પ્રધાનમંત્રીએ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી

December 15th, 10:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન 13થી 15 ડિસેમ્બર, 2024 દરમિયાન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.

ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 25th, 03:30 pm

ભૂટાનના પ્રધાનમંત્રી મારા નાના ભાઈ, ફિજીના નાયબ પ્રધાનમંત્રી, ભારતના સહકારિતા મંત્રી અમિત શાહ, ઈન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સના પ્રમુખ, સંયુક્ત રાષ્ટ્રના તમામ પ્રતિનિધિઓ, સમગ્ર વિશ્વમાંથી આવેલા સહકારી વિશ્વ સાથે સંકળાયેલા તમામ મિત્રો, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ICA ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન કર્યું

November 25th, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ ભૂતાનના પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગે, ફિજીના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ મનોઆ કામિકે, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના નિવાસી સંયોજક શ્રી શોમ્બી શાર્પ, આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણના પ્રમુખ શ્રી એરિયલ ગુઆર્કો, વિવિધ વિદેશી દેશોના મહાનુભાવો અને આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024ના દેવીઓ અને સજ્જનોનું સ્વાગત કર્યું હતું.

ગોવા ખાતે ઈન્ડિયા એનર્જી વીક 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 06th, 12:00 pm

ઈન્ડિયા એનર્જી વીકની આ બીજી આવૃત્તિમાં, હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું. અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે ભારત ઉર્જા સપ્તાહના આ કાર્યક્રમનું આયોજન ગોવામાં કરવામાં આવી રહ્યું છે જે હંમેશા ઊર્જાથી ભરપૂર હોય છે. ગોવા તેના આતિથ્ય માટે જાણીતું છે. દુનિયાભરમાંથી અહીં આવતા પ્રવાસીઓ અહીંની સુંદરતા અને સંસ્કૃતિથી પ્રભાવિત થાય છે. આજે ગોવા પણ એક એવું રાજ્ય છે જે વિકાસના નવા દાખલાઓને સ્પર્શી રહ્યું છે. તેથી આજે જ્યારે આપણે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વિશે વાત કરવા માટે સાથે આવ્યા છીએ…આપણે ટકાઉ ભવિષ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ…તો ગોવા આ માટે ખૂબ જ યોગ્ય સ્થળ છે. મને વિશ્વાસ છે કે આ સમિટમાં આવનારા તમામ વિદેશી મહેમાનો તેમની સાથે ગોવાની જીવનભરની યાદો લઈને જશે.

પ્રધાનમંત્રીએ ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદઘાટન કર્યું

February 06th, 11:18 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનું ઊર્જા સપ્તાહ 2024 ભારતનું સૌથી મોટું અને એકમાત્ર સર્વસમાવેશક ઊર્જા પ્રદર્શન અને સંમેલન છે, જે ભારતનાં ઊર્જા પરિવર્તનનાં લક્ષ્યાંકોને ઉત્પ્રેરિત કરવા ઊર્જા મૂલ્યની સંપૂર્ણ સાંકળને એકમંચ પર લાવે છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઓઇલ અને ગેસનાં સીઇઓ તથા નિષ્ણાતો સાથે રાઉન્ડટેબલનું પણ આયોજન કર્યું હતું.

PM Modi interacts with the Indian community in Paris

July 13th, 11:05 pm

PM Modi interacted with the Indian diaspora in France. He highlighted the multi-faceted linkages between India and France. He appreciated the role of Indian community in bolstering the ties between both the countries.The PM also mentioned the strides being made by India in different domains and invited the diaspora members to explore opportunities of investing in India.

ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 13th, 11:01 am

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી નીતિન ગડકરી જી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી જી, ઓટો ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ હિસ્સેદારો, તમામ OEM સંગઠનો, મેટલ અને સ્ક્રેપિંગ ઉદ્યોગના તમામ સભ્યો, મહિલાઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં સંબોધન કર્યું

August 13th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં સંબોધન કર્યું હતું. આ સંમેલનનું આયોજન સ્વૈચ્છિક વાહન-કાફલા આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ અંતર્ગત વાહન સ્ક્રેપિંગ માળખાકીય સુવિધા ઉભી કરવા માટે રોકાણને આમંત્રિત કરવાના ઉદ્દેશથી યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં એકીકૃત સ્ક્રેપિંગ હબના વિકાસ માટે અલંગમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ દ્વારા રજૂ કરવામાં આવેલા સહયોગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

વાહન સ્ક્રેપેજ નીતિનો આજે શુભારંભ ભારતની વિકાસ યાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ પગલું છે: પ્રધાનમંત્રી

August 13th, 10:22 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વાહન સ્ક્રેપેજ નીતિની શરૂઆત ભારતની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે.

પ્રધાનમંત્રી 13 ઓગસ્ટે ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધશે

August 11th, 09:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ઓગસ્ટ 2021 ના ​​રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધિત કરશે. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે સંકલિત સ્ક્રેપિંગ હબના વિકાસ માટે અલંગ ખાતે શિપ બ્રેકિંગ ઉદ્યોગ દ્વારા પ્રસ્તુત સમન્વય પર પણ ધ્યાન આકર્ષિત કરશે.