ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય શિક્ષા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 29th, 11:30 am

આ શિક્ષણ છે, જેમાં દેશને સફળ બનાવવા માટે, જેમાં દેશનું ભાગ્ય બદલવાની સૌથી વધુ તાકાત છે. એ છે શિક્ષણ. આજે 21મી સદીનું ભારત, જે લક્ષ્યો સાથે તે આગળ વધી રહ્યું છે, તેમાં આપણી શિક્ષણ પ્રણાલી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે બધા આ સિસ્ટમના પ્રતિનિધિઓ છો. તમે ધ્વજવાહક છો. તેથી, 'ઓલ ઇન્ડિયા એજ્યુકેશન મીટ'નો ભાગ બનવું, તે મારા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ છે.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ભારત મંડપમ્‌માં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્‌ઘાટન કર્યું

July 29th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ભારત મંડપમ્‌માં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તે યોગાનુયોગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ત્રીજી વર્ષગાંઠ સાથે છે. તેમણે પીએમ શ્રી યોજના હેઠળ ભંડોળનો પ્રથમ હપ્તો પણ જારી કર્યો હતો. 6207 શાળાઓને પ્રથમ હપ્તો કુલ રૂ. 630 કરોડ સાથે મળ્યો હતો. તેમણે 12 ભારતીય ભાષાઓમાં અનુવાદિત શિક્ષણ અને કૌશલ્ય અભ્યાસક્રમનાં પુસ્તકોનું પણ વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનને પણ લટાર મારી નિહાળ્યું હતું.

પ્રધાનમંત્રીએ સીબીએસઈ ધોરણ-12 ની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરનાર તમામને અભિનંદન પાઠવ્યા

May 12th, 04:15 pm

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; હું એવા તમામ #ExamWarriors ને અભિનંદન આપું છું જેમણે CBSE ધોરણ-12ની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી છે. મને આ યુવાનો પર તેમની સખત મહેનત અને નિશ્ચય બદલ ગર્વ છે. હું તેમના માતા-પિતા અને શિક્ષકોને પણ યુવાનોની સફળતામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી 7 સપ્ટેમ્બરે શિક્ષક પર્વના પ્રથમ સંમેલનને સંબોધિત કરશે

September 05th, 02:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષક પર્વના પ્રથમ સંમેલનને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં અનેક અગત્યની પહેલોનો પણ શુભારંભ કરશે.

પ્રધાનમંત્રીએ સીબીએસઈની પરીક્ષામાં સફળતાપૂર્વક ઉતિર્ણ થવા બદલ ધો. 10ના વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા

August 03rd, 09:11 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સીબીએસઈ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરવા બદલ ધો. 10ના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ધોરણ 12ના વિદ્યાર્થીઓને સીબીએસઈની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરવા બદલ અભિનંદન પાઠવ્યા

July 30th, 04:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીબીએસઈની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરવા બદલ 12મા ધોરણના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમને યુવા મિત્રો તરીકે સંબોધતા તેમણે તેમને ઉજ્જવળ, સુખી અને સ્વસ્થ ભવિષ્યની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા સાથે પ્રધાનમંત્રીના આકસ્મિક સંવાદનો મૂળપાઠ

June 03rd, 09:42 pm

મુખ્ય શિક્ષક: નમસ્કાર સર! અને તમે આવી ગયા સર, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપણો ખૂબ ખૂબ આભાર સર! મેં હમણાં જ આમને કહ્યું કે એક વિશેષ અતિથિ આવવાના છે સર, આ લોકોએ વિચાર પણ નહિ કર્યો હોય અને સર આ લોકો તમારા આવ્યા પહેલા તમારા વિષે ઘણી વાતો કરી રહ્યા હતા. તમારા ઘણા બધા પ્રશંસકો છે અહિયાં આગળ.

શિક્ષણ મંત્રાલયના ઉપક્રમે યોજાયેલા વર્ચ્યુઅલ સત્રમાં પ્રધાનમંત્રીએ ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે જોડાઇને સૌને અચંબામાં મૂકી દીધા

June 03rd, 09:41 pm

પ્રધાનમંત્રીએ પ્રારંભમાં જ કહ્યું હતું કે, “આશા છે કે હું તમારી આ ઑનલાઇન બેઠકમાં તમને ખલેલ નહીં પાડું”. તેમના આ નિવેદન સાથે જ વિદ્યાર્થીઓના ચહેરાઓ પર સ્મિત આવી ગયું હતું.

પ્રધાનમંત્રીએ ધોરણ-12ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ સાથે અરસ પરસ સંવાદ યોજ્યો

June 03rd, 06:15 pm

એક આશ્ચર્યજનક પહેલ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીબીએસઈના ધોરણ-12ના વિદ્યાર્થીઓ સાથે અરસ પરસ સંવાદ યોજ્યો હતો. આ સંવાદનું આયોજન શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં વિદ્યાર્થીઓના વાલીઓએ પણ હાજરી આપી હતી.

CBSEની ધોરણ XIIની પરીક્ષાઓ રદ કરવામાં આવી

June 01st, 07:25 pm

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં CBSEની ધોરણ XII બોર્ડની પરીક્ષા સંબંધે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી વ્યાપક અને સઘન ચર્ચાઓ અને રાજ્ય સરકારો સહિત તમામ હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલા અભિપ્રાયો અંગે એક વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી

February 15th, 08:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીબીએસઇની બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

આપણી સંસ્કૃતિ, પરંપરા અને ભાષાઓ સમગ્ર વિશ્વને અનેકતામાં એકતાનો સંદેશ આપે છે: મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી

November 24th, 11:30 am

મને પણ કેટલીક યાદો તાજી કરવાનો અવસર મળી જશે. સૌથી પહેલાં તો એનસીસીના બધા પૂર્વ અને વર્તમાન કેડેટને એનસીસી ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. કારણ કે હું પણ આપની જેમ જ કેડેટ રહ્યો છું અને મનથી પણ, આજે પણ પોતાને કેડેટ જ માનું છું. એ તો આપણને બધાને ખબર છે જ કે એનસીસી એટલે નેશનલ કેડેટ કૉર્પ્સ. દુનિયાના સૌથી મોટા ગણવેશધારી યુવા સંગઠનોમાં ભારતનું એનસીસી એક છે. આ એક ટ્રાય સર્વિસ ઑર્ગેનાઇઝેશન છે જેમાં સેના, નૌ સેના, વાયુ સેના ત્રણેય સમાવિષ્ટ છે. નેતૃત્વ, દેશભક્તિ, નિ:સ્વાર્થ સેવા, શિસ્ત, કઠોર પરિશ્રમ એ બધાને પોતાના ચરિત્રનો હિસ્સો બની લે, પોતાનો શોખ બનાવવાની એક રોમાંચક યાત્રા અર્થાત્ એનસીસી. આ યાત્રા વિશે કંઈક વધુ વાત કરવા માટે આજે ફૉન કૉલ્સ દ્વારા કેટલાક નવજુવાનો, જેમણે એનસીસીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, આવો તેમની સાથે વાત કરીએ.

Social Media Corner 14th December

December 14th, 07:21 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

PMs statement on Gearing up for the 3rd India Africa Forum Summit 2015

October 17th, 06:31 pm



PM congratulates the students, who passed CBSE Class X exams

May 28th, 05:10 pm



PM congratulates students who successfully passed the CBSE Class XII Board Exam

May 25th, 05:56 pm



Narendra Modi congratulates students who cleared CBSE exams

May 29th, 12:40 pm

Narendra Modi congratulates students who cleared CBSE exams