જી20 શિખર સંમેલનની સાથે બ્રિક્સનાં દેશોનાં નેતાઓની અનૌપચારિક બેઠક દરમિયાન રજૂ કરાયેલું અખબારી નિવેદન

November 30th, 10:24 pm

અમે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાની સરકાર અને દેશનાં વડાઓ 30 નવેમ્બર, 2018નાં રોજ આર્જેન્ટીનાની રાજધાની બ્યૂનસ આયર્સમાં આયોજિત જી20નાં શિખર સંમેલન માટે એકત્ર થયાં હતાં. અમે વર્ષ 2018માં જી20 માટે આર્જેન્ટીનાની અધ્યક્ષતાને અભિનંદન પાઠવ્યા હતા અને સાથસહકાર આપ્યો હતો તેમજ અમારા આતિથ્ય-સત્કાર બદલ અમારો આભાર વ્યક્ત કર્યો હતો.