PM remembers heroes of freedom struggle on completion of hundred years of Chauri Chaura incident

February 04th, 07:40 pm

The Prime Minister, Shri Narendra Modi has remembered the heroes of our freedom struggle on completion of hundred years of Chauri Chaura incident. He also shared his last year's speech when the centenary celebrations of the incident began.

સુપાત્ર આગેવાનો અને યોધ્ધાઓનુ સન્માન થતું ના હોય તેવી ઈતિહાસની ભૂલો અમે સુધારી રહ્યા છીએ : પ્રધાનમંત્રી

February 16th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે આપણે જ્યારે દેશની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણા ઐતિહાસિક વીર પુરૂષો અને વીરાંગનાઓએ દેશને આપેલું અપાર યોગદાન ભૂલાય નહીં તે ઘણું મહત્વનું બની રહે છે. તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો કે જે લોકોએ પોતાનું સર્વસ્વ ભારત અને ભારતીયતા માટે સમર્પિત કરી દીધું તેમને ઈતિહાસનાં પુસ્તકોમાં યોગ્ય સ્થાન મળ્યું નથી. ભારતમાં ઈતિહાસ સર્જનારા લોકોને ઈતિહાસ લેખકો તરફથી થયેલો આ અન્યાય અને ક્ષતિઓ આપણે જ્યારે આપણી આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે તેમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમના યોગદાનને યાદ કરવું તે આ તબક્કે ખૂબ જ મહત્વનું બની રહે છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સ મારફતે ઉત્તર પ્રદેશમાં બહેરાઈચ ખાતે મહારાજા સુહેલ દેવ સ્મારક અને વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યા પછી તેમણે વાત કરતાં આજે આ મુજબ જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ મેમોરિયલના શિલાન્યાસ અને ચિતૌરા લેકના વિકાસ કાર્યના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના ઉદબોધનનો મૂળપાઠ

February 16th, 11:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો

February 16th, 11:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.

ચૌરી-ચૌરાના શહીદોને ઉચિત મહત્વ મળ્યું નથીઃ પ્રધાનમંત્રી

February 04th, 05:37 pm

પ્રધાનમંત્રીએ આજે એ હકીકતની ટીકા કરી હતી કે, ચૌરી-ચૌરા પ્રકરણમાં શહીદ થયેલા સ્વતંત્રતા સેનાનીઓને ઇતિહાસના પાનાંઓમાં ઉચિત મહત્વ મળ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, અમારા પ્રયાસો દેશ સામે ઓછા જાણીતા શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓની શૌર્યગાથાઓને લાવવાનાં છે, જેથી તેમને ઉચિત શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાશે. જ્યારે ભારતે આઝાદી મળ્યાનાં 75મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આ બાબત વધારે પ્રસ્તુત બની ગઈ છે. શ્રી મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ચૌરી-ચૌરામાં ચૌરી-ચૌરા શતાબ્દી સમારંભનું ઉદ્ઘાટન કર્યા પછી સંબોધન કર્યું હતું, જેમાં આ વાત કરી હતી.

‘ચૌરી ચૌરા’ શતાબ્દી સમારોહના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 04th, 02:37 pm

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદગણ, ધારાસભ્યો અને મારા ભાઈઓ અને બહેનો,

પ્રધાનમંત્રીએ ‘ચૌરી-ચૌરા’ શતાબ્દી મહોત્સવની ઉજવણીનો શુભારંભ કરાવ્યો

February 04th, 02:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ચૌરી-ચૌરા ખાતે 'ચૌરી-ચૌરા' શતાબ્દી મહોત્સવની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આ દિવસ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ખૂબ જ મહત્વપૂર્ણ એવી ‘ચૌરી-ચૌરા’ ની ઘટનાના 100 વર્ષ પૂર્ણ થયા હોવાનું અંકિત કરે છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ચૌરી ચૌરા શતાબ્દી ઘટનાને સમર્પિત ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રી 4 ફેબ્રુઆરીના રોજ ‘ચૌરી ચૌરા’ શતાબ્દી સમારોહનું ઉદઘાટન કરશે

February 02nd, 12:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 ફેબ્રુઆરી, 2021ના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા સવારે 11 વાગે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચૌરી ચૌરા ખાતે 'ચૌરી ચૌરા' શતાબ્દી સમારોહનું ઉદઘાટન કરશે. આ દિવસે ‘ચૌરી ચૌરા’ ઘટનાના 100 વર્ષ પૂરા થાય છે, જે દેશની આઝાદીની લડતની એક ઐતિહાસિક ઘટના છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ચૌરી ચૌરા શતાબ્દીને સમર્પિત પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.