પીએમએ 14મી BRICS સમિટમાં ભાગ લીધો
June 24th, 09:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23-24 જૂન 2022ના રોજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અધ્યક્ષતામાં આયોજિત 14મી બ્રિક્સ સમિટમાં ભારતની સહભાગિતાનું વર્ચ્યુઅલ ફોર્મેટમાં નેતૃત્વ કર્યું. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ પણ 23 જૂનની સમિટમાં ભાગ લીધો હતો. 24 જૂનના રોજ સમિટના ગ્લોબલ ડેવલપમેન્ટ, નોન-બ્રિક્સ જોડાણ સેગમેન્ટ પર ઉચ્ચ સ્તરીય સંવાદ યોજાયો હતો.પ્રધાનમંત્રીએ 13મી બ્રિક્સ શિખર બેઠકની અધ્યક્ષતા કરી
September 09th, 09:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 13મી બ્રિક્સ શિખર બેઠકની વર્ચ્યુઅલી અધ્યક્ષતા કરી હતી.13મી બ્રિક્સ શિખર બેઠક ખાતે પ્રધાનમંત્રીનું આવકાર સંબોધન
September 09th, 05:43 pm
આ બ્રિક્સ શિખર બેઠકમાં હું આપ સૌને આવકારું છું. બ્રિક્સની 15મી વર્ષગાંઠના અવસરે આ શિખર બેઠકની અધ્યક્ષતા કરવી મારા માટે અને ભારત માટે બહુ આનંદની વાત છે. આપની સાથે આજની શિખર બેઠક માટે આપની પાસે વિગતવાર કાર્યસૂચિ છે. જો આપ સૌ સંમત થશો તો આપણે આ એજન્ડા-કાર્યસૂચિને અપનાવી શકીએ છીએ. આભાર. આ એજન્ડા હવે અપનાવી લેવાય છે.13મુ બ્રિક્સ શિખર સંમેલન
September 07th, 09:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી 9 સપ્ટેમ્બર, 2021ના રોજ 13મા બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા) શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે ભારત વર્ષ 2021માં બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જાઈર બોલ્સોનારો; રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન; ચીનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શી જિનપિંગ; અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સાઈરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલ, ન્યૂ ડેવલપમેંટ બેંકના અધ્યક્ષ શ્રી માર્કોસ ટ્રોયજો, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના અસ્થાયી અધ્યક્ષ શ્રી ઓંકાર કંવર અને બ્રિક્સ મહિલા બિઝનેસ એલાયન્સના અસ્થાયી અધ્યક્ષ ડૉ. સંગીતા રેડ્ડી આ અવસર પર શિખર સંમેલનમાં ઉપસ્થિત રાજાધ્યક્ષોની સામે પોત-પોતાની જવાબદારીઓ હેઠળ વર્ષ દરમિયાન કરવામાં આવેલા કાર્યોની વિગતો પ્રસ્તુત કરશે.