કેવડિયા, ગુજરાત ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 31st, 07:31 am
સરદાર સાહેબની ઓજસ્વી વાણી...સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેનો આ ભવ્ય કાર્યક્રમ...એકતા નગરનું આ વિહંગમ દ્રશ્ય અને અહીંનું અદ્ભુત પ્રદર્શન...મિની ઈન્ડિયાની આ ઝલક...બધું જ અદ્ભુત, પ્રેરણાદાયી છે. છે. 15મી ઑગસ્ટ અને 26મી જાન્યુઆરીની જેમ જ...31 ઑક્ટોબરે આયોજિત આ કાર્યક્રમ...સમગ્ર દેશને નવી ઊર્જાથી ભરી દે છે. હું તમામ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા
October 31st, 07:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ એકતા દિવસનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો અને રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે એકતા દિવસની પરેડ નિહાળી હતી, જે દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી માટે ઉજવવામાં આવે છે.પ્રધાનમંત્રીએ ગુજરાતના કેવડિયા ખાતે આરોગ્ય વન, આરોગ્ય કુટીર, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું.
October 30th, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કેવડિયાના સંકલિત વિકાસ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું.