ભારત-શ્રીલંકા સંયુક્ત નિવેદન: સહિયારા ભવિષ્ય માટે ભાગીદારીને પ્રોત્સાહન

December 16th, 03:26 pm

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયકે ભારત પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત દરમિયાન 16 ડિસેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી તેમની બેઠકમાં વિસ્તૃત અને ફળદાયી ચર્ચા-વિચારણા કરી હતી.

પ્રધાનમંત્રીએ ગ્રેનાડાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 10:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડિકોન મિશેલ સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 10:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. કીથ રોઉલી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ડોમિનિકાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 09:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલન અંતર્ગત ડોમિનિકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રૂઝવેલ્ટ સ્કેરીટ સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રીને સાથે મુલાકાત કરી

November 21st, 10:13 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત 20 નવેમ્બરના રોજ સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફિલિપ જે. પિયર સાથે મહત્વની ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ ગુયાનાના રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર વાતચીત કરી

November 21st, 04:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉનમાં સ્ટેટ હાઉસ ખાતે મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી હતી. સ્ટેટ હાઉસ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ અલીએ તેમનું સ્વાગત કર્યું અને તેમણે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય

November 21st, 02:15 am

મારા મિત્રો, રાષ્ટ્રપતિ ઇરફાન અલી અને પ્રધાનમંત્રી ડિકોન મિશેલ સાથે બીજી ઇન્ડિયા-કેરિકોમ સમિટનું આયોજન કરવાની મને અત્યંત ખુશી છે. હું કેરિકોમ (CARICOM) પરિવારના તમામ સભ્યોને હાર્દિક આવકાર આપું છું અને આ સમિટના ઉત્કૃષ્ટ આયોજન માટે રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો ખાસ કરીને આભાર માનું છું.

બીજું ભારત-કારિકોમ શિખર સંમેલન

November 21st, 02:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી અને કેરિકોમના હાલના અધ્યક્ષ મહામહિમ શ્રી ડિકોન મિશેલે, 20 નવેમ્બર, 2024ના રોજ જ્યોર્જટાઉનમાં આયોજિત બીજા ભારત-કારિકોમ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ ગયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ઇરફાન અલીનો આ શિખર સંમેલનના ભવ્ય આયોજન માટે આભાર માન્યો હતો. સૌપ્રથમ ઇન્ડિયા-કેરિકોમ સમિટ વર્ષ 2019માં ન્યૂયોર્કમાં યોજાઈ હતી. આ શિખર સંમેલનમાં ગુયાનાના પ્રમુખ અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી ઉપરાંત નીચેની બાબતો સામેલ થઈ હતી.