ચેસ ઓલિમ્પિયાડના વિજેતાઓ સાથે પીએમની વાતચીતનો મૂળપાઠ

September 26th, 12:15 pm

સર, આ પહેલીવાર છે જ્યારે ભારતે બંને ગોલ્ડ મેડલ જીત્યા છે અને ટીમે જે રીતે પ્રદર્શન કર્યું તે ખૂબ જ સારું હતું, એટલે કે છોકરાઓના 22 માંથી 21 પોઈન્ટ અને છોકરીઓના 22 માંથી 19 પોઈન્ટ, કુલ 44માંથી 40. અમે પોઈન્ટ લીધા. આટલું મોટું, અદ્ભુત પ્રદર્શન પહેલાં ક્યારેય થયું નથી.

વડાપ્રધાન મોદીએ ચેસ ચેમ્પિયનને મળ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા

September 26th, 12:00 pm

વડાપ્રધાન મોદીએ ભારતીય ચેસ ટીમની ઐતિહાસિક ડબલ ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેમની સાથે ચર્ચા કરી હતી. ચર્ચામાં તેમની સખત મહેનત, ચેસની વધતી જતી લોકપ્રિયતા, રમત પર એઆઈની અસર અને સફળતા હાંસલ કરવામાં નિશ્ચય અને ટીમ વર્કના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ

August 13th, 11:31 am

ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.

પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી

August 13th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ચેન્નાઈમાં 44મા ચેસ ઓલિમ્પિયાડના શુભારંભ પર પ્રધાનમંત્રી મોદીનાં સંબોધનનો મૂળપાઠ

July 29th, 09:10 am

હું તમને બધાને ભારતમાં આયોજિત 44મા ચેસ ઓલિમ્પિયાડમાં આવકારું છું. ચેસનું ઘર ગણાતા ભારતમાં ચેસની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું ભારતમાં આગમન થયું છે. આ ટૂર્નામેન્ટનું આયોજન અહીં ભારતના ઇતિહાસમાં વિશેષ સમયમાં થયું છે. આ વર્ષે આપણે સંસ્થાનવાદી શાસન કે બ્રિટિશરોના શાસનમાંથી આઝાદી મેળવવાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ. આ અમારી આઝાદીનો અમૃત મહોત્સવ છે. આપણા દેશ માટે આ પ્રકારના સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સમયે તમારા બધાનું અહીં હોવું અમારા માટે ગૌરવની વાત છે.

પ્રધાનમંત્રીએ 44મા ચેસ ઓલિમ્પિયાડને ખુલ્લો મૂકવાની જાહેરાત કરી

July 28th, 09:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચેન્નાઈનાં જેએલએન ઇન્ડોર સ્ટેડિયમમાં 44મા ચેસ ઓલિમ્પિયાડને ખુલ્લો મૂકવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર એન રવિ, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ. કે. સ્ટાલિન, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને શ્રી એલ મુરુગન અને આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ના અધ્યક્ષ શ્રી આર્કડી ડ્વોર્કોવિચ પણ ઉપસ્થિત હતા.

પીએમ 28-29 જુલાઈએ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશે

July 26th, 12:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28-29 જુલાઈ, 2022ના રોજ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશે. 28 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે, પ્રધાનમંત્રી સાબરકાંઠાની ગધોડા ચોકી ખાતે સાબર ડેરીના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી ચેન્નાઈ જશે અને લગભગ 6 વાગ્યે ચેન્નાઈના JLN ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 44મા ચેસ ઓલિમ્પિયાડની ઘોષણા કરશે.

કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે જઈ રહેલા ભારતીય દળ સાથેના વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 20th, 10:01 am

મારા માટે ખુશીની વાત છે કે આપ સૌને મળવાનો અવસર મળ્યો. આમ તો રૂબરૂમાં મળ્યો હોત તો મને વધારે આનંદ થયો હોત પરંતુ આપમાંથી ઘણા લોકો પોતાની તાલીમ માટે વિદેશોમાં વ્યસ્ત છો. બીજી તરફ હું પણ સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને તેમાં થોડો વ્યસ્ત છું.

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેવા માટે જનારી ભારતીય ટૂકડી સાથે સંવાદ કર્યો

July 20th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022માં ભાગ લેવા માટે જઇ રહેલી ભારતીય ટૂકડી સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ સંવાદમાં એથલેટ્સ અને તેમના કોચ બંનેએ ભાગ લીધો હતો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને રમતગમત સચિવ પણ આ સંવાદ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

With right support and environment, no goal is impossible: PM Modi

June 19th, 05:01 pm

Prime Minister Modi launched the historic torch relay for the 44th Chess Olympiad at Indira Gandhi Stadium, New Delhi. PM Modi remarked, We are proud that a sport, starting from its birthplace and leaving its mark all over the world, has become a passion for many countries.”

PM launches historic torch relay for 44th Chess Olympiad

June 19th, 05:00 pm

Prime Minister Modi launched the historic torch relay for the 44th Chess Olympiad at Indira Gandhi Stadium, New Delhi. PM Modi remarked, We are proud that a sport, starting from its birthplace and leaving its mark all over the world, has become a passion for many countries.”

પ્રધાનમંત્રી શ્રી 19મી જૂને 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રિલે લોન્ચ કરશે

June 17th, 04:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી જૂનના રોજ સાંજે 5 વાગ્યે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રિલેનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.