Government, society and saints are all united in the fight against cancer: PM Modi in Madhya Pradesh

Government, society and saints are all united in the fight against cancer: PM Modi in Madhya Pradesh

February 23rd, 06:11 pm

PM Modi laid the foundation stone of Bageshwar Dham Medical and Science Research Institute in Chhatarpur, Madhya Pradesh. He remarked that when the country entrusted him with the opportunity to serve, he made the mantra ‘Sabka Saath, Sabka Vikas’ as the Government's resolution. He highlighted that a major foundation of ‘Sabka Saath, Sabka Vikas’ was ‘Sabka Ilaaj, Sabko Aarogya’ meaning Healthcare for all and underscored the focus on disease prevention at various levels.

PM Modi lays the foundation stone of Bageshwar Dham Medical and Science Research Institute

PM Modi lays the foundation stone of Bageshwar Dham Medical and Science Research Institute

February 23rd, 04:25 pm

PM Modi laid the foundation stone of Bageshwar Dham Medical and Science Research Institute in Chhatarpur, Madhya Pradesh. He remarked that when the country entrusted him with the opportunity to serve, he made the mantra ‘Sabka Saath, Sabka Vikas’ as the Government's resolution. He highlighted that a major foundation of ‘Sabka Saath, Sabka Vikas’ was ‘Sabka Ilaaj, Sabko Aarogya’ meaning Healthcare for all and underscored the focus on disease prevention at various levels.

પ્રધાનમંત્રી શ્રીએ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો

પ્રધાનમંત્રી શ્રીએ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો

October 27th, 07:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશનાં શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ ચિત્રકૂટમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. શ્રી મોદીએ રઘુબીર મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા અને પૂજા રણછોડદાસજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે શ્રી રામ સંસ્કૃત મહાવિદ્યાલયની મુલાકાત લીધી અને ગુરુકુળની પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરતી ગેલેરીના પગથિયા પર ગયા. ત્યારબાદ તે સદગુરુ નેત્ર ચિકિત્સાલય તરફ આગળ વધ્યો અને આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનો વોકથ્રુ લીધો. તેમણે સદ્ગુરુ મેડિસિટીના મોડેલનો વોકથ્રુ પણ લીધો હતો.

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં તુલસીપીઠ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

October 27th, 03:55 pm

હું ચિત્રકૂટની પાવન ભૂમિને ફરી એકવાર વંદન કરું છું. આ મારું સૌભાગ્ય છે કે, આજે મને આખો દિવસ અલગ અલગ મંદિરોમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને સંતોના આશીર્વાદ પણ મેળવી શક્યો છું. ખાસ કરીને જગદ્ગુરુ રામભદ્રાચાર્યજી તરફથી મને જે પ્રેમ મળે છે તે મને અભિભૂત કરી નાખે છે. તમામ શ્રદ્ધેય સંતો, મને ખુશી છે કે આજે આ પવિત્ર સ્થાન પર જગદ્ગુરુજીના પુસ્તકોનું વિમોચન કરવાની મને તક મળી છે. અષ્ટાધ્યાયી ભાષ્ય, રામાનંદાચાર્ય ચરિતમ અને ભગવાન કૃષ્ણની રાષ્ટ્રલીલા, આ બધા જ ગ્રંથો ભારતની મહાન જ્ઞાન પરંપરાને વધુ સમૃદ્ધ બનાવશે. હું આ પુસ્તકોને જગદ્ગુરુજીના આશીર્વાદનું અન્ય એક સ્વરૂપ માનું છું. આ પુસ્તકોના વિમોચન બદલ આપ સૌને હું અભિનંદન પાઠવું છું.

PM addresses programme at Tulsi Peeth in Chitrakoot, Madhya Pradesh

October 27th, 03:53 pm

PM Modi visited Tulsi Peeth in Chitrakoot and performed pooja and darshan at Kanch Mandir. Addressing the gathering, the Prime Minister expressed gratitude for performing puja and darshan of Shri Ram in multiple shrines and being blessed by saints, especially Jagadguru Rambhadracharya. He also mentioned releasing the three books namely ‘Ashtadhyayi Bhashya’, ‘Rambhadracharya Charitam’ and ‘Bhagwan Shri Krishna ki Rashtraleela’ and said that it will further strengthen the knowledge traditions of India. “I consider these books as a form of Jagadguru’s blessings”, he emphasized.

મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં લેફ્ટનન્ટ શ્રી અરવિંદભાઈ મફતલાલની જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 27th, 02:46 pm

આજે મને ફરીથી ચિત્રકૂટની આ પાવન પૂણ્યભૂમિની મુલાકાત લેવાની તક મળી છે. આ તે અલૌકિક વિસ્તાર છે, જેના વિશે આપણા સંતોએ કહ્યું છે – ચિત્રકૂટ સબ દિન બસત, પ્રભુ સિય લખન સમેત! અર્થાત્‌ ચિત્રકૂટમાં પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી સાથે નિત્ય નિવાસ કરે છે. અહીં આવતા પહેલા, હમણાં મને શ્રી રઘુબીર મંદિર અને શ્રી રામ જાનકી મંદિરના દર્શન કરવાનો લહાવો મળ્યો હતો અને હૅલિકોપ્ટરમાંથી જ મેં કામદગિરિ પર્વતને પણ પ્રણામ કર્યા હતા. હું આદરણીય રણછોડદાસજી અને અરવિંદ ભાઈની સમાધિ પર પુષ્પ અર્પણ કરવા ગયો હતો. પ્રભુ શ્રીરામ જાનકીના દર્શન, સંતોનું માર્ગદર્શન અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વેદમંત્રોનું આ અદ્‌ભૂત ગાન, આ અનુભવને, આ અનુભૂતિને વાણીથી વ્યક્ત કરવો મુશ્કેલ છે. માનવ સેવાના મહાન યજ્ઞનો ભાગ બનાવવા બદલ આજે, તમામ પીડિત, શોષિત, ગરીબ અને આદિવાસીઓ વતી, હું શ્રી સદ્‌ગુરુ સેવા સંઘનો આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે જાનકીકુંડ ચિકિત્સાલયની નવી પાંખ જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે તે લાખો દર્દીઓને નવું જીવન આપશે. આવનારા સમયમાં, સદ્‌ગુરુ મેડિસિટીમાં ગરીબોની સેવાના આ અનુષ્ઠાનને નવું વિસ્તરણ મળશે. આજે આ પ્રસંગે ભારત સરકારે અરવિંદભાઈની સ્મૃતિમાં એક ખાસ ટિકિટ પણ બહાર પાડી છે. આ ક્ષણ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે, સંતોષની ક્ષણ છે, આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રીએ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીને સંબોધન કર્યું

October 27th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના શતાબ્દી જન્મ વર્ષની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. શ્રી સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટની સ્થાપના પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજે 1968માં કરી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજથી પ્રેરિત થયા હતા અને ટ્રસ્ટની સ્થાપનામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ આઝાદી પછીના ભારતના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાંના એક હતા, જેમણે દેશની વિકાસગાથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પ્રધાનમંત્રી 27 ઓક્ટોબરનાં રોજ મધ્યપ્રદેશનાં ચિત્રકૂટની મુલાકાત લેશે

October 26th, 09:14 pm

પ્રધાનમંત્રી બપોરે લગભગ 1:45 વાગ્યે સતના જિલ્લાના ચિત્રકૂટ પહોંચશે અને શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. તેઓ રઘુબીર મંદિરમાં પૂજા અને દર્શન કરશે; શ્રી રામ સંસ્કૃત મહાવિદ્યાલયની મુલાકાત લેશે; સ્વ.શ્રી અરવિંદ ભાઈ મફતલાલની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને જાનકીકુંડ ચિકિત્સાલયની નવી પાંખનું ઉદઘાટન કરશે.

અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંઘ સ્ટેટ યુનિવર્સિટીના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 14th, 12:01 pm

ઉત્તર પ્રદેશના ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના યશસ્વી અને તેજસ્વી મુખ્યમંત્રી આદિત્યનાથજી, ઉપમુખ્ય મંત્રી દિનેશ શર્માજી, યુપી સરકારના મંત્રીગણ, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને અલીગઢના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો

September 14th, 11:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના અલીગઢ હિસ્સા અને રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીના મોડલના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી 14 સપ્ટેમ્બરના રોજ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે

September 13th, 11:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બર, 2021ના રોજ બપોરે 12 વાગ્યે ઉત્તર પ્રદેશના અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે, ત્યારબાદ આ પ્રસંગે તેમનું સંબોધન આપશે. પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના યુનિવર્સિટીના અલીગઢ નોડના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીના પ્રદર્શન મોડલની પણ મુલાકાત લેશે.

કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો માટે ફક્ત 4 ટકાનાં વ્યાજદરે રૂ. 3 લાખ સુધીની લોન સુનિશ્ચિત કરશે...વધારે જાણકારી મેળવો!

February 29th, 06:41 pm

પીએમ-કિસાન યોજના શરૂ થયાનાં એક વર્ષ પૂર્ણ થતા પ્રધાનમંત્રી મોદીએ પીએમ-કિસાન યોજનાનાં તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી)નું વિતરણ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને ભાગરૂપે આખા દેશમાં પીએમ કિસાનનાં આશરે 25 લાખ લાભાર્થીઓને આ કાર્ડ પ્રદાન કરવામાં આવશે.

બુંદેલખંડ એક્સપ્રેસવેનો ઉદ્દેશ વિસ્તારનાં લોકોનાં જીવનમાં પરિવર્તન લાવવાનો છે...વધારે જાણકારી મેળવો!

February 29th, 06:41 pm

બુંદેલખંડ એક્સપ્રેસવે ઉત્તરપ્રદેશનાં લોકો માટે રોજગારીની તકોનું સર્જન કરશે અને સ્થાનિક લોકોને દિલ્હી સહિત વિવિધ શહેરો સાથે જોડશે. પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશનાં ચિત્રકૂટમાં 256 કિલોમીટરની લંબાઈ ધરાવતા બુંદેલખંડ એક્સપ્રેસવેનું ખાતમુહૂર્ત કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ 10,000 ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનનો શુભારંભ કર્યો...તેનાથી ખેડૂતોને કેવી રીતે લાભ થશે એની જાણકારી મેળવો!

February 29th, 06:41 pm

ખેડૂતોને તેમના ઉત્પાદનનું વેચાણ કરવામાં મદદરૂપ થઈને કૃષિ આવક વધારવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી મોદીએ આખા દેશમાં 10,000 ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ)ની રચના કરી હતી.

ઉત્તરપ્રદેશમાં ચિત્રકૂટ ખાતે વિવિધ વિકાસ યોજનાઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળપાઠ

February 29th, 02:01 pm

સૌથી પહેલાં તો હું આપ સૌની ક્ષમા માંગુ છું, કારણ કે મેં હેલિકોપ્ટરમાંથી જોયુ છે કે જેટલા લોકો અંદર છે, તેટલાજ લોકો બહાર પણ છે અને બહારના લોકો અંદર આવવાની કોશિશ કરી રહ્યા છે, પણ આવી શકતા નથી.તમને આ અગવડ પડી છે તે બદલ હું આપની ક્ષમા માગુ છું, પણ આટલી મોટી સંખ્યામાં અહીં આવવાનો અર્થ એ થાય કે વિકાસની યોજનાઓ પ્રત્યે તમારામાં કેટલો ઊંડો વિશ્વાસ છે.ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે કે

પ્રધાનમંત્રીએ બુંદેલખંડ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કર્યો; આજનાં દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો

February 29th, 02:00 pm

દેશમાં રોજગારીનાં સર્જન માટે વિવિધ પ્રકારની પહેલ હાથ ધરવા માટે સરકારની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, બુંદેલખંડ એક્સપ્રેસવે,સ પૂર્વાંચલ એક્સપ્રેસવે અથવા પ્રસ્તાવિત ગંગા એક્સપ્રેસવેથી ઉત્તરપ્રદેશમાં જોડાણ વધવાની સાથે સાથે રોજગારીની અનેક નવી તકો પેદા થશે તેમજ આ લોકોને મોટા શહેરોમાં ઉપલબ્ધ સુવિધાઓ સાથે પણ જોડશે.