ગુજરાતના ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 20th, 03:53 pm
મોરેશિયસના આદરણીય પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથજી, WHO ના મહાનિદેશક ડો. ટેડ્રોસ, ગુજરાતના મહેનતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી સર્બાનંદ સોનોવાલજી, મનસુખભાઈ માંડવિયાજી, મહેન્દ્રભાઈ મુંજપરાજી, તમામ રાજદ્વારીઓ દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, સાહસિકો અને નિષ્ણાતો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું
April 20th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ગેબ્રેયસસ આ પ્રસંગે હાજર હતા. કેન્દ્રીય મંત્રીઓ ડૉ.મનસુખ માંડવિયા, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી મુંજપરા મહેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસીય સમિટમાં લગભગ 90 પ્રતિષ્ઠિત વક્તાઓ અને 100 પ્રદર્શકોની હાજરી સાથે 5 પૂર્ણ સત્ર, 8 રાઉન્ડ ટેબલ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમ આયોજિત કરાયા છે. આ સમિટ રોકાણની સંભાવનાને ઉજાગર કરવામાં મદદ કરશે અને નવીનતા, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને વેલનેસ ઉદ્યોગને વેગ આપશે. તે ઉદ્યોગના નેતાઓ, શિક્ષણવિદો અને વિદ્વાનોને એકસાથે લાવવામાં મદદ કરશે અને ભાવિ સહયોગ માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.અમે ગ્રાહક સુરક્ષાથી આગળ વધીને શ્રેષ્ઠ ગ્રાહક વ્યવહાર અને ગ્રાહક સમૃદ્ધિ તરફ આગળ વધવા માંગીએ છીએ: વડાપ્રધાન
October 26th, 10:43 am
ગ્રાહક સુરક્ષા પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદને સંબોધિત કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે અમારા ન્યૂ ઇન્ડિયાના વિચારમાં અમે ફક્ત ગ્રાહક સુરક્ષા જ નહીં પરતું શ્રેષ્ઠ ગ્રાહક વ્યવહાર અને ગ્રાહક સમૃદ્ધિ તરફ આગળ વધવા માંગીએ છીએ. અમારું ધ્યાન ગ્રાહક સશક્તિકરણ અને ગ્રાહકને કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા પર છે.