પ્રધાનમંત્રીએ 100 કરોડ રસીકરણ પાર કરવા બદલ ડોકટરો અને નર્સોનો આભાર વ્યક્ત કર્યો

October 21st, 11:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોકટરો, નર્સો અને એ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો કે જેઓએ 100 કરોડ રસીકરણ પાર કરવા માટે કામ કર્યું.

એઈમ્સ, નવી દિલ્હીના ઝજ્જર કેમ્પસમાં નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટ ખાતે ઈન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ સદનના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 21st, 10:31 am

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરજી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, શ્રી મનસુખ માંડવિયાજી, કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પવારજી, હરિયાણાના આરોગ્ય મંત્રી શ્રી અનિલ વિજજી, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રીમતી સુધા મૂર્તિજી, સંસદમાં મારા સાથીઓ, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, મારા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ઝજ્જર એઇમ્સ સંકુલમાં રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટિટ્યુટ ખાતે ઇન્ફોસિસ વિશ્રામ સદનનું ઉદ્ઘાટન કર્યું

October 21st, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નવી દિલ્હીમાં ઝજ્જર એઇમ્સ સંકુલમાં રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટિટ્યુટ ખાતે ઇન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ સદનનું ઉદ્ઘાટન કર્યું હતું.

વૈશ્વિક કોવિડ-19 શિખર બેઠકમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ: મહામારીનો અંત લાવીએ અને વધુ સારી આરોગ્ય સલામતીના નિર્માણના હવે પછીના કદમ માટે તૈયાર થઈએ

September 22nd, 09:40 pm

કોવિડ-19 મહામારી અભૂતપૂર્વ વિક્ષેપ બની રહી. અને, એ હજી સમાપ્ત થઈ નથી. વિશ્વભરમાં હજુ ઘણા હિસ્સાઓમાં રસીકરણ બાકી છે. એટલે જ રાષ્ટ્રપતિ શ્રી બાઇડેન દ્વારા આ પહેલ સમયસરની અને આવકાર્ય છે.

e-RUPI ડિજીટલ પેમેન્ટ સોલ્યુશનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 02nd, 04:52 pm

આજે આ મહત્વના કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જોડાયેલા તમામ રાજ્યપાલ મહોદયો, લેફ્ટેનન્ટ ગવર્નરો, કેન્દ્રના મંત્રી મંડળના મારા સાથીદારો, રિઝર્વ બેંકના ગવર્નર, રાજયોના મુખ્ય સચિવો, અલગ-અલગ ઔદ્યોગિક સંગઠનો સાથે જોડાયેલા સાથીઓ, સ્ટાર્ટઅપ, ફીનટેકની દુનિયા સાથે જોડાયેલ મારા યુવા સાથીદારો, બેંકોના વરિષ્ઠ અધિકારીઓ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ ડિજિટલ ચૂકવણી ઉકેલ ઈ-રૂપિ(e-RUPI) નો આરંભ કર્યો

August 02nd, 04:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી એક વ્યક્તિ વિશિષ્ટ અને હેતુ વિશિષ્ટ ડિજિટલ ચૂકવણી ઉપાય ઈ-રૂપિ (e-RUPI)ની શરૂઆત કરી હતી. ઈ-રૂપિ એ ડિજિટલ ચૂકવણી માટેનું એક રોકડ રહિત અને સંપર્કરહિત સાધન છે.

કોવિન ગ્લોબલ કોન્ક્લેવ 2021માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 05th, 03:08 pm

કોવિડ-19 સામે લડત માટે ટેકનોલોજી આપણો આંતરિક હિસ્સો બની રહી છે. સદ્દભાગ્યે સોફ્ટવેર એ એક એવું ક્ષેત્ર છે કે જેમાં સાધનોનો કોઈ અવરોધ નહીં હોવાથી અમે અમારી કોવિડ ટ્રેકીંગ અને ટ્રેસીંગ એપ ટેકનિકલ દ્રષ્ટિએ તે અર્થક્ષમ બની ત્યારથી જ તેને ઓપન સોર્સ બનાવી છે. 200 મિલિયન કરતાં વધુ વપરાશકારો ધરાવતી આ ‘આરોગ્ય સેતુ’ એપ ડેવલપર્સ માટે સરળતાથી જ ઉપલબ્ધ એપ બની છે. ભારતમાં ઉપયોગ થયા પછી તમે સુનિશ્ચિતતા રાખી શકો છો કે ઝડપ અને વ્યાપની દ્રષ્ટિએ તે વાસ્તવિક દુનિયામાં ચકાસાયેલી છે.

વિશ્વ કોવિડ 19નો મુકાબલો કરે એ માટે ભારતે કોવિન પ્લેટફોર્મને ડિજિટલ જાહેર વસ્તુ તરીકે આગળ ધરતા પ્રધાનમંત્રીએ કોવિન વૈશ્વિક સંમેલનને સંબોધન કર્યું

July 05th, 03:07 pm

વિશ્વને કોવિડ 19નો મુકાબલો કરવા માટે ભારતે એનું કોવિન પ્લેટફોર્મ ડિજિટલ જાહેર વસ્તુ તરીકે આગળ ધર્યું છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિન વૈશ્વિક સંમેલનને સંબોધન કર્યું હતું.

ડિજિટલ ઈન્ડિયા અભિયાનની છઠ્ઠી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 01st, 11:01 am

આજનો દિવસ ભારતના સામર્થ્ય, ભારતના સંકલ્પ અને ભવિષ્યની અસીમ સંભાવનાઓને સમર્પિત છે. આજનો દિવસ, આપણને એ યાદ અપાવી રહ્યો છે કે એક રાષ્ટ્રના રૂપમાં માત્ર 5-6 વર્ષોની અંદર આપણે ડિજિટલ ક્ષેત્રમા કેટલી ઊંચી છલાંગ લગાવી છે.

ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ ચર્ચા કરી

July 01st, 11:00 am

‘ડિજિટલ ઇન્ડિયા’ લોંચ થયું તેના છ વર્ષ પૂરા થયા તે પ્રસંગે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’ના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીના કેન્દ્રીય મંત્રી શ્રી રવિ શંકર પ્રસાદ તથા શિક્ષણ વિભાગના એમઓએસ શ્રી સંજય શામરાવ ધોત્રે પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોવિડ-19 વ્યવસ્થાપન અંગે રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 18th, 11:40 am

આપ સૌએ કોરોનાના બીજા વેવ સામે પહેલાંની સરખામણીએ ઘણો પરિશ્રમ કર્યો છે અને સતત કરી રહ્યા છો. તમારામાંથી કેટલાય લોકો એવા છે કે જેઓ પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં પોતાના જિલ્લાઓમાં સ્થિતિ સંભાળવા માટે સતત કામ કરતાં રહ્યા છો. તેનાથી જિલ્લામાં અન્ય લોકોના ઉત્સાહમાં પણ વધારો થયો અને તમારામાંથી પ્રેરણા પણ મળી છે. ઘણા લોકો એવા છે કે જેઓ કેટ-કેટલાય દિવસો સુધી પોતાના ઘરે નહોતા જઈ શક્યા, પોતાના ઘરના લોકોને નહોતા મળી શક્યા. કેટલાય લોકોએ પોતાના પરિવારના મહત્વપૂર્ણ સભ્યો, પોતાના આત્મજનોને ગુમાવ્યા પણ છે.

પ્રધાનમંત્રીએ કોવિડની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવા માટે દેશભરના ડૉક્ટરોના સમૂહ સાથે સંવાદ કર્યો

May 18th, 11:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના ડૉક્ટરોના સમૂહ સાથે સંવાદ કરીને કોવિડ સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

પડોશી રાષ્ટ્રોના વડાઓએ પ્રધાનમંત્રી અને ભારત સરકારને કોવિડ-19 સામે સફળતાપૂર્વક રસીકરણ કવાયત શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા

January 18th, 05:38 pm

પડોશી રાષ્ટ્રોના વડાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારને કોવિડ-19 સામે 16 જાન્યુઆરી 2021ના રોજ સફળતાપૂર્વક રસીકરણ કવાયત શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા.

સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 16th, 10:31 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ કવાયતનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશને આવરી લેતી આ કવાયત દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આના માટે કુલ 3006 સત્ર સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે જે પ્રારંભ વખતે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

પ્રધાનમંત્રીએ સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ કવાયતનો પ્રારંભ કર્યો

January 16th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ કવાયતનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશને આવરી લેતી આ કવાયત દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આના માટે કુલ 3006 સત્ર સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે જે પ્રારંભ વખતે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

પ્રધાનમંત્રી 16 જાન્યુઆરીએ સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરશે

January 14th, 07:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી 2021ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરશે. સમગ્ર દેશને આવરી લેતું આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૈયાર કરવામાં આવેલા કુલ 3006 રસીકરણ સત્ર સ્થળે આ અભિયાનના પ્રારંભ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. પ્રથમ દિવસે પ્રત્યેક સત્ર સ્થળ પર અંદાજે 100 લાભાર્થીને રસી આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને કોવિડ-19 રસીકરણની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

January 09th, 05:42 pm

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના રસીકરણ માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, આરોગ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા