પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 17th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું છે કે ચંદ્રશેખરજી એક ઉમદા વ્યક્તિત્વ હતા જેમની લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગરીબી દૂર કરવાના પ્રયાસો માટે વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી.પ્રધાનમંત્રીએ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લેનારી તમામ મહાન હસ્તીઓને સ્મરણાંજલી અર્પણ કરી
March 12th, 03:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચળવળો, વિદ્રોહ અને સ્વતંત્રતાની ચળવળના સંગ્રામને સ્મરણાંજલી અર્પણ કરી હતી. તેમણે ખાસ કરીને, એવી ચળવળો, સંઘર્ષો અને હસ્તીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી જેમણે ભારતની સ્વતંત્રતાના સંઘર્ષની ગાથામાં પૂરતું સન્માન અને સ્વીકૃતિ પ્રાપ્ત થયા નથી. આજે, અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ (India@75)ના શુભારંભ બાદ તેમણે સંબોધન આપ્યું ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.'આઝાદીના અમૃત મહોત્સવ' ના શુભારંભની પ્રવૃત્તિઓના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.છેલ્લાં છ વર્ષમાં ઇતિહાસમાં વિસરાઈ ગયેલા નાયકોની ગાથાને જાળવવા માટે સતત પ્રયાસ થયા છેઃ પ્રધાનમંત્રી
March 12th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.“ચંદ્રશેખર–ધ લાસ્ટ આઇકન ઑફ આઇડિયોલોજીકલ પોલિસિક્સ” પુસ્તકના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 24th, 05:18 pm
આદરણીય ઉપરાષ્ટ્રપતિજી, લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, શ્રી ગુલામ નબીજી અને એક રીતે આજના કાર્યક્રમના કેન્દ્ર બિંદુ શ્રીમાન હરિવંશજી, ચંદ્રશેખરજીના તમામ પરિવારજન અને તેમની વિચાર યાત્રાના સૌ સહયોગી બંધુઓ.પ્રધાનમંત્રીએ “ચંદ્રશેખર – ધ લાસ્ટ આઇકન ઑફ આઇડિયોલોજિકલ પોલિટિક્સ” પુસ્તકનું વિમોચન કર્યું
July 24th, 05:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘ચંદ્રશેખર – ધ લાસ્ટ આઇકન ઑફ આઇડિયોલોજિકલ પોલિટિક્સ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ અને શ્રી રવિ દત્ત વાજપેયી દ્વારા લખવામાં આવ્યું છે. પુસ્તક વિમોચન સમારંભનું આયોજન બાલયોગી ઓડિટોરિયમ, સંસદ પુસ્તકાલય ભવનમાં કરવામાં આવ્યું હતું.