કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 23rd, 09:24 pm
માત્ર ત્રણ-ચાર દિવસ પહેલા, હું ભારત સરકારમાં મારા સાથીદાર જ્યોર્જ કુરિયન જીને ત્યાં ક્રિસમસની ઉજવણીમાં ગયો હતો. હવે આજે તમારી વચ્ચે હાજર રહીને આનંદ થાય છે. કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા- CBCIની આ ઈવેન્ટ એ તમારા બધાને નાતાલની ખુશીમાં જોડાવાની તક છે, આ દિવસ આપણા બધા માટે યાદગાર બનવાનો છે. આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષે CBCI તેની સ્થાપનાના 80 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર પર હું CBCI અને તેની સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં ભાગ લીધો
December 23rd, 09:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સીબીસીઆઈ સેન્ટર પરિસરમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા (સીબીસીઆઈ) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં સહભાગી થયા હતા. ભારતમાં કેથોલિક ચર્ચના મુખ્યાલયમાં આ પ્રકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પહેલી વખત હાજરી આપી છે. પ્રધાનમંત્રીએ ખ્રિસ્તી સમુદાયનાં મુખ્ય નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચનાં અગ્રણી નેતાઓ સામેલ છે.