ચૌરી-ચૌરાના શહીદોને ઉચિત મહત્વ મળ્યું નથીઃ પ્રધાનમંત્રી
February 04th, 05:37 pm
પ્રધાનમંત્રીએ આજે એ હકીકતની ટીકા કરી હતી કે, ચૌરી-ચૌરા પ્રકરણમાં શહીદ થયેલા સ્વતંત્રતા સેનાનીઓને ઇતિહાસના પાનાંઓમાં ઉચિત મહત્વ મળ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, અમારા પ્રયાસો દેશ સામે ઓછા જાણીતા શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓની શૌર્યગાથાઓને લાવવાનાં છે, જેથી તેમને ઉચિત શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાશે. જ્યારે ભારતે આઝાદી મળ્યાનાં 75મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આ બાબત વધારે પ્રસ્તુત બની ગઈ છે. શ્રી મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ચૌરી-ચૌરામાં ચૌરી-ચૌરા શતાબ્દી સમારંભનું ઉદ્ઘાટન કર્યા પછી સંબોધન કર્યું હતું, જેમાં આ વાત કરી હતી.‘ચૌરી ચૌરા’ શતાબ્દી સમારોહના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 04th, 02:37 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદગણ, ધારાસભ્યો અને મારા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ‘ચૌરી-ચૌરા’ શતાબ્દી મહોત્સવની ઉજવણીનો શુભારંભ કરાવ્યો
February 04th, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ચૌરી-ચૌરા ખાતે 'ચૌરી-ચૌરા' શતાબ્દી મહોત્સવની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આ દિવસ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ખૂબ જ મહત્વપૂર્ણ એવી ‘ચૌરી-ચૌરા’ ની ઘટનાના 100 વર્ષ પૂર્ણ થયા હોવાનું અંકિત કરે છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ચૌરી ચૌરા શતાબ્દી ઘટનાને સમર્પિત ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રી 4 ફેબ્રુઆરીના રોજ ‘ચૌરી ચૌરા’ શતાબ્દી સમારોહનું ઉદઘાટન કરશે
February 02nd, 12:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 ફેબ્રુઆરી, 2021ના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા સવારે 11 વાગે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચૌરી ચૌરા ખાતે 'ચૌરી ચૌરા' શતાબ્દી સમારોહનું ઉદઘાટન કરશે. આ દિવસે ‘ચૌરી ચૌરા’ ઘટનાના 100 વર્ષ પૂરા થાય છે, જે દેશની આઝાદીની લડતની એક ઐતિહાસિક ઘટના છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ચૌરી ચૌરા શતાબ્દીને સમર્પિત પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.