કેરળના લોકો હવે ભાજપને નવી આશા તરીકે જોઈ રહ્યા છેઃ પીએમ મોદી

September 01st, 04:31 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ઓણમના અવસર પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવીને કરી, પીએમ મોદીએ કહ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ઓણમના ખાસ અવસર પર કેરળ આવ્યો છું. આપ સૌને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

પ્રધાનમંત્રી મોદીએ કેરળના કોચીમાં જનસભાને સંબોધિત કરી

September 01st, 04:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ઓણમના અવસર પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવીને કરી, પીએમ મોદીએ કહ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ઓણમના ખાસ અવસર પર કેરળ આવ્યો છું. આપ સૌને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ તમિલનાડુ અને કેરળની મુલાકાત લેશે

February 12th, 06:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2021ના રોજ તમિલનાડુ અને કેરળ રાજ્યની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 કલાકે પ્રધાનમંત્રી ચેન્નઇ ખાતે ઘણી બધી મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે તેમજ અર્જૂન મુખ્ય યુદ્ધ ટેન્ક (MK-1A) સૈન્યને અર્પણ કરશે. બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી કોચી ખાતે રાષ્ટ્રને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે તેમજ ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓથી બંને રાજ્યોની વિકાસની આગેકૂચમાં નોંધનીય વેગ ઉમેરાશે અને વિકાસની સંપૂર્ણ સંભાવ્યતાઓ સાર્થક કરવાની ગતિમાં વધારો કરવામાં મદદ મળશે.