વિસ્તૃત ભારત-ઓસ્ટ્રિયા ભાગીદારી પર સંયુક્ત નિવેદન

July 10th, 09:15 pm

ચાન્સેલર શ્રી કાર્લ નેહમરના આમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9-10 જુલાઈ 2024 સુધી ઓસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ મહામહિમ એલેક્ઝાન્ડર વાન ડેર બેલેન સાથે મુલાકાત કરી હતી અને ચાન્સેલર નેહમર સાથે દ્વિપક્ષીય ચર્ચાવિચારણા કરી હતી. 41 વર્ષ પછી પ્રધાનમંત્રીની આ પ્રથમ ઓસ્ટ્રિયા અને ભારતીય પ્રધાનમંત્રીની મુલાકાત હતી. આ વર્ષ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75મા વર્ષને ચિહ્નિત કરે છે.

ઓસ્ટ્રિયાના ચાન્સેલર સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન

July 10th, 02:45 pm

સૌ પ્રથમ, હું ચાન્સેલર નેહમરનો તેમના ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું. મને આનંદ છે કે મને મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં ઓસ્ટ્રિયાની મુલાકાત લેવાની તક મળી. મારી આ યાત્રા ઐતિહાસિક અને વિશેષ બંને છે. એકતાલીસ વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયાની મુલાકાતે આવ્યા છે. એ પણ એક સુખદ સંયોગ છે કે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમે અમારા પરસ્પર સંબંધોના 75 વર્ષ પૂરા કર્યા છે.

રશિયન સંઘ અને ઓસ્ટ્રિયા પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાતો માટે માનનીય પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

July 08th, 09:49 am

હું 22મા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું અને આગામી ત્રણ દિવસમાં ઓસ્ટ્રિયા પ્રજાસત્તાકની મારી સૌપ્રથમ મુલાકાત લઉં છું.