પ્રધાનમંત્રીએ દુ:ખદ ચમોલી વિદ્યુત દુર્ઘટનાના પીડિતો માટે એક્સ ગ્રેશિયાની જાહેરાત કરી
July 19th, 09:51 pm
પીએમઓએ ટ્વીટ કરીને માહિતી આપી: ચમોલીમાં દુ:ખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodiપ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ચમોલીમાં વિદ્યુત દુર્ઘટનામાં થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો
July 19th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ચમોલીમાં વિદ્યુત દુર્ઘટનામાં થયેલ મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ઘાયલોની જલ્દી સ્વસ્થ થવાની કામના કરી અને માહિતી આપી કે રાજ્ય સરકાર હેઠળના સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને તમામ શક્ય રાહત પૂરી પાડી રહ્યું છે.પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનના પીડિતો માટે સહાયને મંજૂરી આપી
February 07th, 08:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ભંગને લીધે થયેલા દુ:ખદ હિમસ્ખલનને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાયને મંજૂરી આપી છે.