નવી દિલ્હીમાં CIIની પોસ્ટ બજેટ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 30th, 03:44 pm

CIIના પ્રમુખ શ્રી સંજીવ પુરીજી, અહીં ઉપસ્થિત તમામ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ સાથીઓ, સિનિયર ડિપ્લોમેટ્સ, તમામ ઉદ્યોગ અને વ્યવસાયિક સહયોગીઓ જેઓ VCs દ્વારા દેશના વિવિધ ખૂણામાંથી આપણી સાથે જોડાયેલા છે, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા 'જર્ની ટુવર્ડ વિકસિત ભારતઃ એક પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ'ના ઉદઘાટન સત્રને સંબોધન કર્યું

July 30th, 01:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આયોજિત જર્ની ટુવર્ડ્સ વિકસિત ભારતઃ અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ'ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. આ પરિષદનો ઉદ્દેશ વિકાસ માટે સરકારની વિશાળ દ્રષ્ટિ અને ઉદ્યોગની ભૂમિકાની રૂપરેખા પ્રસ્તુત કરવાનો છે. ઉદ્યોગ, સરકાર, રાજદ્વારી સમુદાય અને થિંક ટેન્ક્સમાંથી 1000થી વધુ સહભાગીઓએ આ પરિષદમાં રૂબરૂ હાજરી આપી હતી, જ્યારે ઘણા લોકો દેશ અને વિદેશમાં વિવિધ સીઆઈઆઈ કેન્દ્રોથી જોડાયા હતા.

2024-25ના બજેટ પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ

July 23rd, 02:57 pm

દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જનાર આ મહત્વપૂર્ણ બજેટ માટે હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. નાણામંત્રી નિર્મલા સીતારમણજી અને તેમની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.

પ્રધાનમંત્રીએ વર્ષ 2024-25ના અંદાજપત્ર પર ટિપ્પણી કરી

July 23rd, 01:30 pm

કેન્દ્રીય બજેટ 2024-25 પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ આ વર્ષના બજેટ માટે તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા, જે દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે બંધાયેલા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને તેમની સંપૂર્ણ ટીમ અભિનંદનને પાત્ર છે.