
રાજસ્થાનના જયપુરમાં 'એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ' કાર્યક્રમ અને વિકાસ કાર્યોના લોકાર્પણમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
December 17th, 12:05 pm
गोविन्द की नगरी में गोविन्ददेव जी नै म्हारो घणो- घणो प्रणाम। सबनै म्हारो राम-राम सा!
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુરમાં રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’માં ભાગ લીધો
December 17th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’: રાજસ્થાન રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે રાજસ્થાનની સરકાર અને રાજસ્થાનની જનતાને રાજ્ય સરકારનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં એકઠા થયેલા લાખો લોકોના આશીર્વાદ લેવા માટે તેઓ ભાગ્યશાળી છે. શ્રી મોદીએ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને તેમની ટીમને રાજસ્થાનનાં વિકાસલક્ષી કાર્યોને નવી દિશા અને ગતિ આપવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, પ્રથમ વર્ષ વિકાસના આગામી ઘણા વર્ષો માટે એક મજબૂત પાયા તરીકે સેવા આપી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ માત્ર સરકારનાં એક વર્ષને પૂર્ણ થવાને ચિહ્નિત કરતો નથી, પણ રાજસ્થાનનાં પ્રકાશિત તેજસ્વીતા અને રાજસ્થાનનાં વિકાસનાં ઉત્સવનું પ્રતીક પણ છે. તાજેતરમાં રાઇજિંગ રાજસ્થાન સમિટ 2024ની પોતાની મુલાકાતને યાદ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ઘણાં રોકાણકારો ઉપસ્થિત રહ્યાં હતાં અને આજે રૂ. 45,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ રાજસ્થાનમાં પાણીનાં સંબંધમાં આવી રહેલાં અવરોધોનું યોગ્ય સમાધાન પ્રદાન કરશે તથા રાજસ્થાનને પણ ભારતનાં સૌથી વધુ સારી રીતે જોડાયેલાં રાજ્યોમાંનું એક બનાવશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ વિકાસલક્ષી કાર્યો વધારે રોકાણકારોને આમંત્રણ આપશે, રોજગારીની અનેક તકોનું સર્જન કરશે, પ્રવાસન ક્ષેત્રને મજબૂત કરશે તેમજ રાજસ્થાનનાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને લાભ આપશે.