પાલીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના ભારત સરકારના નિર્ણયથી ભગવાન બુદ્ધના વિચારોમાં વિશ્વાસ રાખનારાઓમાં આનંદની ભાવના પ્રજ્વલિત થઈ છેઃ પ્રધાનમંત્રી

October 24th, 10:43 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પાલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના ભારત સરકારના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આનાથી ભગવાન બુદ્ધના વિચારોમાં વિશ્વાસ રાખનારાઓમાં આનંદની ભાવના પ્રજ્વલિત થઈ છે. શ્રી મોદીએ કોલંબોમાં ICCR દ્વારા આયોજિત 'પાલી એક શાસ્ત્રીય ભાષા' વિષય પર પેનલ ચર્ચામાં ભાગ લેનારા વિવિધ રાષ્ટ્રોના વિદ્વાનો અને સાધુઓનો પણ આભાર માન્યો હતો.

નાગાપટ્ટિનમ, ભારત અને કનકેસંથુરાઈ, શ્રીલંકા વચ્ચે ફેરી સેવાઓના પ્રારંભ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 14th, 08:15 am

આ મહત્વપૂર્ણ પ્રસંગે તમારી સાથે જોડાવું એ મારું સૌભાગ્ય છે. આપણે ભારત અને શ્રીલંકા વચ્ચેના રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. નાગાપટ્ટિનમ અને કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆત એ આપણા સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

પ્રધાનમંત્રીએ નાગાપટ્ટિનમ, ભારત અને કનકેસંથુરાઈ, શ્રીલંકાની વચ્ચે ફેરી સેવાઓના પ્રારંભને સંબોધન કર્યું

October 14th, 08:05 am

સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ભારત અને શ્રીલંકા રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે અને નાગાપટ્ટિનમ અને કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆત એ સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

પ્રધાનમંત્રી 20 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે અને કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું ઉદ્ઘાટન કરશે

October 19th, 10:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબર, 2021ના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે. અહીં પ્રધાનમંત્રી આશરે સવારે 10 વાગ્યે કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્દધાટન કરશે. ત્યારબાદ આશરે 11.30 વાગે તેઓ મહાપરિનિર્વાણ મંદિરમાં અભિધમ્મ દિવસના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થશે. પછી તેઓ બપોરે 1.15 વાગ્યાની આસપાસ કુશીનગરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા અને શિલાન્યાસ કરવાના જાહેર કાર્યક્રમમાં સામેલ થશે.

પૂર અને ભૂસ્ખલનથી શ્રીલંકામાં થયેલી જાનહાની તેમજ મિલકતને થયેલા નુકસાન પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા PM

May 27th, 12:59 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પૂર અને ભૂસ્ખલનથી શ્રીલંકામાં થયેલી જાનહાની તેમજ મિલકતને થયેલા નુકસાન પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને જણાવ્યું, “ભારત શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલનથી થયેલી જાનહાની તેમજ મિલકતને થયેલા નુકસાન પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરે છે. અમે જરૂરિયાતના આ સમયમાં અમારા શ્રીલંકન ભાઈઓ અને બહેનોની સાથે ઉભા છીએ. રાહત સામગ્રી સાથેના અમારા જહાજો નીકળી ચુક્યા છે. પહેલું જહાજ કોલંબો ખાતે કાલે સવારે આવી પહોંચશે. બીજું રવિવારે પહોંચશે. વધારાની મદદ પણ રસ્તામાં છે.”

આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ ઉજવણીમાં ભાગ લેવા માટે PM મોદીની પ્રસંશા કરતી શ્રીલંકન નેતાગીરી

May 12th, 12:25 pm

શ્રીલંકન નેતાગીરીએ આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ ની ઉજવણીઓમાં ભાગ લેવા બદલ PM મોદીની પ્રસંશા કરી હતી. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાએ વડાપ્રધાન મોદીને આવકાર આપ્યા હતા અને શ્રીલંકામાં આ ઉજવણીમાં જોડવા બદલ તેમનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ભગવાન બુધ્ધના સમૃધ્ધ શિક્ષણ અને કેવી રીતે તે આજે પણ સમાજને મજબુત બનાવે છે તેના વિષે વાત કરી હતી.

બુધ્ધિઝ્મ ભારત-શ્રીલંકાના સંબંધોને સતત તેજસ્વિતા બક્ષે છે

May 12th, 10:20 am

PM નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ ઉજવણીને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ ભગવાન બુધ્ધનું શિક્ષણ શાસન, સંસ્કૃતિ અને ફિલસુફી સાથે કેવીરીતે ગાઢ સંબંધ ધરાવે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. PM એ જણાવ્યું, “ આપણો ધર્મને વિશ્વને બુધ્ધ અને તેમના શિક્ષણ દ્વારા અપાયેલી અમુલ્ય ભેટના આશિર્વાદ મળ્યા છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાને મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

May 11th, 10:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાને મળ્યા હતા. બંને નેતાઓએ ભારત-શ્રીલંકા સંબંધો બાબતે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીનું કોલંબોમાં આગમન, સીમા મલાકા મંદિરની મુલાકાત લીધી

May 11th, 07:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાંજે કોલંબો આવી પહોંચ્યા હતા. વિમાન મથકે તેમનું સ્વાગત શ્રીલંકાના પ્રધાનમંત્રી શ્રી રાનીલ વિક્રમસિંઘે અને અન્ય વરિષ્ઠ મંત્રીઓએ કર્યું હતું.

શ્રીલંકામાં આગમન સાથે વડાપ્રધાન મોદીનું ગર્મજોશીથી સ્વાગત

May 11th, 07:05 pm

PM નરેન્દ્ર મોદી કોલંબો, શ્રીલંકા આવી પહોંચ્યા હતા. અહીં તેમને શ્રીલંકાના વડાપ્રધાન રનીલ વિક્રમસિંઘે અને અન્ય મહાનુભાવો દ્વારા ગર્મજોશીથી આવકાર આપવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીની શ્રીલંકાની આગામી મુલાકાત

May 11th, 11:06 am

પ્રધાનમંત્રીએ તેમના ફેસબુક એકાઉન્ટની પોસ્ટમાં જણાવ્યું હતું કેઃ “હું આજે 11 મેથી બે દિવસ માટે શ્રીલંકાની મુલાકાત લઈશ. બે વર્ષમાં આ મારી બીજી દ્વિપક્ષીય મુલાકાત હશે, જે આપણા મજબૂત સંબંધોનું પ્રતીક છે. મારી મુલાકાત દરમિયાન હું 12 મેના રોજ કોલંબોમાં ઇન્ટરનેશનલ વેસક ડેની ઉજવણીમાં સામેલ થઈશ, જેમાં હું અગ્રણી બૌદ્ધ આધ્યાત્મિક આગેવાનો, નિષ્ણાતો અને થીઓલોજિયન્સ સાથે આદાનપ્રદાન કરીશ.