
પ્રધાનમંત્રીએ મહાવીર જયંતી પર ભગવાન મહાવીરને વંદન કર્યાં
April 10th, 08:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાવીર જયંતી નિમિત્તે ભગવાન મહાવીરને વંદન કર્યાં. શ્રી મોદીએ કહ્યું કે ભગવાન મહાવીર હંમેશા અહિંસા, સત્ય અને કરુણા પર ભાર મૂકતા હતા અને તેમના આદર્શો વિશ્વભરના અસંખ્ય લોકોને શક્તિ આપે છે. પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું કે ગયા વર્ષે સરકારે પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો હતો, આ નિર્ણયની ઘણી પ્રશંસા થઈ હતી.
PM Modi thanks Thailand PM for giving a copy of the Tipitaka in Pali
April 03rd, 05:43 pm
The Prime Minister Shri Narendra Modi thanked the Prime Minister of Thailand H.E. Ms. Paetongtarn Shinawatra for giving a copy of the Tipitaka in Pali, hailing it as a beautiful language, carrying within it the essence of Lord Buddha’s teachings.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાષા ગૌરવ સપ્તાહની શુભકામનાઓ પાઠવી
November 03rd, 06:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના લોકોને તેમની શુભકામનાઓ વ્યક્ત કરી હતી અને #BhashaGauravSaptahના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. X પરની એક પોસ્ટમાં, તેમણે આસામીને શાસ્ત્રીય ભાષા તરીકે તાજેતરમાં નામાંકિત કરવાના ઉત્સાહની ઉજવણી કરી, જે પ્રદેશના સમૃદ્ધ ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાની એક મહત્વપૂર્ણ માન્યતા છે.પાલીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના ભારત સરકારના નિર્ણયથી ભગવાન બુદ્ધના વિચારોમાં વિશ્વાસ રાખનારાઓમાં આનંદની ભાવના પ્રજ્વલિત થઈ છેઃ પ્રધાનમંત્રી
October 24th, 10:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પાલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના ભારત સરકારના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આનાથી ભગવાન બુદ્ધના વિચારોમાં વિશ્વાસ રાખનારાઓમાં આનંદની ભાવના પ્રજ્વલિત થઈ છે. શ્રી મોદીએ કોલંબોમાં ICCR દ્વારા આયોજિત 'પાલી એક શાસ્ત્રીય ભાષા' વિષય પર પેનલ ચર્ચામાં ભાગ લેનારા વિવિધ રાષ્ટ્રોના વિદ્વાનો અને સાધુઓનો પણ આભાર માન્યો હતો.આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 10:05 am
સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજીજુ જી, ભંતે ભદંત રાહુલ બોધિ મહાથેરો જી, આદરણીય ચાંગચુપ છોદૈન જી, મહાસંઘના તમામ પ્રતિષ્ઠિત સભ્યો, મહાનુભાવો, રાજદ્વારી સમુદાયના સભ્યો, બૌદ્ધ વિદ્વાનો, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવા માટે આયોજિત સમારોહને સંબોધન કર્યો
October 17th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, કારણ કે ભગવાન બુદ્ધની અભિધમ્મ પરના ઉપદેશો મૂળરૂપે પાલી ભાષામાં ઉપલબ્ધ છે.પ્રધાનમંત્રી 17 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાના કાર્યક્રમમાં ભાગ લેશે
October 15th, 09:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા અપાવવાની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધિત પણ કરશે.