
ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 25th, 11:10 am
પૂર્વી ભારત અને ઉત્તર પૂર્વની ભૂમિ આજે એક નવા ભવિષ્યની શરૂઆત કરવા જઈ રહી છે. એડવાન્ટેજ આસામ એ સમગ્ર વિશ્વને આસામની સંભાવના અને પ્રગતિ સાથે જોડવાનું એક મહા અભિયાન છે. ઇતિહાસ સાક્ષી છે કે અગાઉ પણ ભારતની સમૃદ્ધિમાં પૂર્વીય ભારતની મુખ્ય ભૂમિકા હતી. આજે જ્યારે ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર પૂર્વી ભારત, આપણું ઉત્તર પૂર્વ પોતાની તાકાત બતાવવા જઈ રહ્યું છે. હું એડવાન્ટેજ આસામને આ ભાવનાના પ્રતિબિંબ તરીકે જોઉં છું. આ ભવ્ય કાર્યક્રમ માટે હું આસામ સરકાર અને હિમંતજીની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. મને યાદ છે કે 2013માં જ્યારે હું ચૂંટણી પ્રચાર માટે આસામનો પ્રવાસ કરી રહ્યો હતો, ત્યારે એક સભામાં મારા મગજમાંથી એક શબ્દ નીકળ્યો અને મેં કહ્યું તે દિવસ દૂર નથી જ્યારે લોકો મૂળાક્ષરો વાંચવાનું શરૂ કરશે અને આસામ માટે A કહેશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું
February 25th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારત આજે ભવિષ્યની નવી યાત્રાએ નીકળી રહ્યું છે અને એડવાન્ટેજ આસામ અતુલ્ય સંભવિતતા અને દુનિયા સાથેની પ્રગતિને એકબીજા સાથે જોડવા માટેની એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. ભારતની સમૃદ્ધિમાં પૂર્વ ભારત દ્વારા ભજવવામાં આવેલી મુખ્ય ભૂમિકાનો ઇતિહાસ સાક્ષી છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આજે જ્યારે આપણે વિકસિત ભારતની દિશામાં પ્રગતિ કરી રહ્યાં છીએ, ત્યારે પૂર્વ ભારત અને પૂર્વોત્તર તેમની ખરી સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે કહ્યું હતું કે, એડવાન્ટેજ આસામ પણ આ જ ભાવનાનું પ્રતિનિધિત્વ છે તથા તેમણે આસામની સરકાર અને મુખ્યમંત્રીને આ પ્રકારનાં ભવ્ય સમારંભનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે 2013ના તેમના શબ્દોને યાદ કર્યા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે તે સમય દૂર નથી કે જ્યારે 'એ ફોર આસામ' આદર્શ બની જશે.
કેબિનેટે ગંગા નદી પર કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા લાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, ઓઇલની આયાત ઘટાડવા અને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે નવા રેલ-કમ-રોડ પુલ સહિત વારાણસી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય મલ્ટિટ્રેકિંગના નિર્માણને મંજૂરી આપી
October 16th, 03:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રેલવે મંત્રાલયનાં એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 2,642 કરોડ (અંદાજે) છે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના વારાણસી અને ચંદૌલી જિલ્લામાંથી પસાર થાય છે.PMએ નવી મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું
January 12th, 07:29 pm
MTHL અટલ સેતુનું નિર્માણ રૂ. 17,840 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે અને લગભગ 21.8 કિમી લાંબો 6-લેન બ્રિજ છે જેની લંબાઈ સમુદ્ર પર લગભગ 16.5 કિમી અને જમીન પર લગભગ 5.5 કિમી છે.પ્રધાનમંત્રી 12 જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે
January 11th, 11:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરી, 2024ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. લગભગ 12:15 વાગ્યે પ્રધાનમંત્રી નાસિક પહોંચશે, જ્યાં તેઓ 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી બપોરે 3:30 વાગ્યે મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવરી – ન્હાવા શેવા અટલ સેતુનું ઉદઘાટન અને પ્રવાસ કરશે. પ્રધાનમંત્રી સાંજે 4:15 વાગ્યે નવી મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ ઉદઘાટન કરશે, દેશને સમર્પિત કરશે અને વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.