પીએમએ 14મી BRICS સમિટમાં ભાગ લીધો

June 24th, 09:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23-24 જૂન 2022ના રોજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અધ્યક્ષતામાં આયોજિત 14મી બ્રિક્સ સમિટમાં ભારતની સહભાગિતાનું વર્ચ્યુઅલ ફોર્મેટમાં નેતૃત્વ કર્યું. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ પણ 23 જૂનની સમિટમાં ભાગ લીધો હતો. 24 જૂનના રોજ સમિટના ગ્લોબલ ડેવલપમેન્ટ, નોન-બ્રિક્સ જોડાણ સેગમેન્ટ પર ઉચ્ચ સ્તરીય સંવાદ યોજાયો હતો.