ચિત્તરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યુટ (સીએનસીઆઈ)ના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 07th, 01:01 pm

દેશના નાગરિક સુધી આરોગ્યની ઉત્તમ સુવિધાઓ પહોંચાડવાના રાષ્ટ્રીય સંકલ્પોને મજબૂત કરવા માટે આજે અમે વધુ એક કદમ આગળ ધપાવવામાં આવ્યુ છે. ચિત્તરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટનું આ બીજુ સંકુલ પશ્ચિમ બંગાળના અનેક નાગરિકો માટે ઘણી મોટી સુવિધા લઈને આવ્યું છે. તેનાથી ખાસ કરીને મધ્યમ વર્ગના એવા પરિવારોને ઘણી રાહત મળશે કે જેમના પોતાના સ્વજનો કેન્સર સામે મુકાબલો કરી રહ્યા છે. કેન્સર સાથે જોડાયેલો ઈલાજ અને તેની સાથે જોડાયેલી શસ્ત્રક્રિયા અને થેરાપી હવે કોલકાતાના આ આધુનિક હોસ્પિટલને કારણે પણ વધુ સુલભ બનશે.

પ્રધાનમંત્રીએ કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

January 07th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી અને કેન્દ્રીય મંત્રીઓ ડૉ. મનસુખ માંડવિયા, ડૉ. સુભાષ સરકાર, શ્રી શાંતનું ઠાકુર, શ્રી જોહન બાર્લા અને શ્રી નિશિથ પ્રમાણિક વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રી 7મી જાન્યુઆરીએ કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

January 06th, 11:51 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7મી જાન્યુઆરી, 2022ના રોજ કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (CNCI)ના બીજા કેમ્પસનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 1 વાગ્યે ઉદ્ઘાટન કરશે.