INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનાં કમિશનિંગ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

January 15th, 11:08 am

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મંત્રી પરિષદમાં મારા વરિષ્ઠ સાથીઓ, શ્રી રાજનાથ સિંહજી, સંજય સેઠજી, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તેમની સાથે આજે આપણા બે નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર છે, નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, સીડીએસ, સીએનએસ, નૌકાદળનાં બધા સાથીઓ, માઝગાંવ ડોકયાર્ડમાં કામ કરતા બધા સાથીઓ, અન્ય મહેમાનો, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રન્ટલાઈન વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા

January 15th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં નેવલ ડોકયાર્ડમાં કાર્યરત થવા પર નૌસેનાનાં ત્રણ અગ્રિમ વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા હતા. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 15મી જાન્યુઆરીને સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ બહાદુર યોદ્ધાને તેમણે નમન કર્યાં હતા. તેમણે આ પ્રસંગે તમામ વીર યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 10:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. કીથ રોઉલી સાથે મુલાકાત કરી હતી.

કેબિનેટે ગંગા નદી પર કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા લાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, ઓઇલની આયાત ઘટાડવા અને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે નવા રેલ-કમ-રોડ પુલ સહિત વારાણસી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય મલ્ટિટ્રેકિંગના નિર્માણને મંજૂરી આપી

October 16th, 03:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રેલવે મંત્રાલયનાં એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 2,642 કરોડ (અંદાજે) છે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના વારાણસી અને ચંદૌલી જિલ્લામાંથી પસાર થાય છે.

બાંગ્લાદેશના પ્રધાનમંત્રીની ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન

June 22nd, 01:00 pm

હું પ્રધાનમંત્રી શેખ હસીનાજી અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા એક વર્ષમાં અમે દસ વખત મળ્યા છીએ. પરંતુ આજની મુલાકાત વિશેષ છે. કારણ કે પ્રધાનમંત્રી શેખ હસીનાજી અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં અમારા પ્રથમ રાજ્ય અતિથિ છે.

ઉત્તર પ્રદેશના લખનઉમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનના ચોથા ગ્રાઉન્ડબ્રેકિંગ સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 19th, 03:00 pm

આજે આપણે અહીંયા વિકસિત ભારત માટે વિકસિત ઉત્તર પ્રદેશનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે એકજૂથ થયા છીએ. અને મને કહેવામાં આવ્યું હતું કે, અત્યારે તકનીકના માધ્યમથી આપણી સાથે ઉત્તર પ્રદેશની 400 થી વધુ વિધાનસભા સીટો પર લાખો લોકો આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. તકનીક દ્વારા આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા તમામ પરિવારજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજથી 7-8 વર્ષ પહેલાં આપણે કલ્પના પણ ન હતા કરી શકતા કે ઉત્તર પ્રદેશમાં પણ રોકાણ અને નોકરીઓના સંદર્ભમાં આવું વાતાવરણ સર્જાશે. ચારેબાજુ ગુનાખોરી, રમખાણો, તફડંચીના સમાચારો આવતા રહેલા હતા. તે દરમિયાન જો કોઇ એમ કહેતું કે હું ઉત્તર પ્રદેશને વિકસિત બનાવીશ તો કદાચ કોઇ સાંભળવા તૈયાર ન હોત, માનવાનો સવાલ જ નહોતો. પરંતુ આજે જુઓ, ઉત્તર પ્રદેશની ધરતી પર લાખો કરોડ રૂપિયાનું રોકાણ ઉતરી રહ્યું છે. અને હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. અને જ્યારે મારા ઉત્તર પ્રદેશમાં કંઇક થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ મને થાય છે. આજે હજારો પરિયોજનાઓ પર કામ શરૂ થઇ રહ્યું છે. આ ફેક્ટરીઓ જે અહીં આવી રહી છે, આ ઉદ્યોગો જે આવી રહ્યા છે, તે ઉત્તર પ્રદેશની તસવીર બદલી નાખવાના છે. હું ખાસ કરીને તમામ રોકાણકારોને અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના તમામ યુવાનોને અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું

February 19th, 02:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2023 માં આયોજિત યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023ના ચોથા ભૂમિપૂજન સમારોહમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 14000 પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઇટી અને આઇટીઇએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને એન્ટરટેઇનમેન્ટ અને શિક્ષણ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે.

ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 02nd, 11:30 am

તામિલનાડુનાં રાજ્યપાલ થિરુ આર. એન. રવિજી, તમિલનાડુનાં મુખ્યમંત્રી થિરુ એમ. કે. સ્ટાલિનજી, ભારતીદાસન યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર થિરુ એમ. સેલ્વમજી, મારા યુવાન મિત્રો, શિક્ષકો અને યુનિવર્સિટીનાં સહાયક કર્મચારીઓ,

પ્રધાનમંત્રીએ તમિલનાડુની તિરુચિરાપલ્લી સ્થિત ભારતીદાસન વિશ્વવિદ્યાલયના 38મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું

January 02nd, 10:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં 38માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના હોશિયાર વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કર્યા હતા.

ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 17th, 11:10 am

ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની ત્રીજી આવૃત્તિમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ જ્યારે અમે 2021માં મળ્યા હતા ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની અનિશ્ચિતતાથી ઘેરાયેલું હતું. કોરોના પછી દુનિયા કેવી હશે તે કોઈ જાણતું ન હતું. પરંતુ આજે વિશ્વમાં એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને આ બદલાતી વિશ્વ વ્યવસ્થામાં સમગ્ર વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક સંકટથી ઘેરાયેલી દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ટોચની 3 આર્થિક શક્તિઓમાં સામેલ થશે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં મહત્તમ વેપાર દરિયાઈ માર્ગે જ થાય છે. પોસ્ટ-કોરોના વિશ્વમાં, આજે વિશ્વને પણ વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનની જરૂર છે. એટલા માટે ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની આ આવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.

પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું ઉદઘાટન કર્યું

October 17th, 10:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2023ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીએ 'અમૃત કાળ વિઝન 2047'નું અનાવરણ પણ કર્યું હતું, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઇકોનોમી માટે બ્લૂપ્રિન્ટ છે. આ ભવિષ્યલક્ષી યોજનાને અનુરૂપ પ્રધાનમંત્રીએ રૂ. 23,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઈકોનોમી માટે 'અમૃત કાળ વિઝન 2047' સાથે સુસંગત છે. આ સમિટ દેશના દરિયાઇ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

પ્રધાનમંત્રીએ નુમાલીગઢ રિફાઈનરી વિસ્તરણ પ્રોજેક્ટ માટે પ્રથમ ઓવર ડાયમેન્શનલ કાર્ગો અને ઓવર વેઈટ કાર્ગો માટે ખુશી વ્યક્ત કરી

April 14th, 08:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નુમાલીગઢ રિફાઈનરી વિસ્તરણ પ્રોજેક્ટ માટે પ્રથમ ઓવર ડાયમેન્શનલ કાર્ગો અને ઓવર વેઈટ કાર્ગોની પ્રશંસા કરી કારણ કે તે ઈન્ડો બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટ દ્વારા પાંડુ મલ્ટિમોડલ પોર્ટ સુધી પહોંચી છે.

રાષ્ટ્રીય રોજગાર મેળામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 13th, 10:43 am

આજે બૈસાખીનો પવિત્ર તહેવાર છે. હું તમામ દેશવાસીઓને બૈસાખીના અવસર પર અભિનંદન પાઠવું છું. આ આનંદોત્સવમાં આજે 70 હજારથી વધુ યુવાનોને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરીઓ મળી છે. આપ સૌ યુવાનોને અને આપના પરિવારના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન, આપના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણી શુભકામનાઓ.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધિત કર્યો

April 13th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધિત કર્યો હતો. તેમણે વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલાઓને લગભગ 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતીઓ ભારત સરકાર હેઠળ ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સીનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, ઇન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, સિનિયર ડ્રાફ્ટ્સમેન, જેઈ/સુપરવાઈઝર, આસિસ્ટન્ટ પ્રોફેસર, શિક્ષક, ગ્રંથપાલ, નર્સ, પ્રોબેશનરી ઓફિસર્સ, PA, MTS, અને અન્યો જેવી વિવિધ જગ્યાઓ/પોસ્ટ્સમાં જોડાશે. નવા નિમણૂક પામેલા લોકો વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવા નિમણૂકો માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ, કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાની જાતને તાલીમ આપી શકશે. પ્રધાનમંત્રીના સંબોધન દરમિયાન 45 સ્થળો મેળા સાથે જોડાયેલા હતા.

Social justice is not means of political sloganeering but an “Article of Faith for us: PM Modi on BJP Sthapana Divas

April 06th, 09:40 am

PM Modi addressed the Foundation Day celebrations of the BJP. He said, “BJP is born as a tribute to India’s democracy and will always strive to strengthen India’s democracy and its Constitutional values. BJP through its progressive mindset has always envisaged Sabka Saath, Sabka Vishwas, and Sabka Prayas.”

BJP Commemorates Sthapana Divas, PM Modi appreciates the role, support, and efforts of the party Karyakartas in this journey

April 06th, 09:30 am

PM Modi addressed the Foundation Day celebrations of the BJP. He said, “BJP is born as a tribute to India’s democracy and will always strive to strengthen India’s democracy and its Constitutional values. BJP through its progressive mindset has always envisaged Sabka Saath, Sabka Vishwas, and Sabka Prayas.”

પ્રધાનમંત્રી મોટા બંદરોએ નવા રેકોર્ડ બનાવતા તેમને બિરદાવ્યા

April 04th, 10:24 am

ઉપરોક્ત સિદ્ધિ વિશે MoPSW દ્વારા કરાયેલ ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, બાવળા, ગુજરાત

November 28th, 02:15 pm

દિવસની તેમની અંતિમ જાહેરસભામાં પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ભારતના હ્રદય સમાન,ભારતની આત્મા એટલે કે ભારતના ગામડાઓ વિષે વાત કરી હતી. વિપક્ષ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ભારતની આત્મા સમાન ગામડાઓની અવગણના કરવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી. અને કહ્યું, જ્યારે સંસાધનો અને સુવિધાઓની વાત આવે છે, ત્યારે કોંગ્રેસની સરકારો દ્વારા ગામડાઓનો વિચાર પણ કરવામાં આવતો ન હતો અને પરિણામે, ગામડાઓ અને શહેરો વચ્ચેનું અંતર વધતું જ રહ્યું. પ્રધાનમંત્રી શ્રી મોદીજીનએ વધુમાં ઉમેર્યું હતું કે, 20 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓની હાલત કફોડી હતી, પરંતુ આજે ભાજપ સરકારના શાસનમાં ગામડાઓની હાલત સંપૂર્ણ રીતે સુધારી દેવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, રાજકોટ, ગુજરાત

November 28th, 02:05 pm

વડાપ્રધાન શ્રી મોદીજીએ તેમની દિવસની છેલ્લી રેલીમાં રાજકોટની જનતાને સંબોધતા કહ્યું કે કેવી રીતે આગામી ચૂંટણીઓ ભાજપ પક્ષના નેતૃત્વને બદલે ગુજરાતની જનતા પોતે જ નેતૃત્વ કરીને લડશે. વડાપ્રધાન શ્રી એ વાત કરી કે કેવી રીતે ગુજરાતનો વિકાસ એ ગુજરાતના લોકો દ્વારા કરવામાં આવેલી વર્ષોની મહેનત અને અથાગ પરિશ્રમનું પરિણામ છે અને તેથી તે ગુજરાતથી બહારના લોકો આ બાબત સમજી શકે નહીં.

વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, અંજાર, ગુજરાત

November 28th, 01:56 pm

કચ્છમાં પાણી પહોંચાડવાનો વિરોધ કરનારાઓ સાથે સાંઠગાંઠ કરવા બદલ વડાપ્રધાનશ્રી એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું કે, કોંગ્રેસ હંમેશા સરદાર સરોવર ડેમનો વિરોધ કરનારાઓને પ્રોત્સાહિત કરતી રહી છે. કચ્છની જનતા આવી પાર્ટીને ક્યારેય ભૂલી શકશે નહીં કે જેમણે કચ્છના લોકો માટે અનેક અડચણો ઊભી કરી હોય.વડાપ્રધાન શ્રી એ આગળ વાત ધપાવતા ઉલ્લેખ કર્યો કે કેવી રીતે કચ્છ બ્રાન્ચ કેનાલ કચ્છનું જીવન બદલી રહી છે. વડાપ્રધાનશ્રી એ કહ્યું “ભાજપ સરકારની મહેનત કચ્છ માટે રંગ લાવી રહી છે. આજે કચ્છમાંથી ઘણી કૃષિ પેદાશોની નિકાસ થઈ રહી છે.”