ચંદ્ર અને મંગળ પછી, ભારત શુક્ર પર વિજ્ઞાનના લક્ષ્યોને જુએ છે

September 18th, 04:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિનસ ઓર્બિટર મિશન (VOM)ના વિકાસને મંજૂરી આપી છે, જે ચંદ્ર અને મંગળની બહાર શુક્રનું અન્વેષણ અને અભ્યાસ કરવાના સરકારના વિઝન તરફ એક મહત્વપૂર્ણ પગલું હશે. શુક્ર, પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ અને પૃથ્વી જેવી જ પરિસ્થિતિઓમાં રચાયો હોવાનું માનવામાં આવે છે, તે સમજવાની અનન્ય તક આપે છે કે ગ્રહોના વાતાવરણ કેવી રીતે ખૂબ જ અલગ રીતે વિકસિત થઈ શકે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને પદ્મ પુરસ્કારો માટે પ્રેરણાદાયી વ્યક્તિઓને નોમિનેટ કરવા અપીલ કરી

September 09th, 06:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો માટે નામાંકન પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પડકારજનક સમયમાં અમે બધા કેરળના લોકો સાથે ઉભા છીએ

August 10th, 10:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કહ્યું છે કે કેન્દ્ર ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડને તમામ શક્ય સહાય પૂરી પાડશે. X પર પોસ્ટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલનથી અમને બધાને દુઃખ થયું છે. દુર્ઘટના પ્રગટ થઈ ત્યારથી, હું પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છું. કેન્દ્ર સરકારે અસરગ્રસ્તોની મદદ માટે તમામ સંસાધનો એકત્ર કર્યા છે. આજે, મેં ત્યાં જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી. મેં હવાઈ સર્વેક્ષણ પણ કર્યું હતું.

કેરળના વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 10th, 07:40 pm

આદરણીય મુખ્યમંત્રી, રાજ્યપાલ શ્રી, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી અને આ ધરતીની સંતાન સુરેશ ગોપીજી! જ્યારથી મેં આ દુર્ઘટના વિશે સાંભળ્યું ત્યારથી હું અહીં સતત સંપર્કમાં છું, હું દરેક ક્ષણની માહિતી લઈ રહ્યો છું અને કેન્દ્ર સરકારના તમામ અંગો, જેઓ આ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે, તેમને તાત્કાલિક મોબેલાઈઝ કરવા અને આપણે સૌ મળીને આ ભયંકર આફતમાં આપણા જે પરિવારો આ મુશ્કેલીમાં ઘેરાયા હતા, તેમની સહયતા કરવાનો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો સાથે છે, કેન્દ્ર રાહત પ્રયાસોમાં સહાય માટે શક્ય તમામ સાથસહકારની ખાતરી આપે છે

August 10th, 07:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો સાથે છે અને કેન્દ્ર રાહત પ્રયત્નોમાં સહાય માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામ સહાય અને રાહત કાર્યો માટે રાજ્ય સરકારની સાથે ઊભી છે. પ્રધાનમંત્રીએ આજે કેરળના વાયનાડમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું.