દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય

November 21st, 02:15 am

મારા મિત્રો, રાષ્ટ્રપતિ ઇરફાન અલી અને પ્રધાનમંત્રી ડિકોન મિશેલ સાથે બીજી ઇન્ડિયા-કેરિકોમ સમિટનું આયોજન કરવાની મને અત્યંત ખુશી છે. હું કેરિકોમ (CARICOM) પરિવારના તમામ સભ્યોને હાર્દિક આવકાર આપું છું અને આ સમિટના ઉત્કૃષ્ટ આયોજન માટે રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો ખાસ કરીને આભાર માનું છું.

બીજું ભારત-કારિકોમ શિખર સંમેલન

November 21st, 02:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી અને કેરિકોમના હાલના અધ્યક્ષ મહામહિમ શ્રી ડિકોન મિશેલે, 20 નવેમ્બર, 2024ના રોજ જ્યોર્જટાઉનમાં આયોજિત બીજા ભારત-કારિકોમ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ ગયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ઇરફાન અલીનો આ શિખર સંમેલનના ભવ્ય આયોજન માટે આભાર માન્યો હતો. સૌપ્રથમ ઇન્ડિયા-કેરિકોમ સમિટ વર્ષ 2019માં ન્યૂયોર્કમાં યોજાઈ હતી. આ શિખર સંમેલનમાં ગુયાનાના પ્રમુખ અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી ઉપરાંત નીચેની બાબતો સામેલ થઈ હતી.

ફેક્ટ શીટ: ઇન્ડો-પેસિફિકમાં કેન્સરનું ભારણ ઘટાડવા માટે ક્વાડ દેશોએ કેન્સર મૂનશોટ પહેલ શરૂ કરી

September 22nd, 12:03 pm

આજે, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન ઇન્ડો-પેસિફિકમાં કેન્સરનો અંત લાવવામાં મદદ કરવા માટે એક અભૂતપૂર્વ પ્રયાસ શરૂ કરી રહ્યા છે, જેની શરૂઆત સર્વાઇકલ કેન્સરથી થાય છે, જે મોટાભાગે અટકાવી શકાય તેવો રોગ છે જે આ પ્રદેશમાં એક મોટી આરોગ્ય કટોકટી છે, અને કેન્સરના અન્ય સ્વરૂપોને પણ પહોંચી વળવા માટે પાયાનું કામ કરે છે. આ પહેલ ક્વાડ લીડર્સ સમિટમાં કરવામાં આવેલી ઘોષણાઓના વ્યાપક સમૂહનો એક ભાગ છે .

પ્રધાનમંત્રીએ કેન્સરના ઈલાજ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી

September 01st, 08:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્સરના ઈલાજ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી છે.

ચિક્કાબલ્લાપુરમાં શ્રી મધુસુદન સાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચના ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

March 25th, 11:40 am

આપ સૌ આટલા ઉમંગ અને ઉત્સાહ સાથે, પોતાનાં સપના લઈને, નવા સંકલ્પો સાથે સેવાની આ મહાન પ્રવૃત્તિમાં સામેલ છો. આપના દર્શન કરવા એ પણ મારા માટે સૌભાગ્યની વાત છે. હું તમારો ખૂબ ખૂબ આભારી છું. ચિક્કાબલ્લાપુરા એ આધુનિક ભારતના આર્કિટેક્ટ્સમાંના એક સર એમ. વિશ્વેશ્વરાયનું જન્મસ્થળ છે. હમણાં જ મને સર વિશ્વેશ્વરાયની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો અને તેમનાં સંગ્રહાલયની મુલાકાત લેવાનો લહાવો મળ્યો. હું આ પવિત્ર ભૂમિને મસ્તક નમાવીને નમન કરું છું. આ પવિત્ર ભૂમિમાંથી પ્રેરણા લઈને જ, તેમણે ખેડૂતો અને સામાન્ય લોકો માટે નવાં સંશોધનો કર્યાં, ઉત્તમ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ બનાવ્યા.

પ્રધાનમંત્રીએ કર્ણાટકના ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસુદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું

March 25th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસૂદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. SMSIMSR તબીબી શિક્ષણ તેમજ તમામ લોકોને સંપૂર્ણ વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડશે. આ સંસ્થા શૈક્ષણિક વર્ષ 2023થી તેની કામગીરી શરૂ કરશે.

મોહાલી, પંજાબમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 24th, 06:06 pm

આઝાદીના અમૃતકાળમાં દેશ નવા સંકલ્પોને હાંસલ કરવા તરફ આગળ ધપી રહ્યો છે. આજનો આ કાર્યક્રમ દેશની બહેતર બની રહેલી આરોગ્ય સેવાઓનું પ્રતિબિંબ છે. હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરથી પંજાબ, હરિયાણાની સાથે સાથે હિમાચલ પ્રદેશના લોકોને પણ લાભ થનારો છે. આજે હું આ ધરતીનો અન્ય એક કારણસર આભાર વ્યક્ત કરવા માગું છું. પંજાબ સ્વતંત્રતા સેનાનીઓ, ક્રાંતિવીરો, રાષ્ટ્રભક્તિની ઓતપ્રોત પરંપરાની આ પવિત્ર ધરતી રહી છે. પોતાની આ પરંપરાને પંજાબે હર ઘર તિરંગા અભિયાન દરમિયાન પણ સમૃદ્ધ રાખી છે. આજે હું પંજાબની જનતાનો, ખાસ કરીને અહીંના યુવાનોનો, હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છુ.

PM dedicates Homi Bhabha Cancer Hospital & Research Centre to the Nation at Sahibzada Ajit Singh Nagar (Mohali)

August 24th, 02:22 pm

PM Modi dedicated Homi Bhabha Cancer Hospital & Research Centre to the Nation at Mohali in Punjab. The PM reiterated the government’s commitment to create facilities for cancer treatment. He remarked that a good healthcare system doesn't just mean building four walls. He emphasised that the healthcare system of any country becomes strong only when it gives solutions in every way, and supports it step by step.

પ્રધાનમંત્રી 24 ઓગસ્ટે હરિયાણા અને પંજાબની મુલાકાત લેશે

August 22nd, 01:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી ઑગસ્ટ, 2022ના રોજ હરિયાણા અને પંજાબની મુલાકાત લેશે. આ દિવસે પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને ઉદ્ઘાટન/સમર્પિત બે મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય પહેલ જોવા મળશે. સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી હરિયાણાના ફરીદાબાદ ખાતે અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી મોહાલીની યાત્રા કરશે અને બપોરે લગભગ 02:15 વાગ્યે મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ, સાહિબજાદા અજીત સિંહ નગર ડિસ્ટ્રિક્ટ (મોહાલી) ખાતે ‘હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર’ રાષ્ટ્રને સમર્પિત કરશે.

એ.એમ. નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ, નવસારી, ગુજરાત ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 10th, 01:07 pm

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આજ પ્રદેશના સાંસદ, મારા વરિષ્ઠ સાથી શ્રી સી. આર. પાટીલ, અહીં ઉપસ્થિત ગુજરાત સરકારના અન્ય મંત્રીઓ, ધારાસભ્યો, નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના સ્થાપક અને અધ્યક્ષ શ્રી એ. એમ. નાઈકજી, ટ્રસ્ટી શ્રી ભાઈ જીજ્ઞેશ નાઈકજી, અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો! આજે તમે પહેલા અંગ્રેજીમાં, પછી ગુજરાતીમાં સાંભળ્યું, હવે જો તમે હિન્દી ચૂકવા માંગતા નથી, તો હું હિન્દીમાં બોલું છું.

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

June 10th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવસારીમાં એ એમ નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ખારેલ શિક્ષણ સંકુલનું પણ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આસામમાં કેન્સર હોસ્પિટલો સમર્પિત કરવા પ્રસંગે તથા શિલારોપણ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 28th, 02:30 pm

આસામના રાજ્યપાલ શ્રી જગદીશ મુખીજી, આસામના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા વરિષ્ઠ સહયોગી શ્રી સર્બાનંદ સોનોવાલજી, શ્રી રામેશ્વર તેલીજી, દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર શ્રી રતન ટાટાજી, આસામ સરકારમાં મંત્રીશ્રી કેશબ મહંતાજી, અજંતા નિઓગજી, અતુલ બોરાજી, અને આ ધરતીના સંતાન અને ભારતના ન્યાય જગતને જેમણે ઉત્તમ સેવાઓ પૂરી પાડી છે તેવા અને આજે કાયદાઓ બનાવવાની પ્રક્રિયામાં સંસદમાં અમને સાથ આપી રહેલા શ્રીમાન રંજન ગોગોઈજી, શ્રી સાંસદગણ, ધારાસભ્ય ગણ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

PMએ રાષ્ટ્રને સાત કૅન્સર હૉસ્પિટલો સમર્પિત કરી અને સમગ્ર આસામમાં સાત નવી કૅન્સર હૉસ્પિટલોનો શિલાન્યાસ કર્યો

April 28th, 02:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દિબ્રુગઢમાં એક કાર્યક્રમમાં આસામની છ કૅન્સર હૉસ્પિટલો રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ કૅન્સર હૉસ્પિટલો દિબ્રુગઢ, કોકરાઝાર, બરપેટા, દરરંગ, તેઝપુર, લખીમપુર અને જોરહાટ ખાતે બાંધવામાં આવી છે. દિબ્રુગઢ હૉસ્પિટલને પ્રધાનમંત્રી દ્વારા આજે આ અગાઉ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી જ્યારે તેમણે નવી હૉસ્પિટલનાં પરિસરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ બાંધવામાં આવનાર ધુબરી, નલબારી, ગોલપારા, નાગાંવ, શિવસાગર, તિનસુકિયા અને ગોલાઘાટ ખાતે સાત નવી કૅન્સર હૉસ્પિટલોનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે આસામના રાજ્યપાલ શ્રી જગદીશ મુખી, આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી રામેશ્વર તેલી, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્યસભાના સભ્ય શ્રી રંજન ગોગોઈ અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી રતન ટાટા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી 28મી એપ્રિલે આસામની મુલાકાત લેશે

April 26th, 07:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી એપ્રિલ 2022ના રોજ આસામની મુલાકાત લેશે. સવારે લગભગ 11:00 વાગ્યે, તેઓ કાર્બી આંગલોંગ જિલ્લાના દીપુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 01:45 વાગ્યે, પ્રધાનમંત્રી શ્રી આસામ મેડિકલ કોલેજ, દિબ્રુગઢ પહોંચશે અને દિબ્રુગઢ કેન્સર હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે. બાદમાં, લગભગ બપોરે 3 વાગ્યે, તે દિબ્રુગઢના ખાનિકર મેદાનમાં એક જાહેર સમારોહમાં હાજરી આપશે, જ્યાં તે રાષ્ટ્રને વધુ છ કેન્સર હોસ્પિટલો સમર્પિત કરશે અને સાત નવી કેન્સર હોસ્પિટલોનો શિલાન્યાસ કરશે.

કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનાં શુભારંભ અવસરે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

April 15th, 11:01 am

ગુજરાતના લોકપ્રિય, મૃદુ અને મક્કમ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહંત સ્વામી પૂજ્ય ધર્મનંદન ​​દાસજી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી, ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ નીમાબેન આચાર્ય, ગુજરાત સરકારના અન્ય મંત્રીઓ, સંસદમાં મારા સાથી શ્રી વિનોદ છાબરા, અન્ય જન પ્રતિનિધિઓ, અહીં ઉપસ્થિત પૂજ્ય સંતો, કચ્છી લેઉવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ગોપાલભાઈ ગોરછિયાજી, અન્ય તમામ ટ્રસ્ટીઓ, સમાજના અગ્રણી સાથીદારો, દેશ અને દુનિયાના તમામ દાનવીર સજ્જનો, તબીબી સ્ટાફ અને તમામ સેવારત કર્મચારીઓ અને કચ્છનાં મારાં વહાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ ભુજમાં કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી

April 15th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના ભુજમાં કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ હોસ્પિટલનું નિર્માણ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, ભુજ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ ડૉ. દેવેન્દ્ર પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો

April 05th, 02:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ઓન્કો-સર્જન ડૉ. દેવેન્દ્ર પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ આરોગ્ય માળખાકીય સુવિધાઓ અને કેન્સરની સંભાળ વધારવામાં ડૉ. પટેલના યોગદાનને યાદ કર્યું હતું.

જન ઔષધિ યોજનાના લાભાર્થીઓ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 07th, 03:24 pm

આજે મને દેશના વિવિધ ખૂણામાં ઘણા લોકો સાથે વાત કરવાનો મોકો મળ્યો, તે ખૂબ જ સંતોષકારક હતો. સરકારના પ્રયાસોનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે આ ઝુંબેશ સાથે જોડાયેલા તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું. સરકારને આજે તમારા કેટલાક સહકર્મીઓનું સન્માન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. હું પણ આપ સૌને જન ઔષધિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

પ્રધાનમંત્રીએ જન ઔષધિ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

March 07th, 02:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જન ઔષધિ કેન્દ્રના માલિકો અને યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. જેનેરિક દવાઓના ઉપયોગ અને જન ઔષધિ પરિયોજનાનાં ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે 1લી માર્ચથી દેશભરમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઇવેન્ટની થીમ “જન ઔષધિ-જન ઉપયોગી” છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.

ચિત્તરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યુટ (સીએનસીઆઈ)ના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 07th, 01:01 pm

દેશના નાગરિક સુધી આરોગ્યની ઉત્તમ સુવિધાઓ પહોંચાડવાના રાષ્ટ્રીય સંકલ્પોને મજબૂત કરવા માટે આજે અમે વધુ એક કદમ આગળ ધપાવવામાં આવ્યુ છે. ચિત્તરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટનું આ બીજુ સંકુલ પશ્ચિમ બંગાળના અનેક નાગરિકો માટે ઘણી મોટી સુવિધા લઈને આવ્યું છે. તેનાથી ખાસ કરીને મધ્યમ વર્ગના એવા પરિવારોને ઘણી રાહત મળશે કે જેમના પોતાના સ્વજનો કેન્સર સામે મુકાબલો કરી રહ્યા છે. કેન્સર સાથે જોડાયેલો ઈલાજ અને તેની સાથે જોડાયેલી શસ્ત્રક્રિયા અને થેરાપી હવે કોલકાતાના આ આધુનિક હોસ્પિટલને કારણે પણ વધુ સુલભ બનશે.