મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 19th, 05:00 pm
નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આજે માતાનાં પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની આરાધનાનો દિવસ છે. દરેક માતાની એ કામના હોય છે કે તેનાં બાળકને સુખ મળે, યશ મળે. આ સુખ અને યશની પ્રાપ્તિ શિક્ષણ અને કૌશલ્ય દ્વારા જ શક્ય છે. આવા પાવન સમયે મહારાષ્ટ્રનાં આપણા દીકરા-દીકરીઓનાં કૌશલ્ય વિકાસ માટે આટલા મોટા કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે. અને મારી સામે બેઠેલા જે લાખો નવયુવાનો બેઠા છે અને જેમણે કૌશલ્ય વિકાસના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો છે, તેમના માટે મારે કહેવું છે કે આ પ્રભાત તેમનાં જીવનમાં એક મંગળ પ્રભાત બની ગઈ છે. મહારાષ્ટ્રમાં 511 ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના થવા જઈ રહી છે.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો
October 19th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો હતો. મહારાષ્ટ્રના 34 ગ્રામીણ જિલ્લાઓમાં સ્થપાયેલા આ કેન્દ્રો ગ્રામીણ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે.હૈદરાબાદમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 08th, 12:30 pm
હું મહાન ક્રાંતિકારીઓની ધરતી તેલંગાણાને શત્-શત્ પ્રણામ કરું છું. આજે મને ફરીથી તેલંગાણાના વિકાસને વધુ વેગ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. થોડા સમય પહેલા જ તેલંગાણા-આંધ્ર પ્રદેશને જોડતી વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. આ આધુનિક ટ્રેન હવે ભાગ્યલક્ષ્મી મંદિરનાં શહેરને ભગવાન શ્રી વેંકટેશ્વર ધામ તિરુપતિ સાથે જોડશે. એટલે કે એક રીતે આ વંદે ભારત એક્સપ્રેસ આસ્થા, આધુનિકતા, ટેક્નૉલોજી અને પર્યટનને જોડવા જઈ રહી છે. આ સાથે આજે અહીં 11,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તેલંગાણાની રેલ અને રોડ કનેક્ટિવિટી સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ છે, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સ છે. હું વિકાસની આ તમામ યોજનાઓ માટે તમને, તેલંગાણાના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ તેલંગાણાનાં હૈદરાબાદમાં રૂ. 11,300 કરોડથી વધારેનાં મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
April 08th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાનાં હૈદરાબાદમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂ. 11,300 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું શિલારોપણ કર્યું હતું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પરિયોજનાઓમાં એઈમ્સ બીબીનગર- હૈદરાબાદ, પાંચ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ અને સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસનાં ભૂમિપૂજનનો સમાવેશ થાય છે. તેમણે રેલવે સાથે સંબંધિત અન્ય વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું. દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ હૈદરાબાદનાં સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી પણ આપી હતી.ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવીને શુભારંભ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 01st, 03:51 pm
સૌથી પહેલા તો, હું ઇન્દોર મંદિરમાં રામ નવમીના દિવસે જે દુર્ઘટના બની હતી તે અંગે મારું દુઃખ વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં જે લોકો આપણને અકાળે છોડીને ચાલ્યા ગયા તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું, તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત ભક્તો ઝડપથી સાજા થઇ જાય તેવી પણ હું પ્રાર્થના કરું છું.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી
April 01st, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીએ સ્થળ પર પહોંચ્યા બાદ રાણી કમલાપતિ- નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રેનનાં બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત પણ કરી હતી.“મહિલાઓનું આર્થિક સશક્તિકરણ” વિષય પર બજેટ પછી યોજાયેલા વેબિનારમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
March 10th, 10:23 am
આપણા સૌના માટે ખુશીની વાત છે કે, દેશે આ વર્ષના બજેટને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્યને પૂરું કરવાની શરૂઆત તરીકે જોયું છે. ભાવિ અમૃતકાળના દૃષ્ટિકોણથી બજેટને જોવામાં આવ્યું છે અને પારખવામાં આવ્યું છે. દેશના નાગરિકો પણ આવનારા 25 વર્ષને તે જ લક્ષ્યો સાથે જોડીને જોઇ રહ્યા છે, જે દેશ માટે એક સારો સંકેત છે.પ્રધાનમંત્રીએ "મહિલાઓના આર્થિક સશક્તિકરણ" પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું
March 10th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓનું આર્થિક સશક્તિકરણ વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું. કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરાયેલી પહેલોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેના વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીની આ 11મી છે.નાણાંકીય ક્ષેત્ર પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 07th, 10:14 am
બજેટ પછીના વેબિનાર દ્વારા, સરકાર બજેટના અમલીકરણમાં સામૂહિક માલિકી અને સમાન ભાગીદારીનો મજબૂત માર્ગ તૈયાર કરી રહી છે. તમારા મંતવ્યો અને સૂચનો આ વેબિનારમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ વેબિનારમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.પ્રધાનમંત્રીએ ‘વૃદ્ધિની તકો ઊભી કરવા માટે નાણાકીય સેવાઓની કાર્યક્ષમતા વધારવા’ વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું
March 07th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘વિકાસની તકો બનાવવા માટે નાણાકીય સેવાઓની કાર્યક્ષમતા વધારવા’ વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરાયેલી પહેલોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેના વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીની આ દસમી છે.પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ દ્વારા ગુજરાત જોબ ફેરના સંબોધનનો મૂળપાઠ
March 06th, 04:35 pm
હોળીના તહેવારની ગુંજ ચારેબાજુ સંભળાઈ રહી છે. હું પણ આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હોળીના આ મહત્વના તહેવાર પર આજની ઘટનાએ હજારો પરિવારોની ખુશીમાં વધારો કર્યો છે. ગુજરાતમાં ટૂંકા ગાળામાં બીજી વખત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્ય માટે હું અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ ગુજરાત રોજગાર મેળાને સંબોધન કર્યું
March 06th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગુજરાત સરકારના રોજગાર મેળાને સંબોધન કર્યું હતું.'આરોગ્ય અને તબીબી સંશોધન' પર કેન્દ્રીય બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 06th, 10:30 am
જ્યારે આપણે હેલ્થકેર વિશે વાત કરીએ છીએ, ત્યારે તેને પ્રી કોવિડ એરા અને પોસ્ટ પેન્ડેમિક યુગના વિભાજન સાથે જોવું જોઈએ. કોરોનાએ આખી દુનિયાને બતાવ્યું છે અને શીખવ્યું છે કે જ્યારે આટલી મોટી આફત આવે છે ત્યારે સમૃદ્ધ દેશોની વિકસિત સિસ્ટમો પણ પડી ભાંગે છે. વિશ્વનું ધ્યાન હવે પહેલા કરતાં વધુ હેલ્થ-કેર પર આવ્યું છે, પરંતુ ભારતનો અભિગમ માત્ર હેલ્થ-કેર પૂરતો મર્યાદિત નથી, પરંતુ અમે એક ડગલું આગળ વધીને વેલનેસ માટે કામ કરી રહ્યા છીએ. તેથી જ અમે વિશ્વની સામે એક વિઝન રાખ્યું છે - એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય, એટલે કે, જીવો માટે, પછી તે માણસો હોય, પ્રાણીઓ હોય, છોડ હોય, અમે બધા માટે સર્વગ્રાહી આરોગ્યસંભાળ વિશે વાત કરી છે. કોરોના વૈશ્વિક રોગચાળાએ આપણને એ પણ શીખવ્યું છે કે સપ્લાય ચેઈન કેટલી મહત્વપૂર્ણ બની ગઈ છે. જ્યારે રોગચાળો ચરમસીમાએ હતો ત્યારે દવાઓ, રસીઓ, તબીબી ઉપકરણો, આવી જીવનરક્ષક વસ્તુઓ કમનસીબે કેટલાક દેશો માટે શસ્ત્રો બની ગઈ હતી. પાછલા વર્ષોના બજેટમાં ભારતે આ તમામ વિષયો પર ઘણું ધ્યાન આપ્યું છે. અમે સતત વિદેશો પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આમાં તમારા તમામ હિતધારકોની મોટી ભૂમિકા છે.પ્રધાનમંત્રીએ આરોગ્ય અને તબીબી સંશોધન પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું
March 06th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'આરોગ્ય અને તબીબી સંશોધન' વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું. કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરાયેલી પહેલોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેના વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીમાંથી આ નવમી છે.‘મિશન મોડમાં પ્રવાસનનો વિકાસ’ પર પોસ્ટ બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 03rd, 10:21 am
આ વેબિનારમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત છે. આજનું નવું ભારત નવી વર્ક-કલ્ચર સાથે આગળ વધી રહ્યું છે. આ વખતે પણ બજેટને ખૂબ તાળીઓ મળી છે, દેશની જનતાએ તેને ખૂબ જ સકારાત્મક રીતે લીધું છે. જો જૂની વર્ક કલ્ચર હોત તો આવા બજેટ વેબિનર્સ વિશે કોઈએ વિચાર્યું ન હોત. પરંતુ આજે અમારી સરકાર બજેટ પહેલા અને પછી દરેક હિતધારકો સાથે વિગતવાર ચર્ચા કરે છે, તેમને સાથે લેવાનો પ્રયાસ કરે છે. બજેટનું મહત્તમ પરિણામ કેવી રીતે મેળવવું, બજેટને નિર્ધારિત સમયમર્યાદામાં કેવી રીતે લાગુ કરવું જોઈએ, આ વેબિનાર બજેટમાં નિર્ધારિત લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. તમે એ પણ જાણો છો કે સરકારના વડા તરીકે કામ કરતી વખતે મને 20 વર્ષથી વધુનો અનુભવ છે. આ અનુભવનો સાર એ છે કે જ્યારે તમામ હિતધારકો નીતિવિષયક નિર્ણયમાં સામેલ હોય છે, ત્યારે ઇચ્છિત પરિણામ પણ સમય મર્યાદામાં આવે છે. અમે જોયું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા વેબિનારમાં હજારો લોકો અમારી સાથે જોડાયા હતા. આખા દિવસ દરમિયાન, દરેક વ્યક્તિએ ખૂબ જ ઊંડાણપૂર્વક મંથન કર્યું અને હું કહી શકું છું કે ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનો આવ્યા અને ભવિષ્ય માટે આવ્યા. જે બજેટ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આગળ કેવી રીતે આગળ વધવું તેમાંથી ઘણા સારા સૂચનો આવ્યા. હવે આજે અમે દેશના પ્રવાસન ક્ષેત્રના કાયાકલ્પ માટે આ બજેટ વેબિનાર કરી રહ્યા છીએ.પ્રધાનમંત્રીએ 'મિશન મોડમાં પ્રવાસનનો વિકાસ' પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું
March 03rd, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘મિશન મોડમાં પ્રવાસનનો વિકાસ’ વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું. કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરાયેલી પહેલોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીમાંથી આ સાતમી છે.'ટેક્નૉલોજીનો ઉપયોગ કરીને ઈઝ ઑફ લિવિંગ-જીવન જીવવાની સરળતા' વિષય પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 28th, 10:05 am
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર આજના બજેટ વેબિનારનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે. 21મી સદીનું બદલાતું ભારત પોતાના નાગરિકોને ટેક્નૉલોજીની તાકાતથી સતત નાગરિકોને સશક્ત બનાવી રહ્યું છે. વીતેલાં વર્ષોમાં, અમારી સરકારનાં દરેક બજેટમાં, ટેક્નૉલોજીની મદદથી દેશવાસીઓની ઈઝ ઑફ લિવિંગ- જીવન જીવવાની સરળતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં પણ ટેક્નૉલોજીને પરંતુ સાથે સાથે માનવીય સ્પર્શને પણ પ્રાધાન્ય આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે.પ્રધાનમંત્રીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજાયેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન કર્યું
February 28th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ પાંચમો વેબિનાર યોજાયો હતો.'રીચિંગ ધ લાસ્ટ માઇલ' પર પોસ્ટ બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 27th, 10:16 am
સામાન્ય રીતે એવું રહ્યું છે કે બજેટ પછી સંસદમાં બજેટ અંગે ચર્ચા થતી હોય છે. અને તે જરૂરી અને ઉપયોગી પણ છે. પરંતુ અમારી સરકારે બજેટ પર ચર્ચાને એક ડગલું આગળ લઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી, અમારી સરકારે બજેટની તૈયારી પહેલા અને પછી તમામ હિતધારકો સાથે સઘન વિચાર-મંથનની નવી પરંપરા શરૂ કરી છે. અમલીકરણ, સમયમર્યાદા વિતરણના દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કરદાતાઓના નાણાંના દરેક પૈસાનો યોગ્ય ઉપયોગ પણ સુનિશ્ચિત કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં મેં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાત કરી છે. આજે રીચિંગ ધ લાસ્ટ માઈલ, જેને મહાત્મા ગાંધી કહેતા હતા કે તમારી નીતિઓ, તમારી યોજનાઓ છેલ્લા છેડે બેઠેલી વ્યક્તિ સુધી કેટલી ઝડપથી પહોંચે છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તેથી જ આજે આ વિષય પર તમામ હોદ્દેદારો સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી રહી છે કે બજેટમાં લોકકલ્યાણના આટલા કામો છે, આટલું બજેટ છે, તે કેવી રીતે સંપૂર્ણ પારદર્શિતા સાથે લાભાર્થી સુધી પહોંચાડી શકાય.પ્રધાનમંત્રીએ 'છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવું' વિષય પર યોજાયેલા બજેટ વેબિનારમાં સંબોધન આપ્યું
February 27th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવું’ વિષય પર યોજાયેલા બજેટ વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ ચોથો વેબિનાર યોજાયો હતો.