બિહારની જનતાએ નક્કી કરી લીધું છે કે, રાજ્યમાં ફરી જંગલરાજ નહીં સ્થાપિત થાયઃ પ્રધાનમંત્રી મોદી

November 01st, 04:01 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં બાગાહમાં એક ચૂંટણી સબાને સંબોધન કરતાં કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાનનો ટ્રેન્ડ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, બિહારની જનતાએ રાજ્યમાં જંગલરાજને ફરી સત્તા નહીં આપવાનો નિર્ધાર કર્યો છે.” તેમણે જણાવ્યું હતું કે, હાલ ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ નીતિશજીના નેતૃત્વમાં સ્થિર એનડીએ સરકારને ચૂંટવાનો નિર્ધાર કરી લીધો છે.

પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કર્યો

November 01st, 03:54 pm

પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર અભિયાનને જાળવી રાખીને આજે છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં જનસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, નીતિશબાબુ બિહારમાં આગામી સરકારના વડા બનશે. વિપક્ષ સંપૂર્ણપણે હતાશ થઈ ગયો છે, પણ હું તેમને બિહારની જનતા પર તેમની નિરાશા ન કાઢવા જણાવીશ.”

જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતાઃ પ્રધાનમંત્રી

November 01st, 02:55 pm

પ્રધાનમંત્રી મોદીએ મોતિહારીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટેની સભામાં જનતાને “જંગલરાજ”ના પુનરાગમન સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો રાજ્યમાં કોંગ્રેસ-રાજદ ગઠબંધન સત્તામાં આવશે, તો જંગલરાજનું પુનરાગમન થશે. તેમણે ઉમેર્યું હતું કે, જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતા.

એનડીએ બિહારમાં "ડબલ-ડબલ યુવરાજ"ને હરાવશેઃ પ્રધાનમંત્રી મોદી

November 01st, 10:50 am

પ્રધાનમંત્રી મોદીએ છપરામાં વિધાનસભાની એક ચૂંટણીને સંબોધન કરતાં મહાગઠબંધનને નિશાન બનાવ્યું હતું અને લોકોને ઉજ્જવળ ભવિષ્ય માટે “સ્વાર્થી” પરિબળોથી સલામત અંતર જાળવવા અપીલ કરી હતી. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સંકેત મળ્યાં છે કે, એનડીએ બિહારમાં સત્તામાં પુનરાગમન કરશે.

બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે જોડાયેલી મહત્વની ત્રણ યોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધનનનો મૂળપાઠ

September 13th, 12:01 pm

કાર્યક્રમની શરૂઆતમાં મારે એક દુઃખદ સમાચાર આપને આપવાના છે. બિહારના દિગ્ગજ નેતા શ્રીમાન રઘુવંશ પ્રસાદ સિંહ, તે હવે આપણી વચ્ચે રહ્યા નથી. હું તેમને નમન કરૂ છું. રઘુવંશ બાબુના જવાથી બિહાર અને દેશની રાજનીતિમાં શૂન્યાવકાશ પેદા થયો છે. જમીન સાથે જોડાયેલુ તેમનું વ્યક્તિત્વ, ગરીબીને સમજનારૂં વ્યક્તિત્વ, સમગ્ર જીવન બિહારના સંઘર્ષમાં વિતાવ્યું. જે વિચારધારામાં તેઓ ઉછર્યા અને આગળ વધ્યા તે જ વિચારધારાને જીવનભર જીવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી

September 13th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં પારાદીપ- હલ્દીયા- દુર્ગાપુર પાઇપલાઇન વૃદ્ધિ પરિયોજનાનું દુર્ગાપુર –બાંકા સેક્શન અને બે LPG બોટલિંગ પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય અંતર્ગત જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ અને HPCL દ્વારા આ પરિયોજનાઓ તૈયાર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી 13 સપ્ટેમ્બરના રોજ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે સંકળાયેલી ત્રણ મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

September 11th, 06:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરના રોજ બિહારમાં પેટ્રોલિમય ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને અર્પણ કરશે. આ પરિયોજનાઓમાં પારાદીપ- હલ્દીઆ- દુર્ગાપુર પાઇપલાઇન વૃદ્ધિ પરિયોજનાનું દુર્ગાપુર–બાંકા સેક્શન અને બે LPG બોટલિંગ પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયના નેજા હેઠળની જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ અને HPCL દ્વારા આ પરિયોજનાઓ તૈયાર કરવામાં આવી છે.

મોતીહારી, બિહારમાં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી સમારોહના પુર્ણાહુતી સમારોહના વડાપ્રધાન મોદીના ઉદબોધનનું મૂળ લખાણ

April 10th, 01:32 pm

મહાત્મા ગાંધીના ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20,000 સ્વચ્છાગ્રહીઓને બિહારના મોતીહારીમાં સંબોધિત કર્યા હતા જે પૂર્વ ચંપારણ જીલ્લામાં આવ્યું છે. વડાપ્રધાને કેટલાક રેલવે પ્રોજેક્ટ્સ શરુ કરાવ્યા હતા જેમાં મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલ ભારતના પ્રથમ 12,000 હોર્સપાવર હાઈસ્પિડ ઇલેક્ટ્રિક લોકોમોટીવ પણ સામેલ છે. તેમણે વિવિધ માર્ગ પ્રોજેક્ટ્સની આધારશીલા પણ રાખી હતી જે બિહારમાં સંપર્ક અને પરિવર્તનમાં સુધારો લાવશે.

પ્રધાનમંત્રીએ સ્વચ્છાગ્રહીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું, મોતિહારીમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો

April 10th, 01:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોતિહારી ખાતે સ્વચ્છાગ્રહીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું. ચંપારણમાં મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ સત્યાગ્રહ ચળવળની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી આવતીકાલે ચંપારણમાં સ્વચ્છાગ્રહીઓને સંબોધિત કરશે

April 09th, 02:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારમાં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દિનાં સમાપન સમારોહમાં ભાગ લેશે.

ઉત્તરપૂર્વનો વિકાસ અમારી પ્રાથમિકતા: PM મોદી

May 07th, 01:15 pm

PMનરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા શિલોંગમાં આયોજિત ભારત સેવાશ્રમ સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીને સંબોધિત કરી હતી. સ્વામી પ્રણવાનંદના ફાળાને યાદ કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સ્વામી પ્રણવાનંદે પોતાના અનુયાયીઓને સેવા અને આધ્યાત્મિકતા સાથે જોડ્યા હતા. સમાજનો વિકાસ ‘ભક્તિ’, ‘શક્તિ’ અને ‘જનશક્તિ’ દ્વારા સ્વામી પ્રણવાનંદે સિધ્ધ કર્યો હતો.” PMએ લોકોને ઉત્તરપૂર્વમાં સ્વચ્છતા તરફ કાર્ય કરવાની વિનંતી કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વનો વિકાસ એ કેન્દ્રની પ્રાથમિકતા છે.

સોશિયલ મીડિયા કોર્નર 10 એપ્રિલ 2017

April 10th, 08:29 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

ચંપારન સત્યાગ્રહના 100 વર્ષ નિમિત્તે સંવાદાત્મક ડિજિટલ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 10th, 06:21 pm

આજે આપણે 20મી સદીના એક મહાન ઘટનાક્રમના સમારોહનો શુભારંભ કરવા માટે એકઠા થયા છીએ. 100 વર્ષ પહેલા આજનો જ દિવસ હતો, જયારે ગાંધીજી પટના પહોંચ્યા હતા, અને ચંપારનની પોતાની યાત્રાની શરૂઆત કરી હતી. ચંપારનની જે ધરતીને ભગવાન બુદ્ધના પ્રવચનોના આશીર્વાદ મળ્યા હતા, જે ધરતી માતા સીતાના પિતા, જનકના રાજ્યનો ભાગ રહીચૂકી હતી, ત્યાંના ખેડૂતો અત્યંત કઠોર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા.ચંપારનના ખેડૂતોને, શોષિતોને, પીડિતોને ગાંધીજીએ માત્ર એક રસ્તો જ નહોતો દેખાડ્યો, પરંતુ સમગ્ર દેશને એ અહેસાસ કરાવ્યો કે શાંતિપૂર્ણ સત્યાગ્રહની શું તાકાત હોય છે.

ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષઃ પ્રધાનમંત્રી આવતીકાલે સ્વચ્છાગ્રહ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે; નાગરિકોને સ્વચ્છાગ્રહી બનવા અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા અપીલ

April 09th, 08:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહાત્મા ગાંધીએ ચંપારણમાં કરેલ સત્યાગ્રહના પ્રથમ પ્રયોગના 100 વર્ષની ઉજવણી કરવા રાષ્ટ્રીય રાજધાનીમાં ‘સ્વચ્છાગ્રહ - બાપૂ કો કાર્યાંજલિ – એક અભિયાન, એક પ્રદર્શની’ પ્રદર્શનનું ઉદ્ગાટન કરશે. તેઓ આ પ્રસંગે ‘ઓનલાઇન ઇન્ટરેક્ટિવ ક્વિઝ’ પણ લોન્ચ કરશે, જેનું આયોજન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે.