાલાજી, સંસદમાં મારા સાથીદાર શ્રીમાન સી આર પાટિલ, સુઝુકી મોટર કોર્પોરેશનના વરિષ્ઠ પદાધિકારીઓ, ભારતમાં જાપાનના રાજદૂત, મારુતિ-સુઝુકીના વરિષ્ઠ અધિકારીઓ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ ભારતમાં સુઝુકીના આગમનના 40 વર્ષના સંભારણા નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં સંબોધન આપ્યું

August 28th, 05:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં સુઝુકી કંપનીના આગમનના સંભારણા નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતમાં જાપાનના રાજદૂત મહાનુભાવ શ્રી સતોશી સુઝુકી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદ સભ્ય શ્રી સી. આર. પાટીલ, રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલ, સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રી ઓ સુઝુકી, સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ શ્રી ટી સુઝુકી , અને મારુતિ-સુઝુકીના ચેરમેન શ્રી આર. સી. ભાર્ગવ ઉપસ્થિત હતા. હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફ્યુમિયો કિશિદાના વીડિયો સંદેશનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

રોટરી ઇન્ટરનેશનલ વર્લ્ડ કન્વેન્શનમાં પ્રધાનમંત્રીનું સંબોધન

June 05th, 09:46 pm

વિશ્વભરના રોટેરિયનોનો વિશાળ પરિવાર, પ્રિય મિત્રો, નમસ્તે! રોટરી ઇન્ટરનેશનલ કન્વેન્શનને સંબોધતા મને આનંદ થાય છે. આ વ્યાપની દરેક રોટરી સભા એક મિની-ગ્લોબલ એસેમ્બલી જેવી હોય છે. વિવિધતા અને જીવંતતા એમાં હોય છે. તમે બધા રોટેરિયનો તમારાં પોતાનાં ક્ષેત્રમાં સફળ છો. તેમ છતાં, તમે તમારી જાતને ફક્ત કામ કરવા માટે મર્યાદિત નથી કરી. આપણા ગ્રહને બહેતર બનાવવાની તમારી ઈચ્છા તમને આ પ્લેટફોર્મ પર એકસાથે લાવી છે. તે સફળતા અને સેવાનું સાચું મિશ્રણ છે.

પ્રધાનમંત્રીએ રોટરી ઇન્ટરનેશન વર્લ્ડ સંમેલનમાં સંબોધન કર્યું

June 05th, 09:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોટરી ઇન્ટરનેશનલ વર્લ્ડ સંમેલનમાં સંબોધન કર્યું હતું. રોટ્રીઅન્સને સફળતા અને સેવાનો સાચો સમન્વય ગણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આટલા મોટાપાયાના દરેક રોટરી સંમેલનો મિની-ગ્લોબલ એસેમ્બલી જેવા છે. તેમાં વિવિધતા અને જીવંતતા છે.”

લાઇફ મૂવમેન્ટના શુભારંભ વખતે પ્રધાનમંત્રીનાં પ્રવચનનો મૂળપાઠ

June 05th, 07:42 pm

આપણે હમણાં જ જેમનાં ઊંડા જ્ઞાનસભર મંતવ્યો સાંભળ્યા એ: યુએનઈપીનાં ગ્લોબલ હેડ મહામહિમ ઈન્ગર એન્ડરસન, UNDP ગ્લોબલ હેડ મહામહિમ અચીમ સ્ટેઈનર, મારા મિત્ર અને વર્લ્ડ બૅન્કના પ્રેસિડેન્ટ શ્રી ડેવિડ માલપાસ, લોર્ડ નિકોલસ સ્ટર્ન, શ્રી કાસ સનસ્ટીન, મારા મિત્ર શ્રી બિલ ગેટ્સ, શ્રી અનિલ દાસગુપ્તા, ભારતના પર્યાવરણ મંત્રી, શ્રી ભૂપેન્દર યાદવ,

PM launches global initiative ‘Lifestyle for the Environment- LiFE Movement’

June 05th, 07:41 pm

Prime Minister Narendra Modi launched a global initiative ‘Lifestyle for the Environment - LiFE Movement’. He said that the vision of LiFE was to live a lifestyle in tune with our planet and which does not harm it.

પ્રધાનમંત્રી શ્રી 5મી જૂને વૈશ્વિક પહેલ 'લાઇફ મૂવમેન્ટ' શરૂ કરશે

June 04th, 02:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જૂન 2022ના રોજ સાંજે 6 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈશ્વિક પહેલ ‘લાઇફસ્ટાઇલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (લાઇફ) મૂવમેન્ટ’ની શરૂઆત કરશે. આ લોન્ચિંગ 'લાઇફ ગ્લોબલ કૉલ ફોર પેપર્સ' શરૂ કરશે, જેમાં વિશ્વભરની વ્યક્તિઓ, સમુદાયો અને સંસ્થાઓને પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી અપનાવવા માટે પ્રભાવિત કરવા અને સમજાવવા માટે શિક્ષણવિદો, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ વગેરેના વિચારો અને સૂચનો આમંત્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મુખ્ય ભાષણ પણ આપશે.

ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

May 04th, 12:15 pm

ડિઝાસ્ટર રેઝિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરની આંતરરાષ્ટ્રીય પરિષદની ચોથી આવૃત્તિમાં તમારી સાથે જોડાઈને મને આનંદ થાય છે. શરૂઆતમાં, આપણે આપણી જાતને યાદ અપાવવી જોઈએ કે ટકાઉ વિકાસ લક્ષ્યોનું ગૌરવપૂર્ણ વચન કોઈને પાછળ ન છોડવાનું છે. તેથી જ, અમે સૌથી ગરીબ અને સૌથી વધુ નબળા લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે તેમની આકાંક્ષાઓને સાકાર કરવા માટે આગામી પેઢીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીને પ્રતિબદ્ધ રહીએ છીએ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર મૂડી અસ્કયામતો બનાવવા અને રોકાણ પર લાંબા ગાળાનું વળતર પેદા કરવા વિશે નથી. તે સંખ્યાઓ વિશે નથી, તે પૈસા વિશે નથી, તે લોકો વિશે છે. તે તેમને યોગ્ય રીતે ઉચ્ચ ગુણવત્તાની, ભરોસાપાત્ર અને ટકાઉ સેવાઓ પ્રદાન કરવા વિશે છે. કોઈપણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ વાર્તાના કેન્દ્રમાં લોકો હોવા જોઈએ. અને, આપણે ભારતમાં તે જ કરી રહ્યા છીએ. જેમ જેમ આપણે ભારતમાં મૂળભૂત સેવાઓની જોગવાઈઓને વધારીએ છીએ... શિક્ષણથી આરોગ્ય સુધી, પીવાના પાણીથી લઈને સ્વચ્છતા સુધી, વીજળીથી પરિવહન સુધી, અને ઘણું બધું, અમે આબોહવા પરિવર્તનનો પણ ખૂબ જ સીધી રીતે સામનો કર્યો છે. તેથી જ, COP-26માં, અમે અમારા વિકાસલક્ષી પ્રયાસોની સમાંતર 2070 સુધીમાં 'નેટ ઝીરો' પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

પ્રધાનમંત્રીએ આપત્તિ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદની ચોથી આવૃત્તિના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું

May 04th, 10:29 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો સંદેશ દ્વારા આપત્તિ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદની ચોથી આવૃત્તિના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. સત્રને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ સ્કોટ મોરિસન એમપી, ઘાનાના પ્રમુખ એચ.ઇ. નાના એડો ડાંકવા અકુફો-એડો, જાપાનના પ્રધાનમંત્રી માનનીય ફ્યુમિયો કિશિદા અને મેડાગાસ્કરના પ્રમુખ એચઇ એન્ડ્રી નિરીના રાજોએલીનાએ પણ સંબોધન કર્યું હતું.

ડેનમાર્કમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પત્રકારો સમક્ષ આપેલું નિવેદન

May 03rd, 07:11 pm

મહામહિમ પ્રધાનમંત્રી, મારું અને મારાં પ્રતિનિધિગણનું ડેનમાર્કમાં જે પ્રકારે શાનદાર સ્વાગત થયું અને અમારું આતિથ્ય કરવામાં આવ્યું તે બદલ, આપ સૌને અને આપની ટીમને હાર્દિક ધન્યવાદ. આપના સુંદર દેશમાં અમારી આ પહેલી યાત્રા છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મને ભારતમાં આપનું સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ બંને યાત્રાઓથી આપણે આપણા સંબંધોમાં નિકટતા લાવી શક્યા છીએ અને તેને ગતિશીલ બનાવી શક્યા છીએ. આપણા બંને દેશ લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદાના શાસન જેવા એક સરખા મૂલ્યો ધરાવે છે; સાથે જ આપણે બંનેની સંખ્યાબંધ પૂરક શક્તિઓ પણ છે.

છઠ્ઠા ભારત- જર્મની આંતર સરકારી વાર્તાલાપનું સંયુક્ત નિવેદન

May 02nd, 08:28 pm

આજે, સંઘીય જર્મની પ્રજાસત્તાક અને ભારત પ્રજાસત્તાકની સરકારોએ સંઘીય ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સહ-અધ્યક્ષતા હેઠળ આંતર-સરકારી વાર્તાલાપના છઠ્ઠા રાઉન્ડનું આયોજન કર્યું હતું. આ વાર્તાલાપમાં બંને નેતાઓ ઉપરાંત, બંને દેશોના મંત્રીઓ સહિતના બે પ્રતિનિધિમંડળ જોડાયા હતા જેમાં અન્ય પરિશિષ્ટમાં ઉલ્લેખ કરેલા લાઇન- મંત્રાલયોના ઉચ્ચ પ્રતિનિધિઓ પણ સામેલ હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુકેના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ બેઠકમાં આપેલા સંબોધનનો મૂળપાઠ

April 22nd, 12:22 pm

પ્રધાનમંત્રી તરીકે ભલે આ તેમની પ્રથમ ભારત યાત્રા હોય, પરંતુ એક જૂના મિત્ર તરીકે, તેઓ ભારતને ખૂબ જ સારી રીતે જાણે છે, સમજે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને યુકેના સંબંધો મજબૂત કરવામાં પ્રધાનમંત્રી જ્હોન્સનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ

March 17th, 08:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્કોટ મોરિસન 21 માર્ચ 2022ના રોજ બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજશે. આ સમિટ 4 જૂન 2020ના રોજ ઐતિહાસિક પ્રથમ વર્ચ્યુઅલ સમિટને અનુસરે છે જ્યારે સંબંધને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય બજેટ પછી 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ઊર્જા' પર વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 04th, 11:05 am

'સસ્ટેનેબલ ગ્રોથ માટે ઊર્જા', તે આપણી પ્રાચીન પરંપરાઓથી પણ પ્રેરિત છે અને ભવિષ્યની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો માર્ગ પણ છે. ભારતનું સ્પષ્ટ વિઝન છે કે ટકાઉ ઊર્જા સ્ત્રોતો દ્વારા જ સસ્ટેનેબલ ગ્રોથ શક્ય છે. ગ્લાસગોમાં, અમે 2070 સુધીમાં નેટ-ઝીરો સુધી પહોંચવાનું વચન આપ્યું છે.

પ્રધાનમંત્રી એ 'સસ્ટેનેબલ ગ્રોથ માટે ઊર્જા' પર વેબિનારને સંબોધન કર્યું

March 04th, 11:03 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (04-03-2022) 'સસ્ટેનેબલ ગ્રોથ માટે ઊર્જા' વિષય પર એક વેબિનારને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી દ્વારા સંબોધિત પોસ્ટ-બજેટ વેબિનારની શ્રેણીમાં આ નવમો વેબિનાર છે.

પ્રધાનમંત્રીએ ઉદ્યોગજગતના વિવિધ ક્ષેત્રોની કંપનીઓના CEO સાથે સંવાદ કર્યો

December 20th, 09:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોક કલ્યાણ માર્ગ ખાતે ઉદ્યોગજગતના વિવિધ ક્ષેત્રોની કંપનીઓના CEO સાથે સંવાદ કર્યો હતો. આગામી કેન્દ્રીય અંદાજપત્ર પહેલાના સમયમાં ઉદ્યોગજગતના પ્રતિનિધીઓ સાથે પ્રધાનમંત્રીએ બીજી વખત આવો સંવાદ કર્યો હતો.

ગ્લાસગોમાં કૉપ-26 શિખર સંમેલનમાં ‘ક્લીન ટેકનોલોજી ઈનોવેશન અને ડિપ્લોયમેન્ટમાં ઝડપ’ વિષય પર આયોજિત સત્રમાં પ્રધાનમંત્રી દ્વારા ટિપ્પણી

November 02nd, 07:45 pm

આજે ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ના લોન્ચ સમયે આપ સૌનું સ્વાગત છે. ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ની મારી અનેક વર્ષો જૂની પરિકલ્પનાને આજે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ અને યુકેના ગ્રીન ગ્રિડ ઈનિશિયેટિવની પહેલથી, એક નક્કર સ્વરૂપ મળ્યું છે. મહાનુભાવો, ઔદ્યોગિક ક્રાંતિને ફોસિલ ફ્યુલ્સે ઊર્જા આપી હતી. ફોસિલ ફ્યુલ્સના ઉપયોગથી અનેક દેશ તો સમૃદ્ધ થયા પરંતુ આપણી ધરતી, આપણું પર્યાવરણ નિર્ધન થઈ ગયા. ફોસિલ ફ્યુલ્સની હોડથી જિઓ-પોલિટિકલ તણાવ પણ સર્જાયા.પરંતુ આજે ટેકકનોલોજીએ આપણને એક ઉત્તમ વિકલ્પ આપ્યો છે.

ગ્લાસગો, યુકેમાં COP26 દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

November 02nd, 07:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2 નવેમ્બર, 2021ના રોજ ગ્લાસગોમાં COP26 દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી શ્રી નફતાલી બેનેટ સાથે મુલાકાત કરી હતી.