સંયુક્ત પ્રેસ મીટમાં ઇટાલીના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
March 02nd, 01:01 pm
પ્રધાનમંત્રી મેલોનીની ભારતની પ્રથમ મુલાકાત પર, હું તેમનું અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરું છું. પાછલા વર્ષની ચૂંટણીમાં, ઇટાલીના નાગરિકોએ તેમને પ્રથમ મહિલા અને સૌથી યુવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટ્યા. તમામ ભારતીયો વતી હું તેમને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. તેમણે પદ સંભાળ્યાના થોડા દિવસો બાદ બાલીમાં G20 સમિટની બાજુમાં અમારી પ્રથમ બેઠક મળી હતી.ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 13th, 11:01 am
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી નીતિન ગડકરી જી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી જી, ઓટો ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ હિસ્સેદારો, તમામ OEM સંગઠનો, મેટલ અને સ્ક્રેપિંગ ઉદ્યોગના તમામ સભ્યો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં સંબોધન કર્યું
August 13th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં સંબોધન કર્યું હતું. આ સંમેલનનું આયોજન સ્વૈચ્છિક વાહન-કાફલા આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ અંતર્ગત વાહન સ્ક્રેપિંગ માળખાકીય સુવિધા ઉભી કરવા માટે રોકાણને આમંત્રિત કરવાના ઉદ્દેશથી યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં એકીકૃત સ્ક્રેપિંગ હબના વિકાસ માટે અલંગમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ દ્વારા રજૂ કરવામાં આવેલા સહયોગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.વાહન સ્ક્રેપેજ નીતિનો આજે શુભારંભ ભારતની વિકાસ યાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ પગલું છે: પ્રધાનમંત્રી
August 13th, 10:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વાહન સ્ક્રેપેજ નીતિની શરૂઆત ભારતની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે.પ્રધાનમંત્રી 13 ઓગસ્ટે ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધશે
August 11th, 09:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ઓગસ્ટ 2021 ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધિત કરશે. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે સંકલિત સ્ક્રેપિંગ હબના વિકાસ માટે અલંગ ખાતે શિપ બ્રેકિંગ ઉદ્યોગ દ્વારા પ્રસ્તુત સમન્વય પર પણ ધ્યાન આકર્ષિત કરશે.