પ્રધાનમંત્રીએ 13મી બ્રિક્સ શિખર બેઠકની અધ્યક્ષતા કરી

September 09th, 09:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 13મી બ્રિક્સ શિખર બેઠકની વર્ચ્યુઅલી અધ્યક્ષતા કરી હતી.

13મી બ્રિક્સ શિખર બેઠક ખાતે પ્રધાનમંત્રીનું આવકાર સંબોધન

September 09th, 05:43 pm

આ બ્રિક્સ શિખર બેઠકમાં હું આપ સૌને આવકારું છું. બ્રિક્સની 15મી વર્ષગાંઠના અવસરે આ શિખર બેઠકની અધ્યક્ષતા કરવી મારા માટે અને ભારત માટે બહુ આનંદની વાત છે. આપની સાથે આજની શિખર બેઠક માટે આપની પાસે વિગતવાર કાર્યસૂચિ છે. જો આપ સૌ સંમત થશો તો આપણે આ એજન્ડા-કાર્યસૂચિને અપનાવી શકીએ છીએ. આભાર. આ એજન્ડા હવે અપનાવી લેવાય છે.

13મુ બ્રિક્સ શિખર સંમેલન

September 07th, 09:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી 9 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ 13મા બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા) શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે ભારત વર્ષ 2021માં બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જાઈર બોલ્સોનારો; રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન; ચીનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શી જિનપિંગ; અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સાઈરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલ, ન્યૂ ડેવલપમેંટ બેંકના અધ્યક્ષ શ્રી માર્કોસ ટ્રોયજો, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના અસ્થાયી અધ્યક્ષ શ્રી ઓંકાર કંવર અને બ્રિક્સ મહિલા બિઝનેસ એલાયન્સના અસ્થાયી અધ્યક્ષ ડૉ. સંગીતા રેડ્ડી આ અવસર પર શિખર સંમેલનમાં ઉપસ્થિત રાજાધ્યક્ષોની સામે પોત-પોતાની જવાબદારીઓ હેઠળ વર્ષ દરમિયાન કરવામાં આવેલા કાર્યોની વિગતો પ્રસ્તુત કરશે.

બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે બ્રિક્સ સંવાદમાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન

November 14th, 09:40 pm

પ્રધાનમંત્રી મોદીએ બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે બ્રિક્સ સંવાદમાં સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલએ 500 બિલિયન ઇન્ટ્રા-બ્રિક્સ વેપારના લક્ષ્યાંકને હાંસલ કરવા માટેનો રોડમેપ બનાવવો જોઈએ. તેમણે બ્રિક્સ રાષ્ટ્રો અને ન્યુ ડેવલપમેન્ટ બેંકને પણ ડિઝાસ્ટર રેસિલિયન્ટ માળખા માટે ગઠબંધનમાં જોડાવા વિનંતી કરી હતી.

બ્રિક્સ બિઝનેસ ફોરમ ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

November 14th, 11:24 am

મને બ્રિક્સ બિઝનેસ ફોરમમાં સામેલ થઇને ખૂબ આનંદ થઇ રહ્યો છે. 11માં બ્રિક્સ સમિટની શરૂઆત આ ફોરમથી થઇ રહી છે. બિઝનેસને પ્રાથમિકતા આપવા માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિને આ ફોરમનું આયોજન કરવા માટે અને દરેક સહભાગીઓને હું અભિનંદન પાઠવું છું.

વૈશ્વિક સ્તરે મંદી હોવા છતાં, બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસને વેગ આપ્યો, લાખો લોકોને ગરીબીમાંથી ઉગાર્યા: પ્રધાનમંત્રી

November 14th, 11:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન બ્રિક્સ વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું. અન્ય બ્રિક્સ દેશોના વડાઓએ પણ આ વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું.

Prime Minister's visit to Brasilia, Brazil

November 12th, 01:07 pm

PM Modi will be visiting Brasilia, Brazil during 13-14 November to take part in the BRICS Summit. The PM will also hold bilateral talks with several world leaders during the visit

પ્રધાનમંત્રી 13-14 નવેમ્બરનાં રોજ બ્રાઝિલમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે

November 11th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13-14 નવેમ્બર, 2019નાં રોજ 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થવા માટે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયાની મુલાકાત લેશે. ચાલુ વર્ષે બ્રિક્સ શિખર સંમેલનનો વિષય “નવીન ભવિષ્ય માટે આર્થિક વૃદ્ધિ” છે.